The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 163

ભરૂચના સાયર અને વેલુગામની રેતીની લીઝો ચાલુ કરવા વડોદરા-ભરૂચ કલેક્ટર સમક્ષ કરી માંગ

  • લીઝ ધારકોએ આજે વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ રેતી લઇ જતાં ટ્રકની અડફેટે ત્રણ લોકોના મોતના બનાવને પગલે અધિકારીઓને જાહેરમાં ખખડાવી નાખવાથી વિવાદ ઉભો થયો હતો.જેના પગલે  ભરૂચના સાયર તેમજ વેલુગામની રેતીની લીઝો બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ લીઝ ધારકોએ આજે વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન આપી આ લીઝ ફરી શરૂ કરવા માંગ કરી છે.

ભરૂચના લીઝ ધારકોએ વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, માલોદ ગામે ગત 21 ફેબ્રુઆરીના રોજ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી ભૂસ્તર કચેરીઓથી લીઝો બંધ કરવામાં આવી છે. અકસ્માતના બનાવમાં વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં ભૂસ્તર કચેરી દ્વારા કોઇપણ સૂચના વિના લીઝ બંધ કરી દેવામાં આવી છે. જેથી સરકારને કરોડોની આવકનું નુકસાન થઇ રહ્યું છે. સાથે જ લીઝો બંધ થવાથી એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને અન્ય નાના-મોટા સરકારી બાંધકામ મટિરિયલની પણ અછત પડે છે.

સાથે આ લીઝો પર આશરે 6 હજારથી વધુ કુટુંબોની આજીવિકા નિર્ભર છે. લીઝનો ધંધો વર્ષમાં માત્ર સાત મહિના થઇ શકે અને લીઝના વાહનો પર લોન પર લીધેલા હોય છે. જેથી સત્વરે લીઝ શરૂ કરવી જોઇએ.

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત

  • કામદારોને ઝઘડીયા જીઆઇડીસીમાં લઇ જતી બસને અકસ્માત થતાં એક ઇસમ ફસાયો.
  • અકસ્માતના બે કલાક બાદ પણ ઝઘડિયા રાજપારડી પોલીસ અકસ્માત ઘટના પાંચ કિલોમીટર નજીક ઘટનાસ્થળે પહોંચી ન હતી

ભરૂચ જિલ્લાના  ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસને આજે સવારે અકસ્માત થતાં સાત જેટલા ઇસમો ઇજાગ્રસ્ત થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ આ ખાનગી બસ કામદારોને લઇને ઝઘડીયા જીઆઇડીસીમાં જઇ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં રતનપુરના સ્થાનિક રહીશો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં કેટલીક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તેમને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા સરકારી સરકારી દવાખાને લઇ જવાયા હતા.

અકસ્માતમાં એક ઇસમ બસના દરવાજા પાસે ફસાઇ જતા બસનું પતરૂ કાપીને તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં  આવી હતી. બસમાં ઝઘડીયા  જીઆઇડીસીમાં જતા જે  કામદારો મુસાફરી કરી રહ્યા હતા તેમના સંબંધીઓને ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ઘટના સ્થળે થી ફક્ત પાંચ કિલોમીટર દૂર ઝઘડિયા રાજપારડી પોલીસ બે કલાક બાદ પણ ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડીયા રાજપારડી વચ્ચે છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. અાજના આ અકસ્માતે અકસ્માતોની વણથંભી પરંપરાને જાળવી રાખી હોય એમ જણાઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપિપલા વચ્ચેનો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ તેના પરથી દોડતા વાહનોની મોટી સંખ્યાને લઇને ચોવીસ કલાક વાહનોની રફતારથી જીવંત રહેતો માર્ગ ગણાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી છે. આ અકસ્માતમાં બસમાં ફસાયેલા પૈકી એક ઈસમનું મૃત્યુ થયું હોવાની આશંકા જતાવી રહી છે.

  • જયશીલ પટેલ,ન્યુઝલાઇન, ઝઘડીયા

યુક્રેનથી નેત્રંગનો વિદ્યાર્થી પરત આવતા પરિવારમાં ખુશીહાલી

  • સાંસદ મનસુખ વસાવા અને નેત્રંગ મામલતદારે યુવાનની લીધી મુલાકાત 

નેત્રંગ નગરમાં એસ્સાર પ્રેટોલપંપની સામે રહેતા અને ચાર રસ્તા વિસ્તાર મેડીકલ સ્ટોર ચલાવતા ધર્મેશ નગીન પટેલ નો મોટો પુત્ર પ્રિતકુમાર ઉ. વ. 22 કે જે છેલ્લા પાંચ વર્ષ થી યુક્રેન ખાતે મેડીકલ કોલેજમા રહીને એમ. બી. બી. એસ.મા અભ્યાસ કરતો હતો. છેલ્લા વર્ષના અભ્યાસના માંડ પાંચ છ માસ બાકી રહ્યા હતા. તેવા સમયે યુક્રેન રશિયા વચ્ચે શરૂ થયેલ યુદ્ધને લઇને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. નેત્રંગ ટાઉનનો યુવાન પ્રિત પટેલ યુકેનથી હેમખેમ પરત ઘરે આવી જતા પરીવાર જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જેમા પ્રિતકુમાર પણ ફસાયો હતો. જેને લઇ ને પટેલ પરીવારમા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વતન પરત લાવવાની કવાયત શરૂ થતા નેત્રંગનો પ્રિત પટેલ તા. 5 મી માર્ચના રોજ વિમાન માર્ગે અમદાવાદ આવી પહોચ્યો હતો.

ત્યાર બાદ ત્યાંથી બપોરના સમયે હેમખેમ નેત્રંગ ધરે આવી જતા પરીવારમાં આનંદ છવાઇ જવા પામ્યો હતો. 5મી માર્ચના દિવસે જ ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા, જીલ્લા પંચાયત સભ્ય રાયસીંગ વસાવા, નેત્રંગ મામલતદાર ગોપાલદાસ હરદાસાણી, નાયબ મામલતદાર નવનીત પટેલ, અગ્રણીઓએ તેના ઘરે પહોંચી ખબર અંતર પૂછી શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજપીપળા : તિલકવાડા વઘેલી ગામમાં જુગાર રમતા 3 ખેલી ઝડપાયા, 4 ફરાર

રાજપીપળાના તિલકવાડાના વઘેલી ગામે સીમમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોય જે બાબતની તિલકવાડા પોલીસને માહિતી મળતા પોલીસ ટીમે વધેલી ગામે જઈને રેડ કરતા જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં તિલકવાડા રામપુરી ના દાઉદખાન બસીરખાન ઘોરી, વાઘેલી ગામના રમેશ કાલીદાસ બારીયા, અને હર્ષદ દલસુખ તડવીઆ ત્રણ શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

જયારે તિલકવાડાના ખાટાઆસિત્રા ગામના ઇશ્વર અભેસીંગ બારીયા, વાઘેલીના કાંતી મનોર તડવી, કાળુભાઇ તથા તિલકવાડાના સોહીલ યાકુબ આરબ ભાગી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા અને જે લોકો ઝડપાયા છે તેમની પાસેથી અંગ ઝડતીમાં રોકડા 21,200 તથા દાવ ઉપરના 2,520 મળી મોબાઇલ, બાઈકો સહીત કુલ 1, 03,720 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારધારાની કલામ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોબાઈલ ચીલઝડપના ગુનાના ૧ આરોપીને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડતી વાલીયા પોલીસ

અંકલેશ્વર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફે વોચ ગોઠવી મોબાઈલ ચીલઝડપના ગુનાના આરોપીને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડયો હતો.

પોલીસે આરોપી અજયભાઇ અરવિંદભાઇ વસાવા ઉ.વ. ર૪ રહેવાસી- ભરાડીયા ગામ મંદિર ફળીયુ તા. વાલીયા જી. ભરૂચ.ની અટકાયત કરવા સાથે એક ભુરા રંગનો “રેડમી” કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂ. ૧૨,૦૦૦/- કબ્જે કર્યો હતો.જે સુરત રૂરલ માંગરોળ પોલીસ સ્ટેશન ગુનો તા.૧૪/૦૨ર/ર૦રર ના કલાક ૧૫/૦૦ વાગ્યાના સુમારે મોજે વાંકલ કોલેજની સામે બસસ્ટેશન ની બાજુમાં જાહેરમાંથી અજાણ્યા ૩ ઈસમોએ ફરીયાદી પાસેથી મોબાઈલ ફોન કિંમત રૂપિયા-૧ર,૦૦૦/-ની ચીલઝડપ કરી ગુનો કરેલ હતો.

યુક્રેનથી પરત આવેલ પુત્રનું અંકલેશ્વર વાલિયા ચોકડી પર ભવ્ય સ્વાગત

યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓમાં જીઆઇડીસી ખાતે પરત ફરેલા રોનક મકવાણાનું તિરંગા સાથે વાલિયા ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે આવેલ અમદાવાદ અને વેરાવળના વિદ્યાર્થીઓનું પણ મીઠાઈ ખવડાવી સ્વાગત કરાયું કર્યું હતું.

પરિવાર દ્વારા વાલિયા ચોકડીથી તિરંગા સાથે રેલી યોજી ઘરે કેક કાપી પ્રવેશ આપ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પરત ફરેલા કપિલ અમદાવાદીને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ આવકારી સ્થિતિ ચિતાર મેળવ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વરના પરત ફરેલા ચારેવ વિદ્યાર્થીઓના ઘરે પહોંચી પરિવાર અને બાળકો સાથે વાતચીત કરી હતી.

અંકલેશ્વરના પાંચ વિદ્યાર્થીઓ હેતેશ્રી ભરત પરમાર, રોનક વાઘજી મકવાણા, જીનલ નવીન માલી, ક્રિષ્ના મયંક પટેલ,અને કપિલ કુમાર સંજય અમદાવાદી યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ અર્થે ગયા હતા. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પગલે તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત વતન લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન ગંગા વડે અંકલેશ્વર હેતેશ્રી ભરતભાઈ પરમાર અને ક્રિષ્ન કુમાર મયંકભાઇ પટેલ બે દિવસ પૂર્વે જ ઘર વાપસી થઇ હતી.

ભરૂચ સક્રિય પત્રકાર સંધ દ્વારા સપરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોરોનાના લાંબા સમય બાદ ભરૂચ શહેર અને જિલ્લાના પત્રકારોના પરિવાર માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સપરિવાર નગર પાલિકા પાસે આવેલ સી.એમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર-જિલ્લાના પત્રકારો પોતાના પરિવાર સાથે મિલનમાં જોડાયા હતા.કાર્યક્રમમાં હાલમાં જ યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા બાજા પરિવારના સભ્ય એવા પત્રકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના વર્ષ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોની માહિતી મહામંત્રી જીતુ રાણાએ આપી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર પત્રકાર મિત્રોનું સન્માન કરાયું હતું સાથે એક સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં એસોસિયેશનના સભ્યો જગદીશ સેડાલા,હરીશ પુરોહિત,અનીલ અગ્નિહોત્રિ અને આમંત્રીત કલ્પેશ બેરાવાલાએ કરાઉ કે ના તાલે સુંદર ગીતો લલકારી તાળીયોની દાદ મેળવી હતી.તો પરિવારની જ દિકરી અને પૌત્રી દ્વારા સુંદર નૃત્ય પણ રજૂ કરાયું હતું.

ભરૂચ સક્રિય પત્રકાર સંધ ના સી એમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહ માં સંઘના પ્રમુખ ઈંદ્રિશ કાઉજી, કારોબારી અધ્યક્ષ નવીન પટેલ, પૂર્વ પ્રમુખો,વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર કન્વીનર પત્રકાર સચિન પટેલનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવા સાથે સ્નેહ મિલન સમારોહમાં સહયોગ આપનાર તમામ મિત્રોનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળીયામાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

  • ભરૂચ શહેર સી” ડીવીઝન પોલીસ ટીમનું સફળ ઓપરેશન

ભરૂચ સી ડિવિઝન પોલીસ ટીમને મળેલ સુચના આધારે તારીખ-૦૬/૦૩/ર૦રર રાત્રીના મો.જે. કોઠી ફળીયુ ઝાડેશ્વર ગામ તા જી ભરૂચ ખાતે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પતાપાના વડે હારજીતનો જુગાર રમતા કુલ-૦૫ ઈસમોને રોકડા રૂપીયા ૩૫૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડીપાડી તમામ સામે જુગારધારા એક્ટ મુક્જબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વરના કોઠી ફળીયામાં ચાપો મારી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રમાડતા સંજયભાઇ જગદીશભાઈ વસાવા ઉ.વ-ર૪ રહે-કોઠી ફળીયુ ઝાડેશ્વરગામ તા જી ભરૂચ,અમૃતભાઇ રમણભાઈ રાવળ ઉ.વ-૩૨ ધંધો-કલરકામ રહે-ભાથીજીના મંદીર પાસે દુબઈ ટેકરી ઝાડેશ્વરગામ તા.જી-ભરૂચ,કૌશનભાઇ જીતલાલ પટેલ ઉ.વ-૩૩ રહે-એ/૦૧ ગુલમહોર સોસાયટી મકતમપુર ગામ તાજી ભરૂચ, સંદીપભાઇ સુરેશભાઇ વસાવા ઉ.વ-રપ રહે-કોઠી ફળીયુ ઝાડેશ્વરગામ તા જી ભરૂચ અને અતીશભાઈ આનંદભાઇ વાડેકર ઉ.વ-૪૦ રહે- પોસ્ટ ઓફીસ ફળીયુ મકતમપુર ગામ તા જી ભરૂચની અટકાયત કરી તેમની અંગ ઝડતીના રોકડા રૂપીયા ૭૩૬૦/- તથા દાવ ઉપર થી મળી આવેલ રોકડા રૂપીયા ૧૧૨૦૦/- તથા મોબાઈલ નંગ -૦૪ કો.રૂ ૧૬૫૦૦/- તથા પત્તાપાના પર કો.રૂ ૦૦/૦૦/- મળી કુલ્લે રૂપીયા ૩૫૦૬૦/- નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

ભરૂચ ખાતે વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

ભરૂચના લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ભરૂચ શહેરની કાળી તલાવડી વિસ્તારમાં આવેલ પોલીસ હેડ ક્વાર્ટરના હરિયાળા ગ્રાઉન્ડ ખાતે લાલબજાર વાલ્મિકી સમાજ અને મૂળ નીવાસી સંઘના સંયુક્ત ઉપક્રમે સમાજના યુવાનો માટે સ્વ . ડાયાભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 અલગ અલગ ઝોનની સમાજના યુવાનોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થયા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ

ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી  અદભૂત નજારો પણ માણયો  વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.

તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર  વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદશિર્ત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે  નિહાળ્યું  હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે મંત્રી ચૌહાણને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.

આ  મુલાકાત દરમિયાન  જિલ્લા કલેકટર અંકિત પન્નુ, નાયબ કલેકટરશ્રી નિલેશ દુબે,પ્રોટોકોલ નાયબ કલેકટર બી.એ.અસારી, જિલ્લા નાયબ નિયામક ખેતીવાડી અધિકારી અલ્પેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

error: Content is protected !!