The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 162

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ કોકીલાબેન તડવી દ્વારા બળાત્કારીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે તે સહિતના મુદ્દાઓ સાથે ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયું છે કે ગુજરાતમાં મહિલાઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે જે અત્યંત ચિંતાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. વિકાસ અને મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપા સરકાર અવારનવાર સ્ત્રીઓ સાથે છેડતી બળાત્કાર હત્યા સહિતની ઘટનાઓ ગુજરાતમાં બનતી રહે છે તેમ છતાં સત્તાધીશો શું કરે છે તેવા અનેક સવાલો આલેખિત આવેદનમાં  ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના મહિલા પ્રમુખે કર્યા છે.

સ્ત્રીઓને રક્ષણ આપે એવો કોઈ કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકારે આજદિન સુધી આવ્યો નથી. હાલના સંજોગોમાં ગુજરાતમાં અવારનવાર બળાત્કારની ઘટના સામે આવતી રહે છે અને બળાત્કારીઓને જામીન પર છોડી મુકવામાં આવે છે આટલા બધા અત્યાચારો સ્ત્રી ઉપર થાય છે તેમ છતાં સરકાર દ્વારા સ્ત્રીઓને રક્ષણ આપે તેવા કુલ કાયદાનું ઘડતર કરવામાં આવતું નથી. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ જેમ કે વિધવા સહાય, સહકારી માળખામાં મહિલા અનામત અને ખાનગી કંપનીઓમાં અને સહકારી ક્ષેત્રમાં નોકરી કરતી મહિલાઓને પણ પ્રસુતિના લાભ મળે તથા ભરૂચમાં પાંચ વર્ષની બાળા પર અને નેત્રંગમાં સગીરા પર બળાત્કાર થયો છે તે મામલે પોક્સો હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવામાં આવે અને બળાત્કારીઓને ફાંસીના માંચડે ચઢાવવામાં આવે તેવી માંગ કરી છે. જો આ બળાત્કારીને ફાંસીની સજા આપવામાં નહીં આવે તો  ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલા પાંખ રોડ પર આવી ઉહાપોહ કરવાની ચીમકી પણ સરકાર સમક્ષ ઉચ્ચારી છે.

ભરૂચ ખાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃત્ષ્ઠ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું

મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને થઈ હતી.

Gender Equality Today For a Sustainable Tomorrowની થીમ આધારિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મહિલાઓ માટે ખુબ જ મહત્વનો છે. આજની નારી દેશ-વિદેશમાં પોતાના વ્યક્તિત્વ ધ્વારા દેશ અને સમાજનું ગૌરવ વધારી રહી છે. તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા એર ઈન્ડિયાની બહાદુર પાયલોટ દિશા ગડાનું ઉદાહરણ આપતાં નારી શક્તિને ઉજાગર કરવાની સાથે ભારત દેશ તથા સમગ્ર રાજ્યનું નામ રોશન કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીએ વર્તમાન સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડી બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું હતું તથા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના જેમાં ગંગાસ્વરૂપા, પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, માતા યશોદા એવોર્ડ, મહિલા વૃતિકા તાલીમ યોજના, પાવર ડ્રીવન ચાફકટર, બકરા એકમ, ડીઆરડીએ ધ્વારા મહિઆ સ્વસહાય જુથોને દિવ્યાંગ બસ પાસ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભાર્થીઓને જિલ્લા પંચાયતના, પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ તથા મહિલા મહાનુભાવો ધ્વારા મંજુરી હુકમ/ચેક વિતરણ કરાયું હતું. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ ધ્વારા ૧૫ થી ૧૭ વર્ષના બાળકોનું ફાળવેલ કામગીરી ક્ષેત્રમાં ૧૦૦ ટકા કોવિડ-૧૯ રસીકરણ કરવા બદલ એફ.એચ.ડબલ્યુ બહેનોનું સન્માન કરાયું હતું તથા પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી રમતગમત વિભાગ ધ્વારા ૮ મી રાષ્ટ્રીય આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પીયનશીપ શ્રીનગર ખાતે આયોજિત થઈ જેમાં નેત્રંગ તાલુકાના થવા ગામની દિકરી દ્રષ્ટિબેન નાનાલાલ વસાવાએ બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અવસરે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગુલી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિયા શુક્લા, મામલતદાર રોશની પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિપુલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પદ્માબેન વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ વર્ષાબેન, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી નીનાબા યાદવ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાળા, માટીયેડના સરપંચ મધુકાન્તબેન પટેલ, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના મહિલા પદાધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

 

વિશ્વ મહિલા દિને ઝઘડીયાના મોટા કરારવેલથી નવજાત શિશુ મળ્યું !

નારી તું નારાયણી, માતૃદેવો ભવ ની ઉકતી માત્ર ભાષણ અને નિબંધોમાં જ સારી લાગતી હોય તેમ વિશ્વ મહિલા દિનને ઝધડીયા જી.આઇ.ડી.સી. મોટાકરારવેલ નજીક એક ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું હતું.જેને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયું હતું.

આજે સમગ્ર ગુજરાત વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં વ્યસ્ત બન્યો છે. ત્યારે એક માતૃત્વ ભુલેલ મહિલાનો શર્મશાર કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.જેમાં ઝઘડીયા જી.આઇ.ડી.સી નજીક આવેલ નાયર પેટ્રોલ પંપ પાસેની એક સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ પાસે બોરીંગના ઝુપડા નજીક ત્યજાયેલ તાજુ જન્મેલ એક શિશુ મળી આવ્યું હતું.

આ અંગે ૧૦૮ ઝાડેશ્વરને સવારે ૯ વાગ્યે કોલ મળતા પાયલોટ પંકજ રાણા અને ઇ.એમ.ટી નીલેશ ટાંક તાત્કાલિક લોકેશન પર દોડી ગયા હતા. જ્યાં તેમને પેટ્રોલપંપ નજીકની સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ બહાર આવેલ એક બોરીંગના ઝુપડા પાસે તાજુ જન્મેલ બાળક પડેલ અને તેના ઉપર કિડિઓ ફરતી જોવા મળી હતી. જેથી ૧૦૮ કર્મીઓએ બાળકની સફાઈ કરી તેને ઓક્સીજન સાથે તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ લાવ્યા હતા. જયાં બાળકની હાલત સારી છે. ધટના અંગે પોલીસે વિશ્વ મહિલા દિને જ માતૃત્વ ભુલનાર માતાની શોધ આરંભી છે.

અંકલેશ્વર : ભાનુશાલી માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ ભાનુશાલી માર્કેટ ખાતે ભંગાર અને મશીનરી નું ગોડાઉન ચલાવતા રમેશ ભાઈ પટેલ સાથે તેમના સગા ભાઈ જોડે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ઉભો થયો છે. જે અંગે કોર્ટ માં હાલ કેસ પણ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગત 7 ના રોજ સવારે 7:30 કલાકે તેમના ગોડાઉન આગળ જ્યાં મશીનરી અને પ્લાસ્ટિક પ્લેટ હતી. ત્યાં પ્લાસ્ટિક વેસ્ટ ના જથ્થા માં તેમના ભાઈ વિષ્ણુ પટેલ દ્વારા કમર્ચારી રેણુબેન સાથે વાત કરી આગ લગાવી હતી.

જે અંગે રમેશ ભાઈ પટેલ એ રેણુબેન કહ્યું કે આગ કોને લગાડી તો તેને જણાવ્યું હતું કે વિષ્ણુભાઈ એ કહ્યું હતું બધું સળગાવવાનું છે. આ બધું સાફ કરવાનું તેની તેવો ત્વરિત પોતાના કામદારો સાથે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર અર્ધા કલાક ની જહેમત કાબુ મેળવ્યો હતો. આ અંગે રમેશ ભાઈ પટેલ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે રેણુબેન તેમજ વિષ્ણુભાઈ ચુનીલાલ ભાઈ પટેલ વિરુદ્ધ કોર્ટ રહે ફરિયાદ આપી જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરી હતી તેમજ જિલ્લા પોલીસવડાને પણ આ અંગે લેખિત ફરિયાદ ની નકલ રવાના કરી હતી.

ભરૂચ: ગુજરાત ગેસની લાઇન ચેક કરવાના બહાને રૂપિયા ખંખેરતા ઇસમોથી સાવધાન !

  • મનિષાનંદ સોસાયટીમાં આવી ગેસ લાઇન ચેક કરવાના બહાને રૂપિયા ખંખેરતા બે સામે ગુનો નોંધાયો

ભરૂચની મનિષાનંદ સોસાયટીમાં રહેતાં યુવાનના ઘરે આવેલાં ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાક્ટના બે શખ્સોએ તેમના ઘરની સગડીની સર્વિસીંગ કરી તેના બદલામાં 300 રૂપિયા લીધાં હતાં. જોકે, તે બાદ ગેસની સગડીમાં લિકેજ થવાને કારણે જીવલેણ અકસ્માત સર્જાવાની સ્થિતીનું નિર્માણ થતાં યુવાને મામલામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચની મનિષાનંદ સોસાયટીમાં રહેતાં અક્ષય ઇશ્વર પીપલેના ઘરે ગત 5મી માર્ચના રોજ બપોરના સમયે ગુજરાત ગેસ કંપની તરફથી ગેસ લાઇન ચેક કરવા માટે બે કર્મીઓ આવ્યાં હતાં. તેમણે ગેસલાઇન ચેક કર્યાં બાદ તેમના ઘરની સગડી પણ સર્વિસ કરી હતી.

તેમના ગયાં બાદ સગડીના એલબોમાંથી ગેસ લીકેજ થવાની વાસ આવતી હોઇ અક્ષય પિપલેએ ગુજરાત ગેસ કંપનીના કસ્ટમર કેર પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની કંપનીના માણસોને માત્ર ગેસ લાઇનની પાઇપ ચેક કરવાની જ જવાબદારી આપવામાં આવી છે. ગેસની સગડીની સર્વિસની કોઇ સત્તા તેમને અપાઇ નથી. તેમના ઘરે આવેલાં બન્નેવ કર્મીઓએ તેમની સત્તાની બહાર અંગત આર્થિક લાભ મેળવવા ખરાબ એલબો લગાવી 300 રૂપિયા મેળવી ગેરકાયદે કામગીરી કરી છે.જેઓ પુન: તેમના વિસ્તારમાં કામગીરી માટે આવતાં તેમના નામ અજય જયંતિ ઠાકોર તેમજ કમલેશ નગીન ઠાકોર હોવાનું માલુમ પડ્યું હતું. તેમની બેદરકારીના કારણે ગેસની સગડીમાં લિકેજ થવાને કારણે જીવલેણ અકસ્માત સર્જાવાની સ્થિતીનું નિર્માણ થતાં અક્ષય પિપલેએ બન્નેવ વિરૂદ્ધ ફરિયાદ આપતા ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના કુલપતિના અધ્યક્ષસ્થાને પરીક્ષાના પેપરોની ઓનલાઈન ચકાસણી વિશે મીટીગ યોજાઈ

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.મેડીકલ અને નર્સીગ કોર્ષ માટે પણ ઓનલાઈન પરીક્ષા, મુલ્યાંકન અને પરીણામલક્ષી પધ્ધતિનો અમલ કરનારી સૌપ્રથમ યુનિવર્સિટી બનશે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ. ખાતે રાજયમાં સૌપ્રથમવાર દક્ષિણ ગુજરાતની નર્સિગ કોર્ષની શૈક્ષણિક સંસ્થાઓના પ્રિન્સીપાલ, નર્સિગ શિક્ષકો માટે ઓનલાઈન પરીક્ષાઓ, પ્રશ્નપત્રની ઓનલાઈન પ્રાપ્તિ પરીક્ષાના પેપરોની ઓનલાઈન ચકાસણી તથા પ્રશ્નપત્રોના ઓફ લાઈન બજવણી સહીતના પરીક્ષા સંબધિત દરેક પાસાઓ વિશે વિસ્તૃત મીટીંગ, ચર્ચા સભા, જ્ઞાનસત્રનું આયોજન કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

વિશ્વમાં કોરોનાકાળમાં ઓનલાઈન શિક્ષણ અને પરીક્ષાનું મહત્વ વધ્યું છે. ટેકનોલોજીના સુમેળ સાથે પરીક્ષા પધ્ધતિમાં વીર નર્મદ.યુનિ.એ આગવી પહેલ કરી મેડીકલ અને નર્સીગ કોર્ષ માટે પણ ઓનલાઈન પરીક્ષા, મુલ્યાંકન અને પરીણામલક્ષી પધ્ધતીનો અમલ કરનારી સૌપ્રથમ યુનિવર્સિટી બનશે. તબીબી શિક્ષણ સાથે છેલ્લા ત્રીસ વર્ષોથી સંકળાયેલા તેમજ નર્મદ યુનિ.ને આગવી ઓળખ આપવામાં તબીબી શ્રેષ્ઠી અને સિન્ડીકેટ  અને એકેડેમીક કાઉન્સીલના સભ્ય ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ ઓનલાઈન એકઝામ પધ્ધતીઓ આજના સમયની જરૂરીયાત અને કોમ્પ્યુટર વિજ્ઞાનના સમન્વયથી પારદર્શક પરીક્ષા પધ્ધતિ રાજયમાં સૌ પ્રથમવાર અમલી બનશે તેવી આશા વ્યકત કરી હતી.

આ પ્રસંગે ગુજરાત નર્સીગ કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સમયની જરૂરીયાત પ્રમાણે ઓનલાઈન પરીક્ષા પધ્ધતિએ ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયી છે. યુનિ.ના પરીક્ષા નિયામક ડો.એ.વી.ધડુક પરીક્ષા દરેક પાસાની જાણકારી આપીને સ્વાગત પ્રવચન કર્યું હતું.

યુનિ.ના કુલપતિ ડો.ચાવડાએ ઓનલાઈન એકઝામીનેશ, ઓનલાઈન કવેશન પેપર સબમીશન, અન્સારબુક ચેકીગ, પ્રશ્નપત્ર ડિસ્ટીબ્યુશન ફોર ઓફલાઈન એકઝામિશનેશન પર પ્રકાશ પાડીને વિશ્વની અન્ય વિશ્વ વિદ્યાલયની માફક આગવુ સ્થાન આપણી નર્મદ યુનિ. મેળવશે તેવી નેમ વ્યકત કરી હતી.

આ પ્રસંગે નર્સીગ એસોસિયેશન ગુજરાત બ્રાંચના સેક્રેટરી કિરણ દોમડીયા, યુનિના. ડો.ચીન્ટુ ચૌધરી સહિત યુનિ. સાથે જોડાણ ધરાવતી સરકકારી અને ખાનગી સંસ્થાઓના પ્રિન્સીપાલ સહિત ફેકલ્ટીઝ હાજર રહી ઓનલાઈન એકઝામનના જ્ઞાનસત્રને સફળ બનાવી હતી.

જંબુસર : બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જંબુસરનો ૧૯ મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન

  • સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે : પૂ. રાજેશ્વર સ્વામી

સંસ્કૃત્તિનો આધાર મંદિર છે. મંદિરના માધ્યમથી દર્શન, કિર્તન, કથાવાર્તાનો લાભ દરેક ભક્તજનોએ લેવો જોઈએ. સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે. ઉપરોક્ત શબ્દો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરના ૧૯ મા પાટોત્સવની ઉજવણી પ્રસંગે પૂ. રાજેશ્વર સ્વામીએ ઉચ્ચાર્યા હતા.પૂ. રાજેશ્વર સ્વામીએ આશિર્વચન આપતાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ અનેક દાખલાઓ આપી સમજાવ્યું હતું. મનને સ્થિર કરે તે મંદિર તેમ જણાવતાં મંદિર આપણાં માટે છે. આપણી પરંપરા આપણે ભુલી ન જઈએ તે માટે મંદિર છે. તેમણે મંદિરનું મહત્વ સમજાવતાં બાળકોને વારસામાં સંસ્કાર આપવાના છે અને એ સાચા સંસ્કારનું સિંચન મંદિરના માધ્યમથી થાય છે. તેમણે સત્સંગ વધુ દ્રઢ કરવા પર ભાર મુકી દરેક ભક્તોએ ઘરસભા તો કરવી જ જોઈએ તેમ જણાવ્યું હતું.

મંદિર એટલે શ્રધ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધારસ્થંભ હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના મંદિરો ધ્વારા રક્ષણ અને પોષણ થઈ રહ્યું છે. વિશ્વ વંદનીય સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દેશ-પરદેશમાં ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કાર સરીત વહેતી રાખી છે આવું જ એક મંદિર ૧૯ વર્ષ પૂર્વે જંબુસરમાં પ્રમુખસ્વામી મહારાજે સમાજના ચરણે ધર્યું હતું ત્યારે જીવનમાં પ્રમુખસ્વામીએ આપણાં માટે શું કર્યું તેવો ભાવ પણ પેદા કરવા ભક્તજનોને પૂ. રાજેશ્વર સ્વામીએ અનુરોધ કર્યો હતો. પૂ. વિવેકનિષ્ઠ સ્વામીએ સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર, મંદિર અને સંત છે. તેમણે પાટોત્સવનું મહત્વ વચનામૃતના દાખલા આપી સમજાવ્યું હતું. તેમણે જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ્ને ત્યજવા જણાવ્યું હતું. અધ્યાત્મ માર્ગમાં સાતત્ય ખુબ જ જરૂરી છે. ભગવાન અને સંત માટે કેટલું કર્યું તે જીવનમાં મહત્વનું છે તેમણે શાસ્ત્રોનું વાંચન, સ્વામીજીની વાતો જીવનમાં નિરંતર સાંભળવી જોઈએ. અંતમાં તેમણે મુમુક્ષાનો ચાર્જ કરવાનો દિવસ એટલે પાટોત્સવ તેમ તેમણે જણાવ્યું હતું. ૧૯ મા પાટોત્સવની ઉજવણી અવસરે વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરનાર ભક્તજનનું સન્માન કરાયું હતું. બપોરે મહાપૂંજા અને અન્નકુટ દર્શન રાખવામાં આવેલ હતા. સાધુશ્રી જ્ઞાનવીર દાસે ૧૯ માં પાટોત્સવની પૂર્વ ભૂમિકા આપી હતી. આ અવસરે ખુબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

  • સંજય પટેલ.ન્યુઝલાઇન,જંબુસર

દહેજ : સુવા નજીક સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાંડ ઝડપાયું

  • અદાણી એંટરપ્રાઇઝમાંથી ફિલાટેક્ષ કંપનીમાં પહોંચાડવામાં આવતો કોલસો અધવચ્ચે સગેવગે
  • દહેજ પોલીસે 21 ટન કોલસો અને વાહનો મળી કુલ રૂ.37 લાખના મુદ્દામાલ સાથે કોલસકાંડના 5 આરોપીઓને પકડયા

દહેજના સુવા ગામની હોટલ માલવા પંજાબના પાછળના કમ્પાઉન્ડમાંથી પોલીસે સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાડ પકડી પાડી રૂ. 38.37 લાખના મુદ્દામાલ સાથે 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સાઈ મંદિર સ્થિત સન બંગલોઝમાં રહેતો જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ કેટલાક ઇસમો સાથે દહેજના સુવા ગામની હોટલ માલવા પંજાબના પાછળના કમ્પાઉન્ડમાં અદાણી એંટરપ્રાઇઝમાંથી કોલસો ભરી લઈ જતી ટ્રકોમાંથી કોલસો ચોરી કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે સમયે ડમ્પર નંબર-જી.જે.16.એ.વી.4041 માંથી જે.સી.બી. મશીન વડે કોલસો ભૂકી ભરતા હતા.

દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 21 ટન સ્ટીમ કોલસો અને 88 ટન કોલસાની ભૂકી અને ડમ્પર, ફોર વ્હીલ ગાડી તેમજ 5 મોબાઈલ ફોન મળી કુલ રૂ.38.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોલસા કૌભાંડમાં જગજીવન ઉર્ફે રીંકું જશવિન્દર સિધ્ધુ, મુકેશ મહેન્દ્ર પૂજારા, મનસુખ હાપલીયા અને ડમ્પર ચાલક કિશનસિંહ દશરથસિંહ ગૌડ તેમજ બડેબાબુ અશરફી પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.

પોલીસે કોલસા અંગે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ કરતાં આ કોલસો અદાણી એંટરપ્રાઇઝમાંથી જોલવા સ્થિત ફિલાટેક્ષ કંપનીમાં ખાલી કરવા નીકળતા ડમ્પર ચાલકોનો સંપર્ક કરી કાવતરું કરી સગેવગે કરવામાં આવતું હોવાનું જણાવ્યુ હતું. દહેજ પોલીસે ઝડપાયેલ પાંચેય ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ માહેશ્વરી મહિલા મંડળ દ્વારા નવાડેરા પ્રાથમિક શાળા ખાતે કરાઇ મહિલા દિવસની ઉજવણી

ભરૂચ નવાદેરા પ્રાથમિક શાળા ખાતે માહેશ્વરી મહિલા મંડળના ઉપક્રમે શાળાની બાળાઓ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં અધ્યક્ષ કુમકુમ બિયાનીએ કન્યાઓને સ્વસ્થ નારી તો સ્વસ્થ પરિવાર વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડો. વંદના દામાની એ સ્વચ્છતા થી સ્વાસ્થ્ય વિષય ઉપર વિસ્તારથી સમજ આપી હતી. દીપશ્રી સોડાની યોગ પ્રશિક્ષકે વિવિધ યોગાસનો શીખવ્યા હતા. માધુરી માલવાની અને ભારતી જાજુએ પણ કન્યાઓને જરૂરી જાણકારી આપ્યા બાદ છાત્રાઓને સેનેટરી નેપકીન, ફ્રૂટ અને કવિતા સાબુએ ડ્રેસના કાપડનું વિતરણ કર્યું હતું.

ભરૂચ : રોડ રસ્તા અને ગટર મુદ્દે વોર્ડ નં.૧૦ના વેપારીઓ દ્વારા પાલિકા ગાજી

  • છેવટે પ્રમુખે સમસ્યા દુર થશેની ખાત્રી આપતા મામલો થાળે પડયો

ભરૂચના પશ્ચિમ વિસ્તાર વોર્ડનં ૧૦ના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખને ઉગ્ર રજુઆત કરી હતી.પાલિકા પ્રમુખે અટકી રહેલી આ કામગીરી આગામી દિવસો ચાલુ કરવાની ખાતરી આપતા  અંતે મામલો સમેટાયો હતો.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 10 માં ઘણા  સમયથી માર્ગો અને ગટરની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ રહેતાં રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે  વારંવાર રજુઆત કરવા સાથે રસ્તા રોકો આંદોલન પણ સ્થાનિક વેપારીઓ અને રહીશોએ  કર્યા હતા તેમ છતાં હજુ પણ આ મુદ્દે કોઈ પરિણામલક્ષી કામગીરી  કરવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે આજે પુન:એકવાર વેપારી મંડળના અગ્રણીઓ, સ્થાનિક કોર્પોરેટરો અને રહીશોએ નગર સેવા સદનની કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહીશો વેપારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યુ હતું કે આગામી તારીખ 25મી માર્ચથી આ કામગીરી પુન:શરૂ કરી દેવામાં આવશે જેના પગલે મામલો થાળે પડ્યો હતો.

error: Content is protected !!