ગુજરાતના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આજે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણયો વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદશિર્ત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ SOUADATGA તરફથી સ્મૃતિ ચિન્હ રૂપે મંત્રી ચૌહાણને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર અંકિત પન્નુ, નાયબ કલેકટરશ્રી નિલેશ દુબે,પ્રોટોકોલ નાયબ કલેકટર બી.એ.અસારી, જિલ્લા નાયબ નિયામક ખેતીવાડી અધિકારી અલ્પેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા