- ૨૦ અંધ બહેનો બતાવશે વિવિધ વ્યંજનો બનાવી રસોઇની કરામત
- નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઇન્ડ સંસ્થા દ્વારા મહિલા દિન અંતર્ગત યોજાશે અનોખો કાર્યક્રમ
” નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ ” ભરૂચ જિલ્લા શાખા દ્વારા આગામી તારીખ ૧૩-૦૩-૨૦૨૨ ને રવિવારે પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ ” અંતર્ગત ગુજરાતભર માંથી 20 અંધ બહેનો દ્વારા ભરૂચ ના આંગણે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈની કરામત દેખાડી જનતામાં અંધજનો અને અન્ય દીવ્યાંગો વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના આયોજન પાછળ અંધજનો અને અન્ય દિવ્યાંગો માટે ના કાર્યોને વેગ આપી અંધકારમાં દીવો પ્રગટાવવાનો આશય છે.આ કાર્યક્રમમાં નિમંત્રીતોને અંધ બહેનો દ્વારા બનેલ વ્યંજનો નો રશાસ્વાદ પણ કરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેકટર ભરૂચના અન્ય અધિકારીઓ અગ્રગણ્ય નાગરિકો તેમજ સેવાભાવિ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે છે.