The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ ખાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃત્ષ્ઠ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું

મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને થઈ હતી.

Gender Equality Today For a Sustainable Tomorrowની થીમ આધારિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ મહિલાઓ માટે ખુબ જ મહત્વનો છે. આજની નારી દેશ-વિદેશમાં પોતાના વ્યક્તિત્વ ધ્વારા દેશ અને સમાજનું ગૌરવ વધારી રહી છે. તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા એર ઈન્ડિયાની બહાદુર પાયલોટ દિશા ગડાનું ઉદાહરણ આપતાં નારી શક્તિને ઉજાગર કરવાની સાથે ભારત દેશ તથા સમગ્ર રાજ્યનું નામ રોશન કરી સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીએ વર્તમાન સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડી બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું હતું તથા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના જેમાં ગંગાસ્વરૂપા, પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, માતા યશોદા એવોર્ડ, મહિલા વૃતિકા તાલીમ યોજના, પાવર ડ્રીવન ચાફકટર, બકરા એકમ, ડીઆરડીએ ધ્વારા મહિઆ સ્વસહાય જુથોને દિવ્યાંગ બસ પાસ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભાર્થીઓને જિલ્લા પંચાયતના, પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ તથા મહિલા મહાનુભાવો ધ્વારા મંજુરી હુકમ/ચેક વિતરણ કરાયું હતું. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ ધ્વારા ૧૫ થી ૧૭ વર્ષના બાળકોનું ફાળવેલ કામગીરી ક્ષેત્રમાં ૧૦૦ ટકા કોવિડ-૧૯ રસીકરણ કરવા બદલ એફ.એચ.ડબલ્યુ બહેનોનું સન્માન કરાયું હતું તથા પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી રમતગમત વિભાગ ધ્વારા ૮ મી રાષ્ટ્રીય આઈ સ્ટોક સ્પોર્ટસ ચેમ્પીયનશીપ શ્રીનગર ખાતે આયોજિત થઈ જેમાં નેત્રંગ તાલુકાના થવા ગામની દિકરી દ્રષ્ટિબેન નાનાલાલ વસાવાએ બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ તેઓનું પણ સન્માન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અવસરે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગુલી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિયા શુક્લા, મામલતદાર રોશની પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિપુલ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પદ્માબેન વસાવા, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધ્યક્ષ વર્ષાબેન, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન મકવાણા, જંબુસર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી નીનાબા યાદવ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાળા, માટીયેડના સરપંચ મધુકાન્તબેન પટેલ, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના મહિલા પદાધિકારીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચ લોકસભા બેઠક પર પહેલું નામાંકન ભાજપના મનસુખ વસાવાએ ભર્યું

ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ...

મોદી પરિવારની વચનબદ્ધતા સાથે ભરૂચ ભાજપની ભોલાવમાં મળી ભવ્ય સભા

ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રી નગરના કોમન પ્લોટ ખાતે...

પાવાગઢ પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત, ૧ પદયાત્રીનું મોત, ૨ ઘાયલ

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત...

ભરૂચની સુજની વણાટને પ્રથમ જીઆઈ ટૅગ પ્રાપ્ત થયો

પ્રોજેક્ટ રોશની એ CSR પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભરૂચની...
error: Content is protected !!