The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 157

ભરૂચ પાલિકાએ વેરાના ભરતા બાકીદારો સામે આખરે શરૂ કર્યુ સિલિંગ

  • 8 દુકાન અને એક ફ્લેટ સીલ કરાયો

ભરૂચ નગર પાલિકા દ્વારા 20 હજાર જેટલા બાકીદારો પાસેથી રૂ. 7 કરોડના બાકી વેરાની વસુલાત સામે હવે મિલકતો સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. ભરૂચ નગર પાલિકાની વેરા વસુલાતની ટીમોએ આજે શનિવારે શહેરમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી બાકી મિલકત વેરા સામે સિલિંગનું શસ્ત્ર ઉગામ્યું હતું.

જેમાં શહેરના ડ્રિમ લેન્ડ પ્લાઝામાં 221થી 227 નંબરની 7 દુકાનો પાસેથી બાકી રૂ. 66 હજાર ઉપરાંતની વસુલાતમાં મિલ્કતોને સીલ મારી દેવાયું હતું. અપ્સરા એપાર્ટમેન્ટની એક દુકાનના રૂ. 58 હજાર અને ફ્લેટનો 75 હજાર વેરો બાકી હોઈ બંન્ને મિલકતને પણ સીલ કરી દેવાઈ હતી.

નોંધવું રહ્યું છે કે સિલિંગમાં કોમર્શિયલ મિલકતો સાથે રહેણાંક મિલકતનું પહેલા પાણી જોડાણ અને તે નહિ હોય તો મિલકત સીલ કરવાની કામગીરી કરાશે. આ સિલિંગથી બચવા મિલકત ધારકોએ તેમનો બાકી વેરો ભરપાઈ કરી દેવા પાલિકા દ્વારા તાકીદ કરાઈ છે.

અંકલેશ્વર: લગ્નની લાલચે 13 વર્ષીય સગીરાને ભગાડી જનાર ઝડપાયો

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અપહરણ અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપી સુમિત વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે ઝડપાયેલા આ આરોપી સુમિત વસાવવાનો મિત્ર દિપક યુવરાજ તડવી પણ આ અગાઉ સગીરાઓને ભગાડી જવાનું કાવતરું રચતો હતો.આ ઘટનામાં પણ બંનેવ ઈસમોએ પ્લાન બનાવીને સગીરાને રીક્ષામાં ભગાડી જવાનું કૃત્ય કર્યું હતું, જે અંગે પર્દાફાશ થતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ સબ જેલ નજીકથી મારક હથીયાર સાથે હાંસોટના ૨ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી હોળી-ધુળેટીના તહેવારને ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી અંગેના જાહેરનામાંનો કડક અમલ થાય તે હેતુથી શહેરમાં ગે.કા.મારક હથીયાર લઇ ફરતા અસામાજીક તત્વોને ઝડપી પાડવા આપેલ સુચના આધારે.

શહેરમાં મારક હથીયાર સાથે ફરતા અસમાજીક તથા આવારા તત્વોને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આજરોજ ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ સબ જેલ નજીકથી હાંસોટના બે ઇસમો અમન શફી ઉર્ફે પપ્પુ ખોખર હાલ રહેવાસી. ઝકરીયાપાર્ક કાપોદ્રા તાલુકો અંકલેશ્વર જી ભરૂચ,મુળ રહેવાસી.સોનીફળીયુ હાંસોટ તા હાંસોટ જી ભરૂચ, તલહા ઉફે બાબુ મુજમીલ ઉર્ફે મુન્ના શેખ હાલ રહેવાસી ફતેહનગર સ્ટાર એવન્યુ પાછળ એશીયાડ નગર અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી. હાંસોટ કાઝીફળીયુ તા હાંસોટ જી ભરૂચને સફેદ કલરની સ્વીફ્ટ ફોરવ્હીલ ગાડી નંબર GJ-06-PG-9277 તથા ગેરકાયદેસર મારક હથીયાર સાથે સાથે કુલ મુદ્દામાલ કિ રૂ ૫,૩૮,૩૦૦/- ઝડપી પાડવામાં આવેલ.

પકડાયેલ બંનેવ આરોપીની ઉડાણપુર્વકની પુછપરછમાં આરોપી તલહા ઉર્ફે બાબુ શેખનો ભરૂચ શહેર “બી” ડીવીઝન પો.સ્ટે.ના ગાળાગાળી તથા ધમકીના ગુનામાં છેલ્લા બે માસથી વોન્ટેડ હોવાની હકિકત જણાઇ આવેલ. જે પકડાયેલ બંને આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ સારૂ ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે.

નેત્રંગ દુષ્કર્મ કેસમાં આરોપીના ભાઇની પણ સંડોવણી બહાર આવતા ઘરપકડ

નેત્રંગ ખાતેના ચકચારી બનાવમાં 14 વર્ષની સગીરા ઉપર 4 દીકરીના પિતાએ વિશ્વ મહિલા દિવસની આગલી રાત્રે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનામાં દીકરી સાથે બળજબરી કરતા પિતા જોઈ જતા બેશરમ થઈ બળાત્કારી અને તેના ભાઈ સહિત પરીવારની મહિલાઓ ભોગ બનનાર દીકરીના પિતા ઉપર ટૂટી પડ્યા હતા અને માર માર્યો હતો અને ધમકીઓ આપી હતી.

આ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા તેની કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વરના ડીવાયએસપીએ જાતે તપાસ સંભાળી પ્રથમ મુખ્ય બળાત્કારી મુકેશ ભરવાડને પકડી ત્યારબાદ બીજા દિવસે ભરત ભરવાડને ઝબ્બે કરી ભરૂચ પોકસો કોર્ટ અને ભરૂચ જેલમાં રીમાન્ડ માટે તજવીજ કરતા કોર્ટે બન્ને ઇસમોના રીમાન્ડ ના મંજુર કર્યા હતા.

તા. 7 માર્ચના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામા મુકેશ રાજા ભરવાડે એક સગીરવયની છોકરીને સોશીયલ મીડીયાના માધ્યમથી મેસેજ કરી દબાણ કરી બોલાવી અને સગીરા ઉપર જબરદસ્તી કરી, બળજબરી પુર્વક તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર કરતા શોધખોળ કરતા ભોગ બનનારના પિતાએ દીકરીને દુષ્કર્મીના સકંજામાંથી છોડાવતા સગીરાના પિતાને પછાડી માર માર્યો હતો. આ બનાવની નેત્રંગ પો.સ્ટેશનમાં બળાત્કાર તથા મારામારી તથા એટ્રોસીટી એકટ મુજબની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલીક અલગ અલગ પોલીસ માણસોની ટીમો બનાવી મુકેશ ભરવાડને અરેસ્ટ કરી બીજા દિવસે તેના ભાઈ ભરત ભરવાડને પકડી જેલભેગા કરી ગુનાનો ભેદ ઉકેલવા પુરાવા એકત્રીત કરવા એફ.એસ.એલ.ની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી હતી. ટુંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે તેવું ચિરાગ દેસાઈ ડીવાયએસપી અંકલેશ્વરએ જણાવ્યું હતું.

SOU પાસે ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરાતા હાલાકી

  • SOU પાસે ફૂડકોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાતાં પ્રવાસીઓ લારી ગલ્લાના નાસ્તાના ભરોસે

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હોળીની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધે તેવી આશા સેવાઈ છે. અત્યારથી 31 માર્ચ સુધી વ્યુઇંગ ગેલેરીની ટિકિટો ઓનલાઈન બુક થઈ ગઈ છે.પ્રવાસીઓની સંખ્યામાં વધારાના સમયે જ ફૂડ કોર્ટમાં રૂપિયા 40ની ચા અને 60માં કોફી તથા 50ના બે સમોસા વેચવા છતાં કોન્ટ્રાક્ટરોને ભાડૂં પોસાતું ન હોવાથી ન્યુટ્રિશિયન પાર્કની એકતા ફૂડ કોર્ટ શુક્રવારે અચાનક બંધ કરી દેવાઈ છે.

હવે પ્રવાસીઓએ નાસ્તો કે જમવાનો પ્રશ્ન ઉભો થયો ગરુડેશ્વર કે રાજપીપલા જમવા જવું પડે છે. સ્ટેચ્યુ પરિસરમાં પાણી સિવાય કાંઈ મળતું નથી. બહાર નીકળતા સ્થાનિકોની દુકાનોમાં નાસ્તો મળી રહેતાં પ્રવાસીઓને રાહત થઈ હતી.એટલે કેવડિયા માં જમવા માટે સારા રેસ્ટોરન્ટ પણ બને એવી બધા પ્રવાસીઓની માંગ છે.

નેત્રંગમાં સદંતર બંધ પાળી:બળાત્કારીને ફાંસીની માંગ કરતાં આદિવાસીઓ

  • તાલુકા સેવાસદનમાં ઘસી આવી ભારે સુત્રોચ્ચારો સાથે આવેદનપત્ર આપ્યું

નેત્રંગમાં સગીર ઉપર બળાત્કારની ઘટના વિરોધમાં બજાર સદંતર બંધ રહ્યું હતું.બળાત્કારીને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નેત્રંગમાં તાલુકાના મથકના ટેમ્પોના ડ્રાઇવર મુકેશ રાજા ભરવાડ નામના નરાધમે ૧૪ વષીઁય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.જ્યારે ભોગ બનનાર દિકરીના પિતાને બીજા ત્રણ ઈસમોએ ભેગા મળી ઢોરમાર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી હતી.આ ઘટના બાદ ત્રણ ઈસમો વિરુદ્ધ નેત્રંગ પોલિસે પોસ્કો એક્ટ,એટ્રોસિટી અને મારામારીને લગતી કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુન્હાની ગંભીરતાની જાણ થતાં અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈએ આગળની તપાસ હાથ ધરતાં ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મુકેશ ભરવાડ અને ત્યારબાદ વધુ એક આરોપી ભરત ભરવાડની પકડી જેલના હવાલે કરતાં ચકચાર મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે,નેત્રંગમાં આદિવાસી દીકરી ઉપર બનેલ બળાત્કારની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યો છે.જેમાં બીટીપી-બીટીએસ અને સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ભારે સુત્રોચારો કરીને નેત્રંગ તાલુકા સેવાસદને ઘસી આવી બળાત્કાર કરનાર નરાધમને ફાંસીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.પોલીસતંત્ર તટસ્થ તપાસ કરે અને ફાસ્ટટ્રેક કૉટમાં કેસ ચલાવે તેવી માંગ કરી હતી.બળાત્કારનો ભોગ બનેલ સગીરને પોલીસ દબાવે છે તેવા ગંભીર આક્ષેપો આગેવાનોએ કયૉ હતો.નેત્રંગ બંધનું એલાન આપતા પાનના ગલ્લાઓ,શાકભાજીની લાળીઓ સહિત જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ દુકાનો અને બજારો સંદતર બંધ રહ્યા હતા.

* ઇકરામ શેખ, ન્યુઝલાઇન, નેત્રંગ

આમોદ મામલતદારે સરભાણ – માતર વચ્ચેથી રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર કર્યું જપ્ત

  • ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું.

આમોદ મામલતદારે ગતરોજ રાતના સમયે રેતી ભરેલું ઓવરલોડ ડમ્પર જપ્ત કરી આમોદ મામલતદાર કચેરીમાં મૂકી દીધું હતું.ત્યારે ઓવરલોડ ડમ્પરો ચલાવીને સરકારની રોયલ્ટીને નુકશાન પહોંચાડતા તત્વોમાં મામલતદારના કડક વલણથી ફફડાટ ફેલાઈ ગયો હતો.

આમોદ તાલુકાના સરભાણ અને માતર ગામની વચ્ચે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પસાર થતું હતું જે બાબતે આમોદ મામલતદાર ડૉ.જે.ડી. પટેલને જાણ થતાં તેમણે ૪૬ ટન રેતી ભરેલું ડમ્પર નંબર GJ 05 BX 6078 જપ્ત કરી ભરૂચ ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.ત્યારે આમોદ મામલતદારની કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એક તરફ ભરૂચના સાસંદ મનસુખભાઇ વસાવાએ ભૂમિ માફિયાઓ સામે બાયો ચઢાવી છે ત્યારે હવે વહીવટી તંત્રએ પણ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ત્યારે હવે જોવું રહ્યું કે ભરૂચનું ખાણ ખનીજ વિભાગ કેટલો દંડ ફટકારે છે?

  • વિનોદ પરમાર, ન્યુઝલાઇન,આમોદ

સાગબારાથી લકઝરી બસમાં ચોર ખાના માંથી રૂ. ૩૧,૮૧,૯૧૦/- નો દારૂ ઝડપાયો

  • લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના માંથી ૪૪૮ પેટી દારૂ ની મળી આવી;

એલ.સી.બી.ને મળેલ ચોક્કસ બાતમી આધારે સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો વોચ તપાસમાં રહેતા એક અશોક લેલન કંપનીની સ્લીપર કોચ બસ નં.RJ-46-PA 1683 માં તપાસ કરતા તમામ પેસેન્જર સીટની નીચે પ્લાયવુડ ની પાટીયા ખોલી જોતા જે માંથી ઇંગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ તથા બિયર ટીન બોટલ નંગ-૯૫૬૪ કુલ કિંમત ૩.૧૬,૭૪,૦૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે લકઝરી બસ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૮૧,૯૧૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી ઉદયલાલ ભેરૂલાલજી મેનારીયા રહે.૧૦૭, નવ બાવડી પાસે, પાનેરીચોકી માંદળી, તા.જી. ઉદેયપુર રાજસ્થાન તથા રઘુવિરસિંહ શંકરસિંહ યુન્ડાવત રહે. ઓઝાગર ગામ પોસ્ટ- રામપુરીયા તા.જી.ભીલવાડા રાજસ્થાન તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત રહે.૧૭૫ પાન્નય સર્કલ નજીક,આઝાદ નગર તા.જી.ભીલવાડા રાજસ્થાન વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

નેત્રંગ- ડેડીયાપડા હાઈવે પર ટ્રક ડ્રાઈવરો સાથે લુંટ કરતી મધ્યપ્રદેશની ટોળકી ઝડપાઈ

દેડીયાપાડા વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરને મારપીટ કરીને લૂંટી લીધેલ, જે અનુસંધાને દેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ. જે ગુનાની તપાસ માટે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો દ્વારા સતત વોચ તેમજ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા તજવીજ કરતા

અંગત બાતમીદાર દ્વારા માહીતી મળેલ કે એક મહીદ્રા કંપનીની જુના મોડલની મજર 4+4 ગાડી નંબર MP-09-HA-6145 નેત્રંગ નજીક બોરખાડી બસ સ્ટેન્ડ પાસે મેઇન રોડ ઉપર જોવા મળેલ હોવાની હકીકત આધારે નેત્રંગ- ડેડીયાપડા રોડ પર એલ.સી.બી. ટીમ દ્વારા ચેક કરતા બાતમીવાળી ગાડીને રોકી ગાડીમાં બેસેલ (૧) હમીદ અજમેરી શેખ રહે.દેવાસ MP (૨) દેવીલાલ રમેશચંદ્ર જાદવ (3) મુકેશ ખુશીલાલ જાટવ (બન્ને રહે. મકસી MP)ને પકડી આ આરોપીઓને પુછપરછ કરતા તેઓએ દેડીયાપાડા ખાતે ટેમ્બાપાડા ખાતે એક ટ્રકને રોકીને લૂંટ કરેલ હોવાની કબુલાત કરી હતી અને લુંટમાં ગયેલ મુદામાલ રોકડા ૩.૨૪,૯૦૦/- આરોપીઓ પાસેથી કબજે કરેલ છે.

આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઇવરને આરોપીઓની ઓળખ કરાવવામાં આવી ત્યારે ફરીયાદીએ પણ આ આરોપીઓને ઓળખી બતાવેલ. જેથી આ ગુનાના કામે પકડાયેલ આરોપીઓ તથા લૂંટના ગુનાના કામે વપરાયેલ એક મહીદ્રા કંપનીની જુના મોડલની મજર 4+4 ગાડી નંબર MP-09 HA-6145 તથા પ્લાસ્ટીકના બે કારબા આશરે ૩૫ લિટરના તથા એક પ્લાસ્ટિકની પાઇપ તથા આરોપીઓ પાસેથી રોકડા રૂ.૨૪૯૦૦/- તથા એક કાળા કલરનો એન્ડ્રોઇડ વીવો કંપનીનો મોબાઇલ તથા બે સાદા કીપેડ વાળા મોબાઇલ ફોન ગુનાના કામે કબજે કરી અનડીટેક્ટ લૂંટ ડીટેક્ટ કરી આરોપીઓ તથા મુદ્દામાલ દેડીયાપાડાને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

જંબુસર:ચંદ્રિકાબેન મકવાણાને શ્રીમતી કાન્તાબેન મહેતા મેમોરીયલ એવોર્ડ દ્વારા કરાયા સન્માનિત

જંબુસર તાલુકાના ઉબેર ગામના ધરતીપુત્ર બહાદુરસિંહ ચંદ્રસિંહ જેઓને એક પુત્ર તથા પુત્રી જેમાં મોટી પુત્રી ચંદ્રિકાબેન તેમની નાની ઉંમરમાં કોલેજકાળ પૂર્ણ કર્યા પછી તરત પિતાનો સહારો બનવા અને કુટુંબનું ભરણપોષણ થાય તે માટે ચંદ્રિકાબેને  ૧૯૯૩ માં વિકાસ સંસ્થામાં સર્વેયર તરીકે નોકરી હાંસલ કરી અને સંસ્થાને વફાદાર રહી અલગ અલગ ગામોમાં ફરી જનજન સુધી પહોંચ્યા.

ત્યારબાદ ૨૦૦૯થી આતાપી સેવા ફાઉન્ડેશન માં ઝંપલાવ્યું અને હાલ પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે પદવી હાંસલ કરી ચંદ્રિકાબેન અશોકભાઈ જેઓ ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં એટલા ઓતપ્રોત થયા તેમને દસ હજાર લોકો સાથે સંપર્કમાં રહી મહિલાઓના જીવનને સ્પર્શ્યુ છે. તેમની ફરજ નિષ્ઠા અને સેવાકીય કાર્યો કરી મહિલાઓ સાથે તેમના વિકાસ અને અધિકારો માટે કામ કર્યું તે બદલ  દિપક ફાઉન્ડેશન દ્વારા સામાજિક પરિવર્તનના સ્તંભોને સન્માનિત કરતા  ત્રીજા કાન્તાબેન મહેતા મેમોરિયલ એવોર્ડ બદલ પસંદગી કરી સમાજ કાર્યમાં રોલ મોડલ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં જંબુસરનું નામ રોશન કરવા બદલ શુભેચ્છકો દ્વારા ચંદ્રીકાબેન અશોકભાઈને  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર
error: Content is protected !!