દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે તાલુકાના ચુલી, ઉદાલી, અલમવાડી, ભાટપુર ગામના લોકોએ રાજ્યપાલ ને સંબોધીને પર્યાવરણની સુરક્ષા કરવી અને જતન ખેડાણ અટકાવવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
આવેદન માં જણાવ્યા મુજબ ભારત દેશ ભારતના બંધારણ મુજબ ચાલે છે. અને મારો વિસ્તાર ભારત દેશના બંધારણની કલમ ૨૪૪ (૧)માં આવે છે. જળ, જંગલ, જમીન અને ખનીજનું બચાવ કરીને અમારો સમાજ જીવી રહ્યો છે. છેલ્લા ૫ વર્ષથી આ જંગલોનું નાશ કરીને ગામના મૂડીવાદી લોકોએ રાજકીય વગ ધરાવતાં તેમજ મોટાં લોકોએ ગેરકાયદેસર રીતે જમીન કબજે કરી લીધી છે. એ લોકોને ગ્રામજનોએ જંગલ નાશ કરવાનું ના પાડયું હોવા છતાં એ લોકોએ દાદાગીરી કરીને ટ્રેકટર તથા JCB મશીનથી જંગલોનો તથા પર્યાવરણનો નાશ કરેલ છે.
સ્થાનિક દેડીયાપાડાના જંગલ વિભાગમાં (સોરાપાડા રેંજ)ના અધિકારીઓને જાણ કરી હતી. રૂબરૂમાં વિગતવાર માહિતગાર કર્યા હતા. પરંતુ, તે મોટા- મોટા લોકો. રાજકીય વગ બતાવીને જંગલ ખાતાના અધિકારીઓને તેમનું કામ નિષ્ઠાપૂર્વક કરવા દેતા નથી અને તેઓને દબાવીને રાખે છે. તેથી આપ રાષ્ટ્રપતિશ્રીને અમો અગાઉ પણ અરજી આપી ચુક્યા છે, અને હવે જંગલો અને અમારા પશુપાલનને ચરાવવા માટે જગ્યાનું દબાણ દુર કરવામાં આવે તે માટે તા.10.3.200 ના રોજ અમો ગ્રામજનો અમારી સાથે ગાય – ભેંસો સાથે દેડીયાપાડા મામલતદાર અને પ્રાંત કલેકટરની કચેરીની સાથે આમરાણ અં:શન કરવામાં આવશે, જે પણ બનાવ બને એના જવાબદાર તંત્ર હશે.
અમારી માંગ છે કે, અમારું જંગલ ફરી થી વિકસીત થવું જોઈએ અને જેમણે જંગલો નાશ કર્યો છે. તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી તમામ ગ્રામજનો ની માંગ છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા