ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ગત રાત્રીએ કોમ્બીંગ નાઇટ અન્વયે ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન “સફેદ કલરની નંબર વગરની હુન્ડાઇ ક્રેટા ફોરવ્હીલ ગાડીમાં ભરી અયોધ્યાનગર તરફ આવનાર છે” જે મુજબની મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં લીંક રોડ થી અયોધ્યાનગર તરફ જવાના રસ્તા ઉપર વોચમાં રહી પ્રોહી સફળ રેડ કરી
કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ નાએ મોકલાવેલ નંબર વગરની હુન્ડાઇ ક્રેટામાંથી તથા ધોળીકુઇ બજાર ભરૂચ ખાતે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ-૦૯ માં નાની-મોટી બોટલ/બીયર નંગ-૨૭૬ સહીત કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩,૪૫,૫૦૦/- સાથે પ્રિયાંક ઉર્ફે પિન્કો ધર્મેશભાઇ મહંત રહેવાસી. ૨૧૩ આશ્રય સોસાયટી રેલ્વે ગોદી રોડ ભરૂચ,મહેન્દ્ર રમણભાઇ ગાંધી ઉર્ફે શકુભાઇ ટ્રેલર રહેવાસી.એ/૫પ૬૦ ધોળીકુઇ બજાર ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે. સાથે આ ગુનાના નયન ઉર્ફે બોબડો કીશોરભાઇ કાયસ્થ રહે. દાંડીયાબજાર ભરૂચ,ભરત ઉર્ફે યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઇ મિસ્ત્રી રહે. સમની તા.આમોદ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કર્યા છે.