The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 155

જો દુષણ ના અટકાવાય તો અમોને પણ દારૂ વેચવાની પરવાંગી આપો,સુડીના ગ્રામજનોએ આપ્યું આવેદન

  • આમોદ તાલુકાના સુડીના ગ્રામજ્નોએ આપ્યું વેદના સભર આવેદન

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુડી ગામે વધતા જતા દારૂના દુષણ સામે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઇ પરિણામ ના આવતા આખરે ગ્રામજનોએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન આપી સત્વરે દારૂનો વેપલો કરનારાઓ સામે કાર્યવાહી કરી યુવા ઘનને બરબાદ થતું અટકાવવા માંગ કરી હતી.

આવેદનમાં પોતાની વેદના વ્યક્ત કરી જણાવાયું કે સુડી ગામમાં છેલ્લા ઘણાં વર્ષોથી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કેટલાક ઇસમો દ્વારા કરવામાં આવતું હોય અને જેના લીધે અમારા ગામ રહીશો દારૂની લતને લીધે દારૂ પીને અમારા ગામમાં જાહેરમાં તથા ઘરે લડાઇ ઝગડો કરે છે તથા તેઓના કારણે અમારા ગામની શાંતિ ડહોળાય છે.

આ દેશી તથા વિદેશી દારૂનો જથ્થો અમારા ગામમાંથી બહાર લોકોને પણ પહોંચાડવામાં આવે છે અને બહારના ગામના લોકો પણ સુડીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી ખરીદી કરવા માટે આવે છે . જેના કારણે ગામની શાંતિ અને સૃમધ્ધિ બંન્નેની અધોગત થઇ રહેલી છે. વળી આ દારૂની ઝડપી અને તાત્કાલીક બનાવટમાં સ્પીરીટ વિગેરે કેમિકલનો ઉપયોગ અને તેના કારણે દારૂનું સેવન કરનારાઓના મરણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહેલો છે.

આ દેશી તથા વિદેશી દારૂના જથ્થાના મોટા પાયે વેચાણના લીધે અમારા ગામનું યુવાધન પણ નષ્ટ થઇ રહેલું છે અને દારૂ તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરનારાઓ સ્મશાન ભુમિ તથા મંદિર ધાર્મિક સ્થળો પર પણ આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ ચલાવી રહેલા છે.જેથી કરીને અમારા વિસ્તારના લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે . આ અંગે સુડી ગ્રામપંચાયતમાં ઠરાવો પણ કરવામાં આવેલા છે અને ઠરાવ સહિત લાગતા વળગતા તમામ અધિકારીઓને ફરીયાદો કરવામાં આવેલી હોવા છતાં અમારા ગામના બૂટલેગરો વિરૂધ્ધ કોઇ કાર્યવાહી થઇ રહેલી નથી. જો સત્વરે આ દુષણને નહીં બંધ કરાવાય તો ગ્રમજનો જનતા રેડ કરશે અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશેની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

ગુજરાતનું સૌથી જૂનું ૫૦૦ વર્ષની આયુ ધરાવતું બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ચુનાવાડી ગામમાં

દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધિય મૂલ્યો ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી.દુર ચુનાવાડી ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનવિભાગ દ્વારા તેની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવે છે.

ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા,  સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.

ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઈકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં 4 કરોડ 60 લાખના ખર્ચે એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે

નેત્રંગના વિવિધ ગામોમાં 4 કરોડ 60 લાખના એપ્રોચ રોડનું ખાતમુર્હત કરાયું

ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાં પૂરજોશમાં વિકાસના કાર્યો શરૂ કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેમજ સાંસદ મનસુખ વસાવાની સીધી દેખરેખ હેઠળ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામો એ વેગ પકડ્યો છે. ત્યારે વિવિધ ગામોને જોડતા એપ્રોચ રોડના કાર્યો, પાણીની સમસ્યાને લગતા કાર્યો તેમજ વિવિધ કાર્યોને ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર મંજૂરી આપવામાં આવી રહી છે.

જિલ્લાના નેત્રંગ તાલુકાના જેસપોરથી વણખુંટા તેમજ વાકોલ, મુગજ, ધોલેખામ જેવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં 4 કરોડ 60 લાખના ખર્ચે એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે. આજરોજ જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ નેત્રંગ તાલુકાના મૂગજ ગામ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકસભા વિસ્તારમાં આવતા (1) 4 કિમીનો ધોલેઆમ એપ્રોચ રોડ 80 લાખના ખર્ચે, (2) 3 કિમીનો મુગજ એપ્રોચ રોડ 60 લાખના ખર્ચે, (3) 3 કિમીનો વાંકોલ એપ્રોચ રોડ 60 લાખના ખર્ચે અને (4) 6 કિમીનો જેસપોર વણખૂટા (ડામર) રોડ 2 કરોડ 60 લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિશાંત મોદી, વાલિયા તાલુકાના પંચાયતના પ્રમુખ લીલાબેન વસાવા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય રાયસિંગ વસાવા સહિત અન્ય સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ હાજરી આપી હતી.

આહવાના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માણતા ડાંગના દરબારીઓ

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબારના પ્રથમ દિવસે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલુ ડાંગ જિલ્લાનુ આદિવાસી ડાંગી નૃત્ય ધવલીદોડના પ્રગતિ યુવક મંડળે રજુ કર્યુ હતુ. તો અનાવલ (કોષ) ના બાળ કલાકારો શ્રદ્ધા અને વિજય ગૃપ દ્વારા ‘આદિવાસીની પડે એન્ટ્રી’ ગીત ઉપર આકર્ષક ડાન્સ પર્ફોર્મન્સ રજુ થયુ હતુ.

આ ઉપરાંત પ્રથમ દિવસે સ્થાનિક બાળ કલાકાર બાળાઓએ, દેશરંગીલા ગીત ઉપર નૃત્ય રજુ કર્યુ હતુ. તો ડાંગના કલાકાર સની જાદુગરે પણ સૌને મંત્રમુક્ત કર્યા હતા. યુ ટ્યુબ ઉપર ધૂમ મચાવનારા RT ડાંગી કોમેડીના કલાકારોએ પણ પ્રેક્ષકોને મનોરંજન પૂરૂ પડ્યુ હતુ.

સ્થાનિક કલાકારો ઉપરાંત રાજસ્થાની ઘુમર, પંજાબી ભાંગડા, ગુજરાતી રાસ ગરબા, તાપીનુ ઢોલ નૃત્ય, દાહોદનુ તલવાર, સહિયારા નૃત્ય, ચકરી નૃત્ય સાથે કચ્છી ઘોડીએ પણ અહીં ધૂમ મચાવી હતી.

ગુજરાત પ્રવાસન નિગમ લી. ના સૌજન્યથી રોજેરોજ યોજાઇ રહેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા, સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો માટેની સમિતિના ચેરમેન અને જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, કાર્યપાલક ઇજનેર  એસ.આર.પટેલ સહિતની પ્રશાસનિક અધિકારીઓ, અને વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી બાદ પણ દેડીયાપાડા પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં વિકાસનાં નામે મીંડું

દેડીયાપાડા તાલુકાના અનેક રસ્તાઓ આઝાદીનાં ૭૫ વર્ષ બાદ પણ પાકા બન્યા જ નથી, એક વાસ્તવિકતા છે માટે જે રસ્તાઓ બાકી રહ્યા છે, તેનો સર્વે કરાવી  તેને તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગ ઊભી થઈ છે.આવી જ રીતે દેડીયાપાડા જંગલ વિસ્તાર પીપલોદ થી ડાબકા નો રસ્તો જે ૮ કિલોમીટરનો માર્ગ હજુ સુધી પાકો બન્યો જ નથી અથવા તો કદાચ ભૂતકાળમાં બન્યું હશે ,તો કાગળ પર હશે પરંતુ આ રોડ બન્યો જ નથી.

જેના કારણે ચોમાસા, ઉનાળા, શિયાળા માં આ વિસ્તારના  સેકડો લોકોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જ રીતે રોડ પાકો ન હોવાના કારણે અહીં એસટી બસ નથી આવતી કે નથીએમ્બ્યુલન્સ 108 આવી શકતી, જેના કારણે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહે છે.આ બાબતે વાતચીત કરતા 80 વર્ષીય બોટિયાભાઈ વાડગીયા વસાવાએ દુઃખ સાથે જણાવ્યું કે આ રસ્તો હજુ બન્યો નથી, ખૂબ મુશ્કેલીનો અમારે સામનો કરવો પડે છે, ચોમાસામાં પણ આ રસ્તો જ્યારે બંધ થઈ જાય છે કાદવ કીચડ વાળો થાય છે, જ્યારે અમે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે, તાલુકા મથક આપવામાં મુશ્કેલી પડે છે, અમારા કોઈ કામ થતાં નથી હજુ આઝાદી ના મળી હોય તેવું લાગે છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે દાંડીયાત્રાનું કરાયું આયોજન

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળાના આચાર્ય કાળીદાસ રોહિત તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા દાંડીયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો ગાંધીજી અને બીજા તેમના સાથીદારો બની રેલીરૂપે ગામમાં સુત્રોચાર સાથે રેલી નિકળી હતી અને લોકોને માહિતગાર કર્યા હતા.

 

ગ્રામપંચાયત વાગલખોડ ખાતે ગામના સરપંચ શ્રીમતિ કમળાબેન વસાવા દ્વારા ગાંધી રેલીનું સ્વાગત કરી, સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યા હતા, બાદમાં રેલી ગામમાં ફરી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે પરત ફરી હતી.જ્યાં બાળકો દ્વારા દાંડીયાત્રા ઉપર ફૂલો વરસાવી બાળકો એ રેલીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળામાં રેલી આવીને શાળામાં બનાવેલ મીઠાના અગર ખાતે ગાંધીજી બનેલ વિદ્યાર્થીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી કાલીદાસ રોહીતે જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં દાંડીયાત્રા ખૂબજ  મહત્વની છે, ગાંધી બાપુએ દાંડીયાત્રા દરમિયાન જે ગામમાં રાતવાસો કર્યો, ત્યાં સભા ભરી આઝાદીની લડત અંગે લોકોને જાગૃત કર્યા હતા, આ દાંડીયાત્રા આઝાદીની એક પાયાની હતી એમ જણાવ્યું હતું અને તે રેલી દ્વારા બાળકોના શિક્ષણમાં ખૂબ સરસ રીતે સમજી શકે છે તથા ગામ લોકોને પણ એક ભારત શ્રેષ્ઠ ભારત આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાની સમજ મળેલ આ દાંડીયાત્રામાં શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ, મધ્યાહન ભોજન સંચાલકો, તેમજ વિદ્યાર્થીના વાલીઓ જોડાયા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

ભરૂચના વગુસણા ગામે બોગસ દસ્તાવેજ ઉભા કરનાર શખ્સ વિરૂદ્ધ નોંધાયો ગુનો

ભરૂચ તાલુકાના વગુસણા ગામે સર્વે નંબર 420ની જમીનના મુળ માલિક મોનચેસ્ટ ઇલેક્ટ્રોનિક પ્રા.લી કંપનીના ડાયરેક્ટર ભરત છગન પટેલ રહે. નહેરૂ પાર્કસ સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરાએ ધંધાકિય કામ અર્થે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પાસેથી લોન લઇ કંપની ગિરવે મુકી હતી. જોકે, રૂપિયા નહીં ચુકવી શકતાં મિલકતની હરાજી થઇ હતી. જેમાં મુળ આગ્રાના અને હાલ ભાવનગર રહેતાં અંજય મહાવીરપ્રસાદ જૈને વિદ્યારામ ગ્રેસીસના ભાગીદાર તરીકે તેમના ભાઇએ વર્ષ 1995માં લીધી હતી.

દરમિયાનમાં અમદાવાદના પરાગ ગિરધર ગણાત્રાએ તેના મળતીયાઓ સાથે વર્ષ 2016માં આ મિલકતમાં પ્રવેશી સિક્યુરિટી ગાર્ડને આ મિલકત મારી છે તેમ કહીં ધમકાવી મિલકત ખાલી કરાવી હતી. જેના પગલે અંજન જૈને પરાગ ગણાત્રાના દસ્તાવેજી પુરાવા તપાસતાં તેણે સરકારી દસ્તાવેજો ઉભા કરવા કંપનીના માલિક અને ડાયરેક્ટર ભરત છગન પટેલનું વર્ષ 2016નું પાવર ઓફ એટર્ની રજૂ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગેની તપાસ કરતાં ભરત પટેલના પુત્ર અનિશે જણાવ્યું હતું કે, તેના પિતાનું મૃત્યુ 2013માં થયું હતું. તેણે તેના પિતાનું બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કર્યું હતું. નબીપુર પોલીસમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે.

ઝઘડીયાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતા એક ડોકટરને પોલીસે દવાખાનાને લગતા સામાન સાથે ઝડપી લીધો હતો.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ તા.11મીના રોજ પોલીસને બાતમી મળી હતીકે તાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવે છે.પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા દવાખાનામાં એક માણસ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું જોવા મળ્યુ હતું. પોલીસ તપાસ દરમિયાન તેનું નામ સમલ સુશાંતા સતિષ બિસ્વાસ હોવાનું જણાયુ હતું, તેમજ મુળ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાનો રહીશ આ ઇસમ હાલ અંકલેશ્વર ખાતે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

સદર ઇસમ ઇન્ડિયન કાઉન્સિલ પેરા મેડિકલના જોન એસોસિયેશન કોલકાતા આધારે માત્ર દવાજ આપી શકે છે તેમ છતાં મેડિકલ ડોક્ટરની ડિગ્રી કે સર્ટિફિકેટ વિના માત્ર અનુમાન અને અનુભવના આધારે જુદાજુદા દર્દીઓને તપાસી ગેરકાયદેસર રીતે તેઓને એલોપેથીક દવા તથા ઇન્જેક્શનો આપી સારવાર કરતો હોવાનું જણાયુ હતું. પોલીસે દવાખાનામાં તપાસ કરતા વિવિધ દવા ઇન્જેક્શનો તેમજ દવાખાનાને લગતો અન્ય સામાન મળી આવ્યો હતો. ઝઘડિયા પોલીસે દધેડા ગામે મેડિકલ પ્રેક્ટિસ કરતા આ કથિત બોગસ ડોક્ટર સમલ સુશાંતા સતિષ બિસ્વાસ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

SOUમાં હોળી પર્વે પ્રવાસીઓની ભીડ વધવાની શક્યતા,સ્થાનિક મહિલાઓ ટ્રાઇબલ ફૂડ પીરસશે

હોળી પર્વે પ્રવાસીઓની ભીડ વધવાની શક્યતાએ એક બાજુ SOU સત્તામંડળ પ્રવસીઓને સુવિધા પુરી પાડવા તૈયારી કરી રહી છે ત્યારે બીજી તરફ પ્રવસીઓને ચા નાસ્તો અને ભોજન પૂરું પડતા કેવડિયાનો ફૂડકોર્ટ કોન્ટ્રાક્ટરના ભાડું વિવાદને લઈને બંધ થઇ ગયું હવે આવનારા પ્રવાસીઓ અટવાઈ રહ્યા હતા ત્યારે પ્રવાસીઓની માંગ પણ વધી હતી કે આ એકતા ફૂડ કોર્ટ ચાલુ કરવામાં આવે.

પરંતુ આ વિવાદનો અંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા વિકાસ મંડળ દ્વારા સુખદ લાવવામાં આવ્યો કે જે બંધ દુકાનો છે તેની બહારની જગ્યાઓ પર સેલ્ફ હૅલ્ફ ગ્રુપની મહિલાઓ દ્વારા ટ્રાઇબલ ફૂડ આપવામાં આવે છે એવી ચારથી પાંચ કેફેટેરિયા આ મહિલાઓ ચલાવે છે. તો આ એકતા ફૂડ કોર્ટ આ બહેનોને આપવામાં આવે તો અન્ય સ્થાનિક મહિલાઓને રોજગારી મળે. આમ આવક સાથે રોજગારી અને પ્રવાસીઓને સાત્વિક ભોજન મળે એવી વ્યવસ્થાને સૌ કોઈ આવકારી સોમવારના રોજ જાહેર રજા છે ત્યારે મંગળવારથી એકતા ફોડકોર્ટને કેવડિયાની સ્થાનિક મહિલાઓ સાંભળી લેશે.

આ અંગે SOUના PRO રાહુલ પટેલે જણાવ્યું કે એકતા ફૂડ કોર્ટને મંગળવારથી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. એકબાજુ સ્થાનિક મહિલાઓને રોજગારી સાથે પ્રવાસીઓને શુદ્ધ સાત્વિક ભોજન નાસ્તો મળી રહે એ માટે અમારી સ્વસહાય જૂથની મહિલાઓ આ ભોજન બનાવી પ્રવાસીઓને પીરસશે. આમ ફૂડ કોર્ટમાં મહિલાઓ કામગીરી કરીને પ્રવાસીઓની જરૂરી મુજબનું ભોજન બનાવી અપાશે. હોળી પર આવનારા પ્રવાસીઓને લાભ મળશે.

અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ વિરાટ સંમેલન યોજાયું

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન છે, જેમાં ગુજરાતની સહકારી ખાંડ મિલો દેશભરમાં સર્વશ્રેષ્ઠ-ચડિયાતી છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સમાન વિકાસની તક આપવામાં સહકારી ક્ષેત્રનું અમૂલ્ય યોગદાન છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારી ક્ષેત્ર અગ્રેસર બનશે.’ એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું.

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણતાના “આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું હતું.

સંમેલન સ્થળેથી સહકાર મંત્રીના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન તેમજ નવી પારડીમાં બનનારા અત્યાધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેર હાઉસ’નું ભૂમિપૂજન, સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ’ અને ‘સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ’ ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન ગૃહમંત્રીના વરદ્દ હસ્તે સંપન્ન થયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી, સહકારમંત્રી જગદીશભાઈ પંચાલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ ઊર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઇ પટેલ, સુરત એ.પી.એમ.સી.ના ચેરમેન રમણભાઈ જાની, ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ શામળભાઈ પટેલ,  જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુભાઈ પાઠક સહિત ધારાસભ્ય સુમુલ અને અન્ય સહકારી મંડળીઓના સભાસદો, પશુપાલકો, પદાધિકારીઓ, સહકારી આગેવાનો, સુમુલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, GCMMF, NDDB ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!