“પળ માં મિલન તો પળ માં જુદાઈ છે,વસમી લાગે છે આજની વિદાય,કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે.” પ્રકૃતિ નો નિયમ છે કે સુરજ ઉગે છે અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈ શ તોજ બીજા દિવસે ઉગી શકશે. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી જ પડે છે.
આજ રોજ રૂકમણિ દેવી રૂંગટા વિદ્યાલયના સંસ્કાર ભારતી હોલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના અચાર્ય, શિક્ષકો સહિત બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાયૅકમ ની શરૂઆત પ્રાથૅનાથી કરવામાં આવી હતી. કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષક નવીનભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જિલ્લા ભાજપ રમતગમત સેલના સહ કન્વીનર પ્રશાંતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે આવ્યા, તેમજ સંસ્કાર ભારતી ટ્રસ્ટ ના બંન્નેવ વિદ્યાલયના એડ્મિનિસ્ટ્રેટીવ કુલવંત મારવાલ પણ ઊપસિથત રહયા હતા. શાળા ના આચાર્ય સુરેશભાઇએ ધોરણ 10 ના વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવી હતી અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.