The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની  દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે આજે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના જુદા જુદા  વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર  તેના લાભો મળી રહે  તે રીતનું  સુચારૂં આયોજન ઘડી કાઢવા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઇ વસાવાએ અનુરોધ કર્યો હતો.

બેઠકને સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે ત્યારે સરકારની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને નર્મદા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉંચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તેમ વસાવાએ ઉમેર્યું હતું.

મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક સરકારી સ્કૂલોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા ઉપરાંત જિલ્લામાં મહત્તમ વૃક્ષારોપણ સાથે તેનું જતન થાય તેવા સહિયારા પ્રયાસો માટે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. રાજપીપલા શહેરી વિસ્તારમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરલાઇન અને ગેસ પાઇપલાઇનના કામો સહિત અન્ય કામો ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.આ પ્રસંગે મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!