પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાથમિક શાળાના આચાર્ય કાળીદાસ રોહિત તેમજ શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા દાંડીયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો ગાંધીજી અને બીજા તેમના સાથીદારો બની રેલીરૂપે ગામમાં સુત્રોચાર સાથે રેલી નિકળી હતી અને લોકોને માહિતગાર કર્યા હતા.
ગ્રામપંચાયત વાગલખોડ ખાતે ગામના સરપંચ શ્રીમતિ કમળાબેન વસાવા દ્વારા ગાંધી રેલીનું સ્વાગત કરી, સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યા હતા, બાદમાં રેલી ગામમાં ફરી પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે પરત ફરી હતી.જ્યાં બાળકો દ્વારા દાંડીયાત્રા ઉપર ફૂલો વરસાવી બાળકો એ રેલીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળામાં રેલી આવીને શાળામાં બનાવેલ મીઠાના અગર ખાતે ગાંધીજી બનેલ વિદ્યાર્થીએ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી કાલીદાસ રોહીતે જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં દાંડીયાત્રા ખૂબજ મહત્વની છે, ગાંધી બાપુએ દાંડીયાત્રા દરમિયાન જે ગામમાં રાતવાસો કર્યો, ત્યાં સભા ભરી આઝાદીની લડત અંગે લોકોને જાગૃત કર્યા હતા, આ દાંડીયાત્રા આઝાદીની એક પાયાની હતી એમ જણાવ્યું હતું અને તે રેલી દ્વારા બાળકોના શિક્ષણમાં ખૂબ સરસ રીતે સમજી શકે છે તથા ગામ લોકોને પણ એક ભારત શ્રેષ્ઠ ભારત આઝાદી અમૃત મહોત્સવ અને દાંડી યાત્રાની સમજ મળેલ આ દાંડીયાત્રામાં શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ, મધ્યાહન ભોજન સંચાલકો, તેમજ વિદ્યાર્થીના વાલીઓ જોડાયા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા