દેડીયાપાડા તાલુકાના અનેક રસ્તાઓ આઝાદીનાં ૭૫ વર્ષ બાદ પણ પાકા બન્યા જ નથી, એક વાસ્તવિકતા છે માટે જે રસ્તાઓ બાકી રહ્યા છે, તેનો સર્વે કરાવી તેને તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગ ઊભી થઈ છે.આવી જ રીતે દેડીયાપાડા જંગલ વિસ્તાર પીપલોદ થી ડાબકા નો રસ્તો જે ૮ કિલોમીટરનો માર્ગ હજુ સુધી પાકો બન્યો જ નથી અથવા તો કદાચ ભૂતકાળમાં બન્યું હશે ,તો કાગળ પર હશે પરંતુ આ રોડ બન્યો જ નથી.
જેના કારણે ચોમાસા, ઉનાળા, શિયાળા માં આ વિસ્તારના સેકડો લોકોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જ રીતે રોડ પાકો ન હોવાના કારણે અહીં એસટી બસ નથી આવતી કે નથીએમ્બ્યુલન્સ 108 આવી શકતી, જેના કારણે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહે છે.આ બાબતે વાતચીત કરતા 80 વર્ષીય બોટિયાભાઈ વાડગીયા વસાવાએ દુઃખ સાથે જણાવ્યું કે આ રસ્તો હજુ બન્યો નથી, ખૂબ મુશ્કેલીનો અમારે સામનો કરવો પડે છે, ચોમાસામાં પણ આ રસ્તો જ્યારે બંધ થઈ જાય છે કાદવ કીચડ વાળો થાય છે, જ્યારે અમે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે, તાલુકા મથક આપવામાં મુશ્કેલી પડે છે, અમારા કોઈ કામ થતાં નથી હજુ આઝાદી ના મળી હોય તેવું લાગે છે.
- રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા