The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 151

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો નાટ્ય દીપો ભવ કાર્યક્રમ

નાટ્ય દીપો ભવ કાર્યક્રમ શકિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કલા ક્ષેત્રે વિશિષ્ટ સેવા બજાવતા અરવિંદભાઇ પરમારનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કુલ ૧૨ નાટકોમાં ધો- ૬ થી ૧૨ નાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ ભાગ લીધો સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અને ડાયરેક્ટર નોન ગ્રાન્ટેડ વિભાગ- ડૉ. ભગુભાઇ આઇ. પ્રજાપતિ ગ્રાન્ટેડ, ઇ. આચાર્ય શ્રીમતી બીનીતાબેન ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ અરવિંદભાઇ પરમાર, ચીમનભાઇ પરમાર વિધાબેન રાણા, ઉર્વશીબેન જાની દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પ્રો.પી.કે.કેશપ-ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર અને રાષ્ટ્રીય ગૌરવ વિજેતા લાઇફ ટ્રાન્સફોર્મેશન કોચ, કેરીયર કાઉન્સેલર, સ્પીકર, રાઇટર લુધીયાના- પંજાબ, પ્રો . ડૉ મહિપતસિંહ રાઉલજી – નિવૃત્ત પ્રાધ્યાપક,  પ્રવૃત્ત નાટયકાર અને લેખક એમ. કે કોમર્સ કોલેજ, ભરૂચ, પ્રો . ડૉ, સુહાસબહેન ડાભી જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ સારસ્વત એવોર્ડ વિજેતા સાહિત્ય અકાદમી પારિતોષિક વિજેતા, પ્રો. ડૉ. સોનલબેન કુલકર્ણી- નિવૃત્ત પ્રાધ્યાપિકા, પ્રવૃત્ત નાટ્યકાર, પ્રસિધ્ધ નાટ્યવિદ્, અંગ્રેજી વિભાગ, અમરેલી, સુરત), હેમંતભાઇ પ્રજાપતિ (ચેરમેન નારાયણ વિધાલય, ભરૂચ) ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે દેશી ચકલીઓ હવે લુપ્તપ્રાય બની

જંબુસર તાલુકામાં વૃક્ષોની ક્રમશઃ ઘટતી જતી સંખ્યા અને વધેલા પ્રદૂષણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી ચકલીઓ હવે તદ્દન ઓછી જોવા મળી રહી છે પ્રદૂષણ અને જંગલોનો વિનાશ ને કારણે પર્યાવરણની સમતુલા નો પ્રશ્ન ઉભો થયો છે. સિમેન્ટ કોંક્રિટના જંગલો ના પરિણામે વિવિધ પક્ષીઓની પ્રજાતિઓમાં ધરખમ ઘટાડો થયો છે પ્રગતિની આંધળી દોટમાં વૃક્ષોનો વિનાશ અને પ્રદૂષણને કારણે પ્રાકૃતિક સૌંદર્ય જોખમાઈ રહ્યું છે.જંબુસર તાલુકામાં દેશી ચકલીઓની સંખ્યા માં ક્રમશઃ ઘટાડો થતાં પર્યાવરણવિદો ચિંતામાં થયા છે જંગલો,  વન વગડા, વાડીઓ, ખેતર, બાગ-બગીચા કે વૃક્ષોની ઘટાઓ ને આશ્રયે ભાતભાતના પંખીઓ વસતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને કારણે દેશી ચકલીઓની સંખ્યા ઘટી જાય છે મુખ્ય કારણોમાં એક કારણ ધ્વનિ પ્રદૂષણ અને ખેતરોમાં છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ છે.

પહેલાના સમયમાં સવાર પડતાની સાથે જ કાનમાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળતો હતો સવાર હોય કે સાંજ નજીકના ઝાડ પર બેસીને બોલતી કોયલ ની મીઠી કૂક મનને કંઈ અલગ જ આનંદ આપતી હતી. સાથે ઘર નજીક જ ટોળામાં આવી જતી ચકલીઓની  ચી…ચી…ચી… પણ કાન ને ગમતી હતી પરંતુ હવે બદલાયેલા સમય સાથે આ બધી મધુરતા દૂર થઈ રહી હોય તેવું  લાગી રહ્યું છે.

” ઘર આંગણાના પક્ષીઓ માટે  ચબૂતરાઓમાં પણ ખાલીપો !! “

પ્રકૃતિ પક્ષી પ્રેમીઓ સવારે ચકલાને ચણ નાખી પુણ્ય કર્મ કર્યાનો આનંદ અનુભવતા. અને તે માટે ગામડા ગામમાં પક્ષીઓ માટે સ્વતંત્ર ચબુતરા બનાવવામાં આવતા ત્યાં ગામના સજ્જન માણસો પક્ષીઓ માટે દાણા મૂકી આવતા અને સવારે બે પાંચ કિલો દાણા નો છંટકાવ કરતા તો આવા ચબૂતરાઓ ઘર આંગણાના ગણાતા ચકલી, કાબર, કબુતર જેવા પક્ષીઓનું આશ્રયસ્થાન બનતું અને સવારે તો ચણ ચણવા માટે પક્ષીઓની પડાપડી થતી પરંતુ આજના આધુનિક યુગમાં આ પ્રણાલી જ જાણે કે અદ્રશ્ય થઇ ગઇ છે ચબુતરામાંય પક્ષીઓ જણાતા નથી. એનો મતલબ શું ? ચબુતરામાં વર્તાતો પક્ષીઓનો ખાલીપો પર્યાવરણના મુદ્દાને ઘેરો બનાવે છે.”જંબુસર તાલુકામાં પર્યાવરણ ઉપર થયેલી માઠી અસરને કારણે તેમજ મોબાઇલના ટાવરના રિએક્શન ના કારણે તેમજ વૈશ્વિક તાપમાનને કારણે ગ્રામ્ય વિસ્તારની દેશી ચકલીઓ હવે લુપ્ત પ્રાય બની છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

ભરૂચ ખાતે વિધવા સહાય અંગેના કેમ્પનું સફળ આયોજન

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર- ભરૂચના સંયુકત ઉપક્રમે ઉત્કર્ષ પહેલ અંતર્ગત વિધવા સહાય યોજના અંગે ભરૂચ શહેરી વિસ્તારમાં વિવિધ વોર્ડમાં તા.૧૯/ ૦૩/ ૨૦૨૨ થી તા.૨૯/૦૩/૨૦૨૨ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ વોર્ડ નંબરઃ ૮ માટે ફાટા તળાવ, કોમ્યુનીટી હોલ- ભરૂચ ખાતે વિધવા સહાય અંગેના કેમ્પનું આયોજન કરાયું હતું. આ વેળાએ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા તથા મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપા બહેનોને વિધવા પેન્શનના મંજૂરીપત્ર એનાયત કરાયા હતા.

આ વેળાએ પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના આગેવાન પદાધિકારીઓ, મામલતદાર કચેરી સ્ટાફ, નગરપાલિકા કચેરી સ્ટાફ, લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.

ભરૂચ ખાતે તેમજ તા.૨૯/૩/૨૦૨૨ના રોજ બપોરના ૩ થી ૬ દરમ્યાન વોર્ડ નંબરઃ ૧૧ માટે દશાલાડની વાડી, નવાડેરા- ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. વિધવા સહાય યોજના અંતર્ગત આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટબીલ, મરણનો દાખલો, એક ફોટો, બેંકની પાસબુકની ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે.

ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહે આમોદ ભાજપના પાંચ સદસ્યોને આપી નોટીસ,માંગ્યો ખુલાશો

  • બે સદસ્યોએ સોગંદનામું કરી ભાજપમાં જ રહ્યા હતાં.
  • ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપે તો પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા ચીમકી આપી.

આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. જેમાં ભાજપના ૧૪ સદસ્યો અને અપક્ષના ૧૦ સદસ્યો છે.ગત ૯મી ફેબ્રુઆરીના રોજ આમોદ પાલિકાના વિપક્ષી સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ તથા અન્ય સદસ્યોએ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે નોટીસ મોકલી હતી.

ત્યારે બાદ આમોદ પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન પટેલે ત્રીજી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખ સામે આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે ખાસ સામાન્ય સભા બોલાવી હતી.જેમાં આમોદ પાલિકાના અપક્ષના ૧૦ સદસ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.જ્યારે ભાજપના સાત સદસ્યોએ પણ ભરૂચ જિલ્લા ભાજપના વ્હીપનો અનાદર કરીને પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.

જેથી ભાજપની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો.ત્યારે ભાજપે આમોદ પાલિકામાં મળેલી સત્તા એક જ વર્ષના ટૂંકા સમયમાં ગુમાવતાં ભાજપના બળવાખોર સદસ્યોને મનાવવા ભારે ધમપછાડા કર્યા હતાં.જેમાં ભાજપે બે સદસ્યો નામે બાનુબેન છત્રસિંહ ચૌહાણ તેમજ ગીતાબેન રણછોડ પટેલને મનાવી લેતાં તેમણે પોતે આમોદના નોટરી સમક્ષ સોગંદનામું કરીને પોતે ભૂલથી અને અજ્ઞાનતાને કારણે અવિશ્વાસની તરફેણમાં મત આપ્યો હોવાનું જણાવ્યું હતું.અને ભાજપમાં જ રહ્યાં હતાં.જ્યારે બીજા પાંચ સદસ્યો ઉપર ભાજપે એડીચોટીનું જોર લગાવવા છતાં પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યાં હતાં.

જેથી જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભાજપના બળવાખોર પાંચ સદસ્યો નામે કમલેશભાઈ સોલંકી,રણછોડભાઈ રાઠોડ,રમેશભાઈ વાઘેલા,દક્ષાબેન પરમાર,તથા કૈલાસબેન વસાવા સામે કારણ દર્શક નોટીસ મોકલી જણાવ્યું હતું કે આમોદ પાલિકાની ત્રીજી માર્ચના રોજ ભાજપે વ્હીપ આપીને તમોને પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની તરફેણમાં મતદાન કરવા જણાવ્યું હતું છતાં તમોએ ભાજપે આપેલા વ્હીપનો અનાદર કરી વિરુધ્ધમાં મતદાન કર્યું હતું.જે બાબતે તમને ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો આપવા જણાવ્યું હતું જો ત્રણ દિવસમાં સંતોષકારક ખુલાસો નહીં આપવામાં આવે તો પક્ષાંતર ધારાના નિયમો અનુસાર કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

પાલિકા કર્મીઓએ નન્નૈયો ભણતા ભરૂચ વસંતમીલની ચાલ વિસ્તાર ગંદકીથી ખદબદયો

ઘણા સમયથી ભરૂચના વોર્ડ નંબર-8માં આવેલી વસંત મિલની ચાલમાં ગંદકી અને ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. આ સમસ્યાને લઇ રહીશોએ નગર પાલિકા કચેરી ખાતે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા નહી લેવામાં આવતા રહીશો નર્કાગાર જેવી પરિસ્થિતમાં મુકાઈ ગયા છે.

પવડી શાખાના કર્મચારીઓ ગટર લાઈન સાફ-કરવા આવ્યા પણ તેમણે ટોઇલેટ લાઈન હોવાથી ઘસીને ના પાડી ચાલતી પકડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે આખા ભરૂચ શહેરમાં આવી સ્થિતિ છે તો અન્ય વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં આવે છે, તો આ વિસ્તારમાં કેમ નહિ તેવા સવાલો પણ ઉદભવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રીતે તાત્કાલીક સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

જળ અભિયાનના પાંચમાં તબક્કાનો સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે દેડીયાપાડાના પાટડી ગામથી પ્રારંભ

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ નર્મદા જિલ્લામાં “સુજલામ્ સુફલામ જળ અભિયાન-૨૦૨૨” નો પાંચમા તબક્કાનો દેડીયાપાડા તાલુકાના પાટડી ગામેથી તળાવ ઉંડુ કરવાના કામનું ખાતમુર્હત કરી શુભારંભ કરાવ્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,  જળ અભિયાન એ ગુજરાતની અતૃત્પ ધરાને જળસમૃધ્ધિથી સંતૃપ્ત  કરવાનું અભિયાન છે. આ અભિયાન દ્વારા જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા, પાણીનો બગાડ ઘટાડવો અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવી ઉપલબ્ધ જળનો મહત્તમ લાભ મળી રહે તેવા આશય સાથે  સહુ સાથે મળીને આ અભિયાનને વધુ વેગવાન બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨૦૧૮ થી સુજલામ્ સુફલામ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન થકી નદીઓને પુન:જીવિત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી  મુક્ત  કરવા માટેનો એક પ્રયાસ છે. જળ સંચય અભિયાન હેઠળ આદિવાસીઓને રોજગારી પણ મળી રહેશે. વરસાદી પાણી પહેલા પાળ બાંધવાના આ અભિયાનને લીધે અને જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી જળ સ્તર ઉંચા આવશે અને પિયતની સુવિધાઓમાં પણ સરળતા રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સહકાર અને સિંચાઇ સમિતીના ચેરમેન સોમાભાઇ વસાવા,ખાનસિહ વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ,  પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.બી.કટારા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, પાટડી ગામના સરપંચ શ્રીમતી વિદ્યાબેન વસાવા સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચના નંદેલાવથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે પ્રારંભ

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે ગામ તળાવ ઉંડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી  સુજલામ-સુફલામ જળ અભિયાનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાનએ ધરતીને નવપલ્લવિત કરવા સાથે ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનું જળ અભિયાન છે. તેમણે ઉમેર્યું હતું કે આ અભિયાન થકી કરવામાં આવનાર કામગીરીથી તળાવો, ચેકડેમોમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે જેથી જિલ્લામાં જળ સંચયનો વ્યાપ વધશે. આ ઉપરાંત પાણીનો સંગ્રહ થવાથી સંગ્રહિત પાણીની આજુબાજુની જમીનોના પાણીના તળ ઉંચા આવશે. તેમણે જળસંચય અભિયાન થકી થનારા ફાયદાની પણ વિસ્તૃત વિગતો આપી હતી.આ અભિયાન લોકભાગીદારીથી તા.૩૧મી મે-૨૦૨૨ સુધી ચાલશે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રામજનોને ગામ તળાવ સુંદર રાખવાની સાથે તળાવની આજુબાજુની જગ્યામાં વૃક્ષો વાવવાની પણ હિમાયત કરી હતી.

જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઇ મિસ્ત્રીએ નંદેલાવ ગામમાં થયેલા વિકાસકામોની માહિતી રજૂ કરી હતી. પ્રારંભે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.જી.મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતમાં આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશભાઇ પરમારે કર્યું હતું. આ વેળાએ ગ્રામજનો ધ્વારા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન પટેલ, સિંચાઇ વિભાગના ચેરમેન રંજનબેન, ગામના સરપંચ લક્ષ્મીબેન, ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઇ મેકવાન, તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સદસ્યો, ગામ આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

જૂનાગઢ ખાતે સરદાર પટેલ કર્મચારી મંડળનો દ્વિતિય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સરદાર પટેલ કર્મચારી મંડળ-જૂનાગઢ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહ  સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થા નાં ટ્રસ્ટીઓ, તેમજ મંડળનાં આજીવન સભ્યપદ ધરાવતા કર્મચારી કે અધિકારીઓની ઉપસ્થિતીમાં ગિરનાર પબ્લીક સ્કુલનાં પરિસરમાં યોજાયો હતો.

કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા અગ્રણી પેથોલોજીસ્ટ અને ખોડલધામનાં જૂનાગઢ જિલ્લા કન્વીનર ડો. જી.કે.ગજેરાએ જણાવ્યુ હતુ કે સાંપ્રત સમયમાં ગ્રામિણ સમાજમાં જરુરીયાતમંદ પરિવારોને રક્ત, દવા અને સારવાર તેમજ જૂનાગઢ ખાતે તબીબી સારવાર માટે હોસ્પીટલાઈઝ થતા દર્દીઓને સહાયરૂપ બનવા હિમાયત કરી હતી. અને કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિર,આરોગ્ય ચિકીત્સા શિબીરનાં થતા કાર્યોની પ્રસંશા કરી મંડળનાં હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.,

કાર્યક્રમનાં અધ્યક્ષ સગાનેથી પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર એ. એમ. પાઘડારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે સાંપ્રત સમય હરિફાઇનો યુગ છે. ત્યારે ગરીબ પરીવારનાં બાળકોને શીક્ષણ માટે સહાય આપવી, સ્પર્ધાત્મક પરિક્ષાઓ દરમ્યાન યુવાઓને આવશ્યક સવલતમાં સહાયભુત બનવા પર ભાર મુક્યો હતો. આ તકે મંડળ દ્વારા સેવાનિૃવત કર્મચારીઓનું મહાનુભાવોનાં હસ્તે બહુમાન કરી તેમની સુદિર્ઘ સેવાઓને બિરદાવી હતી. વિસાવદર તાલુકાનાં નાના એવા પ્રેમપરા ગામના માત્ર ચાર ધોરણ ભણેલા મથુરભાઈ રીબડીયા કે જેઓ હેતલ આર્ટ ગેલેરી નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ દ્વારા જુનાગઢનાં ૧૦૦ જેટલા યુવક યુવતીઓને પરોક્ષ રોજગારી આપવા નિમિત્ત બન્યા છે અને હજુ અનેક યુવક યુવતીઓને રોજગાર આપવા માટે કટીબધ્ધતા કરતા તેમની સમાજ પરત્વેની કૃતજ્ઞતાને સૈાએ બિરદાવી હતી.

આ તકે સમાજનાં અગ્રણીઓ, શિક્ષણવીદો, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંડળનાં સભ્યો સંજયભાઈ અકબરી, કિશોરભાઈ ધડુક, શૈલેષભાઈ ભુવા, બાઘુભાઈ ડોબરિયા, જેન્તીભાઈ વસોયા, પ્રકાશભાઈ ભંગડીયા, અલ્પેશભાઈ વેકરીયા, પ્રવીણભાઈ ચોથાણી, પી. ડી. ગજેરા, કપિલભાઈ સુદાણી, અરવિંદભાઈ ગજેરા, જીગ્નેશભાઈ દુધાત, સભાડીયા સાહેબ દ્વારા જહેમત ઉઠાવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ દોમડીયાએ અને આભાર દર્શન પી. ડી. ગજેરાએ કરેલ તેમજ કાર્યક્રમનાં પરામર્શક તરીકે માહિતી વિભાગનાં અશ્વિન પટેલે સહયોગ પુરો પાડ્યો હતો.

ભરૂચના સરનાર ગામેથી ચોરીની બાઇક સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લાના મિલ્કત સબંધી તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ વાહન ચોરી ઉપર નિયંત્રણ લાવવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી વર્ક આઉટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.

જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ધુળેટીના તહેવાર નિમીત્તે બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી મળેલ કે ભરૂચ તાલુકાના સરનાર ગામે રહેતો યામીન પટેલ નંબર વગરની હોન્ડા સાઇન બાઇક લઇ ફરે છે જે મો.સા. શંકાસ્પદ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા સરનાર ગામે યામીન અલ્તાફ પટેલ ઉ.વ. ૨૨ રહેવાસી.સરનાર નવી નગરી તા.જી.ભરૂચના ઘરે તપાસ કરતા તેના ઘરે નંબર વગરની હોન્ડા સાઇન મો.સા. સાથે મળી આવ્યો હતો. જે બાઇક અંગે ઉડાણપુર્વક તપાસ કરતા તે બાઇકની માલીકી કે ક્બ્જા બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી

જેથી સરકાર દ્વારા ઇસ્યુ થયેલ મોબાઇલ પોકેટ કોપ ઇ-ગુજકોપમાં મો.સા.ના.એન્જીન/ચેચીસ નંબર આધારે સર્ચ કરી મો.સા.નો નંબર GJ-05-PG-1664 મળતા માલીક સાથે સંપર્ક કરતા ઉપરોક્ત હોન્ડા સાઇન મો.સા. કોસંબા ટાઉનમાં ઝંડાચોક વિસ્તારમાંથીસપ્ટેમ્બર/૨૦૨૧ થી ચોરાયેલ હોવાની હકિકત જણાય  આવેલ. જેથી પકડાયેલ આરોપી યામીન અલ્તાફ પટેલ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે. જ્યારે આ ગુનામાં મુસ્તુ રહેવાસી. કોસાડ આવાસ જમાતી મસ્જીદ પાસે સુરતને વોન્ટેડ જાહેર કરી અને આ અંગે કોસંબા પોલીસ મથકને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

હોળીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવાની જંબુસરમાં અનોખી માન્યતા

જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે.  જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માર્ટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરીયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે.

ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી કૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે લોકવાયકા મુજબ ઇલાજી હોળીકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઇ ગયું હતું અને રાખ જોઇ તે ખૂબ દુઃખી થાય છે તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે. ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું.ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ, ભાઇઓ, બહેનો જોડાયાં હતા.

  • સંજય પટેલ,ન્યુઝ લાઇન, જંબુસર
error: Content is protected !!