The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 150

બેથી વધારે બાળકો નિયંત્રીત કરવાનો કાયદો નહીં બને તો કાશ્મીર ફાઇલસની જેમ ભરૂચ ફાઇલ્સ ફિલ્મ પણ બનશે- પ્રવિણ તોગડીયા

  • ડો.પ્રવીણભાઈ તોગડિયા દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

ડો. પ્રવિણ તોગડિયાએ ભરૂચ ખાતે તેઓએ કાશ્મીર ફાઇલ્સ પિક્ચર બાબતે  નિવેદન આપતા હાલ ની ભાજપ સરકારે હિન્દુઓ માટે શું કર્યું તે માટે આકરા પ્રહાર કર્યા હતા. ડો.પ્રવીણભાઈ તોગડિયા ફાઈલ્સ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ફિલ્મ એક સત્ય ઘટના પર બની છે અને ૧૯૯૦ માં દાયકા માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા હતા અને ચાર લાખ થી વધુ કાશ્મીરી પંડિતો ઓ પલાયન કરવું પડયું હતું.

આ ઘટના ને ૩૦ વર્ષ વિતી ગયા છતાં પણ કેન્દ્રમાં ૧૫ વર્ષ કોંગ્રેસ અને ૧૫ વર્ષ ભાજપ ની સરકાર હતી છતાં પણ આ ૩૦ વર્ષ દરમિયાન કોઈપણ સરકારે કાશ્મીરી પંડિતોને ઘરવાપસી નથી કરાવી અને કાશ્મીરી પંડિતોને પોતાના મકાન કે જમીન પણ પાછા અપાવી શકી નથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એક રાજકારણ સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને જણાવ્યું હતું કે મુસ્લિમ લોકો માટે બે બાળકો નો કાયદો લાવવો જોઈએ અને જો આ કાયદો નહિ બનાવવા માં આવે તો આવનારા ૩૦ વર્ષ માં કાશ્મીર ફાઇલ્સ ની જેમ ભરૂચ,વડોદરા,ભારત ફાઇલ્સ નામની પણ ફિલ્મ આવશે. જે કાશ્મીરી પંડિતો સાથે ઘટના બની છે એજ ઘટના મુસ્લિમ લોકો જોડે બની હોત તો તેઓને ઘર અને જમીન ક્યાર ના મળી ગયા હોત પરંતુ કાશ્મીરી પંડિતો હિન્દુ હોવાના કારણે તેઓને પોતાના ઘર કે જમીન પાછા મળી શકતા નથી તે માટે ગંભીરતાથી સરકાર વિચારી કાશ્મીરી પંડિતોને સ્થાપિત કરાવે તેવી માંગ કરી હતી.

આમોદના પુરસા ગામના યુવાનના ધર્માંતરણના મામલે ૪ ના ૭ દિવસના રિમાન્ડ મંજુર

ચારેવના ૭ દિવસના રિમાન્ડ, ભરૂચનો મૌલવી હજી પોલીસ પકડથી દૂર

આમોદ તાલુકાના પુરસા ગામે રહેતાં એક શખ્સનું ગેરકાયદે રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાયો છે. જેની તપાસ જંબુસર ડિવિઝનના ઇન્ચાર્જ ડિવાયએસપીને સોંપવામાં આવી છે. ત્યારે ડિવાયએસપીની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 25મી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં.

આમોદ તાલુકાના કાકરિયા ગામના આદિવાસી પરિવારોના ધર્માંતરણના બહુચર્ચિત કેસ બાદ આમોદ તાલુકાના જ પુરસા ગામના શખ્સના ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો છે. પુરસા ગામે રહેતાં છગન રયજી પરમારને 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.

પછી તેને પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ પર રાખ્યો હતો. જોકે, બે વર્ષથી તેને પગાર નહીં આપવા સાથે ધર્માંતરણ બાદ તેને રહેવા માટે મકાન-પ્લોટ આપવા માટેનું એફિડેવિટ કરવા છતાં તેને તે સહૂલિયત ન મળતાં આખરે તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ સંદર્ભે ઇમરાન નુરભા મલેક, જહાંગીર ગુલામ સરદાર મલેક, ગેમલસંગ ભારતસંગ સિંધા તથા જહાંગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરી તેમને શનિવારે કોર્ટમાં રજૂ કર્યાં હતાં. દરમિયાનમાં કોર્ટે ચારેય આરોપીઓને 25મી માર્ચ સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

ભરૂચના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી, દબાઇ જતા 3 બાળકોના મોત

  • માતા-પિતા સારવાર હેઠળ
  • 3 બાળકોના કાટમાળમાં દબાઈ જતા મોત
  • પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

ભરૂચના બંબાખાના વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. જેમાં જુનું મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાતા 3 બાળકોના મોતને ભેટ્યા છે. જ્યારે તેમના માતા-પિતાને ગંભીર હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે.

ભરૂચના બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવ નજીક આવેલ હરિજન વાસના મકાન નં.૯૦૩માં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી એક દીકરો અને ત્રણ દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહે છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ વર્ષાબેન હિંમત સાથે પોતાના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે, ત્યારે આજરોજ પોતના રાબેતા મુજબ, વર્ષાબેન નગરપાલિકામાં કામ અર્થે નીકળી ગયા હતા, ત્યારે બાળકો મકાનમાં ઉંઘતા હતા. તે દરમ્યાન અચાનક મકાનની છત ધડાકાભેર ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.

આ ઘટનાની સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરી હતી. જેથી ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવતાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી, અંજના સોલંકી અને મોટી બહેન ગાયત્રી સોલંકી કાટમાળ નીચે દબાયેલ હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ગાયત્રી સોલંકી ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તેમણે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

 

શુકલતીર્થમાં ડૂબી જવાથી મોતને ભેટેલ બે યુવાનોની ધટનાનું દુ:ખ વ્યકત કરતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે ધૂળેટીના દિવસે ધૂળેટીની ઉજવણી બાદ નર્મદામાં નહાવાગયેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના દૂબી જવાથી મોતની ધટના બનતા સાંસદ મનસુખ વસાવા આજ રોજ શુકલતીર્થ ગામે પહોંચ્યા હતા.

સાંસદ મનસુખભાઇએ મૃતક યુવાનોના પરિવારને સાંતવના પાઠવવા સાથે તેમના કરૂણ મોત બદલ દુખ વ્યક્ત કરી રેતી માફીયાઓ દ્વારા નર્મદામાં રેતી કાઢવા કરાતા ૩૦ ફૂટ જેટલા ઉંડા ખાડાને ગેરકાયદેસરના કહી કિંતા વ્યક્ત કરી હતી. સાંસદ મનસુખભાઇ વસાવાએ આ અંગે સરકારમાં રજૂઆત કરી હોવાની પણ વાત ઉચ્ચારી આવા ગેરકાયદે ચાલતા રેતી ખનન બંધ કરાશેની વાત કહી હતી.

જંબુસરના લીમડાવાળા ભાથીજી મહારાજ મંદિરના ૮ મા પાટોત્સવની રંગેચંગે ઉજવણી

જંબુસરના પિશાચેશ્વર મહાદેવ ની પાછળ આવેલ લીમડાવાળા દાદા મંદિરના આઠમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક રંગેચંગે ઉજવણી કરવામાં આવી મંદિરના  પાટોત્સવ પ્રસંગે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

મંદિર ખાતે ભાથીજી મહારાજ મહાકાળી માતા ખોડીયાર માતાનુ સ્થાપન કરવામાં આવ્યું છે.આજ રોજ પાટોત્સવ પ્રસંગે નાડિયા ખડકીના રહીશ ગિરીશભાઇ ચંપકલાલ પટેલને ત્યાંથી ડીજે ના તાલે શોભાયાત્રા નીકળી લીલોતરી બજાર ગણેશ ચોક,ત્રિવિક્રમ બજાર, સુભાષ મેદાન ટંકારી ભાગોળ થઈ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રા દરમિયાન ભાથુજી મહારાજના ભજન કીર્તન પર સૌ ભક્તો ઝુમી ઉઠ્યાં હતાં.

મંદિર ખાતે ધાર્મિક પૂજા વિધી આરતી ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી રાખવામાં આવ્યું હતું અને બપોરે ભાથુજી મહારાજની સત્સંગ સભા યોજવામાં આવી હતી  પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ યુવાનો નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ હાજર રહી દાદાના દર્શનનો લાભ લીધો હતો.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

પીલુદ્રા વીબીસી માઇનોર લીકેજ થી જોરવાગા અને ભરડીયા વગાના ખેતરમાં ભરાયા પાણી

નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઇ લહેરો વારંવાર તૂટી જવા લીકેજના બનાવો બને છે જંબુસર તાલુકાના પીલુદ્રા વીબીસી માઈનોર લીકેજ થી ૧૦૦ એકર જમીન પાણીમાં ગરકાવ થતાં ખેતીને નુકસાન થતાં ધરતીપુત્રો હેરાન પરેશાન.

નર્મદા નહેર જ્યારથી જંબુસર તાલુકામાં બનેલી છે ત્યારથી આજદિન સુધી તાલુકાના ધરતીપુત્રોને નર્મદા નહેરના પાણીનો લાભ મળતો નથી  ઊલટાનું નુકસાન થાય છે નહેરના તકલાદી બાંધકામને લઇ નહેરો વારંવાર તૂટી જવા કે લીકેજ થવાના બનાવો અવારનવાર બનતા રહે છે.જે અંગે નર્મદા નહેરની ઑફિસે ધરતીપુત્રો દ્વારા કિસાન સંગઠનો દ્વારા લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવતી હોય છે. તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓ આ બાબતે કાંઈ ધ્યાન આપતા નથી કે વ્યવસ્થિત નહેરો રીપેર કરાતી નથી જેનો ભોગ ખેડૂતો બનતા હોય છે ધરતીપુત્રોની મહામૂલી ખેતીને નુકશાન થાય છે.

જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે થી વીબીસી માઇનોર કેનાલ વેડચ વિશાખા કહાનવા તરફથી આવે છે.જે ઘણા સમયથી લીકેજ છે એ બાબતે સરપંચ બળવંતભાઈ તથા ખેડુતો ધ્વારા નહેર ખાતાની ઓફિસે વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે  તેમ છતાં નિહાર લીકેજના પ્રશ્ન આજદિન સુધી હલ થયો નથી જેને કારણે જોરવગા તથા ભરાડિયા વગાની ૧૦૦ એકર જમીનના ઘઉં બાજરી તુવેર દિવેલાનાં પાકો નિષ્ફળ જવા પામ્યા છે.આ સહિત લીકેજના પાણી રોડ ઉપર રેલમછેલ હોય છે ખેતી ઉત્પાદનો માટે જરુરી સાધનો લઈ જવાના માર્ગો પાણીથી ભરાતા હોય ધરતીપુત્રો હેરાન પરેશાન થવા પામ્યા છે નહેર ખાતાના અણઘડ વહીવટને કારણે  ધરતીપુત્રોના  મહામુલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે તંત્ર દ્વારા વહેલી તકે લહેરી લીકેજનો પ્રશ્ન હલ કરવામાં આવે તેમજ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.

  • સંજય વસાવા,ન્યુઝલાઇન,જંબુસર

ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ યોજાયો હતો. જેમાં મહિલાઓ કઈ રીતે પગભર થાય મહિલાઓ પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે મહિલા કઈ રીતે પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

હવે સ્ત્રીઓ પણ જાગૃત થાય અને તેઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે લક્ષ્ય થી ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સેન્ટરના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટર ના મુખ્ય સંચાલિકા  પ્રભાદીદીએ જણાવ્યું હતું કે નારી શક્તિ સૌથી મહાન છે નારી એ પરિવારનો તો વિકાસ કરે છે સાથે સાથે તેનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું.

SOU પ્રવાસનના નામે ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓને ખદેડી રહી છે:ડૉ.પ્રફુલ વસાવા

કેવડીયા બચાવો આંદોલનનાં આગેવાન ડૉ.પ્રફુલ વસાવા કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ્ કરવા કેવડિયા વિસ્તારનાં લોકો અને આદિવાસી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. SOU એક્ટ ગુજરાત વિધાનસભા દ્વારા કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં જમીનો સંપાદિત કરવા, પ્રવાસન ઉદ્યોગ માટે, નિયંત્રણ માટે કાયદો બનાવ્યો છે, જેનો શરૂઆતથી સ્થાનિકો અને આદિવાસી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

આદિવાસી સમાજ માને છે કે ગુજરાત સરકાર પ્રવાસનના નામે જળ, જમીન, જંગલ અને જમીનો બિન કાયદેસર રીતે પડાવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી  એક્ટમાં ભારતીય બંધારણ ની પાંચમી અનુસુચિ અને પેસા કાનુન નું ઉલ્લંધન થયું છે. પ્રવાસન ઉદ્યોગ ને વધારવા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટને લીધે આ વિસ્તારમાં શહેરીકરણ કરવા અધિનિયમ કલમ ૧૦ આપવામાં આવી છે, જેમાં ગુજરાત નગર નિયોજન અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ નાં કાયદા આ વિસ્તારમાં લાગું થશે સાથે સાથે કલમ ૩૧(૧)માં કહેવા માં આવ્યું છે, કે અનુચ્છેદ ૨૪૩(Q) પ્રમાણે ગુજરાત સરકાર આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર માંથી ઔધોગિક ટાઉનશિપ પણ ‌ફેરવી શકે છે. અને કલમ ૩૧(૨) પ્રમાણે આ વિસ્તારને સૂચિત ક્ષેત્ર‌ જાહેર કરવામાં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ નાં કાયદા આ વિસ્તારમાં લાગુ થશે. જેને લીધે આ વિસ્તાર લોકો, ગામ પંચાયતો પોતાના હક્ક અધિકાર ગુમાવી દેશે અને તેમના અસ્તીત્વ ઉપર ખતરો ઉભો થશે.

SOU એક્ટ નાં આ કાયદાઓ પ્રથમ દ્રષ્ટિએ ગેરબંધારણીય છે અને ‌ભારતીય બંધારણ નાં અનુચ્છેદ ૨૪૩-ZC મુજબ બંધારણ ના ભાગ ૯-A જે આ વિસ્તારમાં નગરપાલિકા કાનુન એ અનૂસુચિત આદિજાતિ વિસ્તારમાં લાગું પાડી શકાય નહીં. તેમાં પણ ગુજરાત વિધાનસભા ને આ SOU એકટ બનાવી તેની ૩૧(૧) (૨) લાગું કરવાની બંધારણીય સત્તા જ નથી તો પછી ગુજરાત વિધાનસભા એ આ કાયદો બંધારણ ની ઉપરવટ જઈને ઘડ્યો છે તેવું કહી શકાય. અનુચ્છેદ ૨૪૩ M (૪) B નું પણ SOU એક્ટ ખુલ્લેઆમ ઉલ્લંધન કરે છે. ગુજરાત સરકાર ને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ કે આવા કોઈ પણ કાયદા લાગુ કરવાની બંધારણીય સત્તા જ નથી”.

SOU એક્ટ પેસા કાનુન ૧૯૯૬ ની કલમ ૪ (e)(૧) અને ૪( i ) નું પણ ઉલ્લંધન કરે છે‌. ગુજરાત પંચાયત અધિનિયમ ૨૦૧૭ ના નિયમ‌ ૧૭ માં કહેવા આવ્યું છે, કે રાજ્ય નાં નિયમો, સામાજિક સંશાધનો , સામાજિક રીતી રિવાજ, ધાર્મિક પારંપારિક રૂઢિ પ્રથા અનુરૂપ હોવા જોઈએ જેનાં SOU એક્ટ બિલકુલ વિપરીત છે અને જળ જમીન જંગલ અને આદિવાસી ઓની રહેણીકરણી પર વિપરીત અસર કરનારું બિલ રદ્ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. કેવડીયા ગામ નાં શિક્ષિત યુવા અને પીટીશનર રાજેન્દ્ર તડવી એ કહ્યું કે SOU ACT આદિવાસી સમાજ માટે કાળા કાયદા સમાન છે. બંધારણીય અધિકારોનું છડેચોક ઉલ્લંઘન છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચમાં મેઘઘનુષિ કાર્યક્રમનો કરાયો શુભારંભ

  • ઈનર વ્હીલ કલબ ભરૂચ દ્વારા IIID તથા નેરોલેક પેઈન્ટ્સના સહયોગથી યોજાયો કાર્યક્ર્મ

ઈનરવ્હિલ કલબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામા આવે છે. જે અંતર્ગત ઈનરવ્હિલ ઓફ ભરૂચ્ના પ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન શ્રીમતી રીઝવાના તલકીન ઝમીનદારને એક વિચાર આવ્યો કે પછાત વિસ્તારને શણગારવોકે રંગરોગાન કરવાનો વિચાર કરવો અને સ્થળ પર પહોંચી તેનો અમલ કરવો એ એક ઐતીહાસીક ઘટના છે.

આ રચનાત્મક પરીવર્તનનો એટલે વિચાર આવ્યો કે ઈનરવ્હિલ ક્લબ ઓફ ભરૂચ જયારે સમાજમાં તમામ વિસ્તારોનાં અને તમામ વર્ગોને વિકાસના વિવિધ આયામો સાથે જોડતા હોય તો આ ગરીબોના ઘરનું શુશોભન કેમ ન કરી શકાય સ્લમ વિસ્તારોને સ્વચ્છ હાઈજેનીક અને ડેકોરેટીવ આપણે કેમ બનાવી ન શકીએ આ વિચાર સાથે ઈનરલિ કલબે નેરોલેક પેઈન્ટસના કેન્સાઈ (સીએસઆર) પ્રોજેકટ દ્વારા અમલ કરવા માટે તેના પ્લાન્ટ હેડ રાજેશ પટેલનો સંપર્ક કરી આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું આ પ્રોજેકટ માટે IIID ભરૂચના ચેરપર્સન મૈત્રી કલાપી બુચનો સહયોગ પ્રાપ્ત થયો અને IIID ના વિદ્યાર્થિઓની ડિઝાઈન અંગેની મહેનત અને આયોજનબધ્ધ કામગીરી સાથે આજે આ મેઘઘનુષિ પ્રોજેકટનો શુભારંભ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે દુષ્યંતભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય ભરૂચ અને અતિથિ વિશેષ પદે તુષાર સુમેરા સાહેબ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા શુભ શરૂઆત કરાઈ.

આ અંગે શ્રી દતમંદિર પાસેનો સ્લમ વિસ્તાર , ફુરજા ચાર રસ્તા પાસેનો પસંદ કરાયો છે , અને સ્લમ વિસ્તારના શુશોભન માટે ID ના વિદ્યાર્થિઓ કામગીરી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સહુ સયોગી સંસ્થાઓ અને સ્થાનીક નાગરીકો અને રહેવાસીઓનો વિશેષ આભાર માનવામાં આવે છે અને ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અંગે પૂરતો સહકાર આપ્યો હતો.

ભરૂચ ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલ આરોપી ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી આરોપીઓ ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી કરવા સુચના અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર  જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજનસ થી કાર્યવાહી હાથ ધરવામા આવેલ

જે કાર્યવાહી દરમ્યાન ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.મા નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામા ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સુરત ખાતે ઉપયોગ થઇ રહેલ હોવાની મળેલ હકીકત આધારે ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમ શકીલ સાઢુંશાં શાહ રહે- ભેસ્તાન આવાસ એ/ર. મકાન નં-૫ ડીંડોલી સુરત શહેરને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. અને આગળની કાર્યવાહી સારૂ ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ખાતે જાણ કરવામા આવેલ છે.

error: Content is protected !!