ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લાના મિલ્કત સબંધી તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ વાહન ચોરી ઉપર નિયંત્રણ લાવવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી વર્ક આઉટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.
જેમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ધુળેટીના તહેવાર નિમીત્તે બંદોબસ્ત અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી મળેલ કે ભરૂચ તાલુકાના સરનાર ગામે રહેતો યામીન પટેલ નંબર વગરની હોન્ડા સાઇન બાઇક લઇ ફરે છે જે મો.સા. શંકાસ્પદ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા સરનાર ગામે યામીન અલ્તાફ પટેલ ઉ.વ. ૨૨ રહેવાસી.સરનાર નવી નગરી તા.જી.ભરૂચના ઘરે તપાસ કરતા તેના ઘરે નંબર વગરની હોન્ડા સાઇન મો.સા. સાથે મળી આવ્યો હતો. જે બાઇક અંગે ઉડાણપુર્વક તપાસ કરતા તે બાઇકની માલીકી કે ક્બ્જા બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી
જેથી સરકાર દ્વારા ઇસ્યુ થયેલ મોબાઇલ પોકેટ કોપ ઇ-ગુજકોપમાં મો.સા.ના.એન્જીન/ચેચીસ નંબર આધારે સર્ચ કરી મો.સા.નો નંબર GJ-05-PG-1664 મળતા માલીક સાથે સંપર્ક કરતા ઉપરોક્ત હોન્ડા સાઇન મો.સા. કોસંબા ટાઉનમાં ઝંડાચોક વિસ્તારમાંથીસપ્ટેમ્બર/૨૦૨૧ થી ચોરાયેલ હોવાની હકિકત જણાય આવેલ. જેથી પકડાયેલ આરોપી યામીન અલ્તાફ પટેલ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે. જ્યારે આ ગુનામાં મુસ્તુ રહેવાસી. કોસાડ આવાસ જમાતી મસ્જીદ પાસે સુરતને વોન્ટેડ જાહેર કરી અને આ અંગે કોસંબા પોલીસ મથકને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.