સરદાર પટેલ કર્મચારી મંડળ-જૂનાગઢ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન સમારોહ સમાજશ્રેષ્ઠીઓ, રાજકીય અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થા નાં ટ્રસ્ટીઓ, તેમજ મંડળનાં આજીવન સભ્યપદ ધરાવતા કર્મચારી કે અધિકારીઓની ઉપસ્થિતીમાં ગિરનાર પબ્લીક સ્કુલનાં પરિસરમાં યોજાયો હતો.
કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી ખુલ્લો મુકતા અગ્રણી પેથોલોજીસ્ટ અને ખોડલધામનાં જૂનાગઢ જિલ્લા કન્વીનર ડો. જી.કે.ગજેરાએ જણાવ્યુ હતુ કે સાંપ્રત સમયમાં ગ્રામિણ સમાજમાં જરુરીયાતમંદ પરિવારોને રક્ત, દવા અને સારવાર તેમજ જૂનાગઢ ખાતે તબીબી સારવાર માટે હોસ્પીટલાઈઝ થતા દર્દીઓને સહાયરૂપ બનવા હિમાયત કરી હતી. અને કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિર,આરોગ્ય ચિકીત્સા શિબીરનાં થતા કાર્યોની પ્રસંશા કરી મંડળનાં હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.,
કાર્યક્રમનાં અધ્યક્ષ સગાનેથી પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી જૂનાગઢના અધિક્ષક ઈજનેર એ. એમ. પાઘડારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે સાંપ્રત સમય હરિફાઇનો યુગ છે. ત્યારે ગરીબ પરીવારનાં બાળકોને શીક્ષણ માટે સહાય આપવી, સ્પર્ધાત્મક પરિક્ષાઓ દરમ્યાન યુવાઓને આવશ્યક સવલતમાં સહાયભુત બનવા પર ભાર મુક્યો હતો. આ તકે મંડળ દ્વારા સેવાનિૃવત કર્મચારીઓનું મહાનુભાવોનાં હસ્તે બહુમાન કરી તેમની સુદિર્ઘ સેવાઓને બિરદાવી હતી. વિસાવદર તાલુકાનાં નાના એવા પ્રેમપરા ગામના માત્ર ચાર ધોરણ ભણેલા મથુરભાઈ રીબડીયા કે જેઓ હેતલ આર્ટ ગેલેરી નામની યુટ્યુબ અને ફેસબુક ચેનલ દ્વારા જુનાગઢનાં ૧૦૦ જેટલા યુવક યુવતીઓને પરોક્ષ રોજગારી આપવા નિમિત્ત બન્યા છે અને હજુ અનેક યુવક યુવતીઓને રોજગાર આપવા માટે કટીબધ્ધતા કરતા તેમની સમાજ પરત્વેની કૃતજ્ઞતાને સૈાએ બિરદાવી હતી.
આ તકે સમાજનાં અગ્રણીઓ, શિક્ષણવીદો, ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મંડળનાં સભ્યો સંજયભાઈ અકબરી, કિશોરભાઈ ધડુક, શૈલેષભાઈ ભુવા, બાઘુભાઈ ડોબરિયા, જેન્તીભાઈ વસોયા, પ્રકાશભાઈ ભંગડીયા, અલ્પેશભાઈ વેકરીયા, પ્રવીણભાઈ ચોથાણી, પી. ડી. ગજેરા, કપિલભાઈ સુદાણી, અરવિંદભાઈ ગજેરા, જીગ્નેશભાઈ દુધાત, સભાડીયા સાહેબ દ્વારા જહેમત ઉઠાવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ દોમડીયાએ અને આભાર દર્શન પી. ડી. ગજેરાએ કરેલ તેમજ કાર્યક્રમનાં પરામર્શક તરીકે માહિતી વિભાગનાં અશ્વિન પટેલે સહયોગ પુરો પાડ્યો હતો.