ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી આરોપીઓ ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી કરવા સુચના અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના ટીમ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજનસ થી કાર્યવાહી હાથ ધરવામા આવેલ
જે કાર્યવાહી દરમ્યાન ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.મા નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામા ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સુરત ખાતે ઉપયોગ થઇ રહેલ હોવાની મળેલ હકીકત આધારે ચોરીમા ગયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમ શકીલ સાઢુંશાં શાહ રહે- ભેસ્તાન આવાસ એ/ર. મકાન નં-૫ ડીંડોલી સુરત શહેરને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. અને આગળની કાર્યવાહી સારૂ ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ખાતે જાણ કરવામા આવેલ છે.