ઘણા સમયથી ભરૂચના વોર્ડ નંબર-8માં આવેલી વસંત મિલની ચાલમાં ગંદકી અને ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. આ સમસ્યાને લઇ રહીશોએ નગર પાલિકા કચેરી ખાતે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલા નહી લેવામાં આવતા રહીશો નર્કાગાર જેવી પરિસ્થિતમાં મુકાઈ ગયા છે.
પવડી શાખાના કર્મચારીઓ ગટર લાઈન સાફ-કરવા આવ્યા પણ તેમણે ટોઇલેટ લાઈન હોવાથી ઘસીને ના પાડી ચાલતી પકડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે આખા ભરૂચ શહેરમાં આવી સ્થિતિ છે તો અન્ય વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં આવે છે, તો આ વિસ્તારમાં કેમ નહિ તેવા સવાલો પણ ઉદભવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રીતે તાત્કાલીક સાફ-સફાઈ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.