The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે દેશી ચકલીઓ હવે લુપ્તપ્રાય બની

જંબુસર તાલુકામાં વૃક્ષોની ક્રમશઃ ઘટતી જતી સંખ્યા અને વધેલા પ્રદૂષણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી દેશી ચકલીઓ હવે તદ્દન ઓછી જોવા મળી રહી છે પ્રદૂષણ અને જંગલોનો વિનાશ ને કારણે પર્યાવરણની સમતુલા નો પ્રશ્ન ઉભો થયો છે. સિમેન્ટ કોંક્રિટના જંગલો ના પરિણામે વિવિધ પક્ષીઓની પ્રજાતિઓમાં ધરખમ ઘટાડો થયો છે પ્રગતિની આંધળી દોટમાં વૃક્ષોનો વિનાશ અને પ્રદૂષણને કારણે પ્રાકૃતિક સૌંદર્ય જોખમાઈ રહ્યું છે.જંબુસર તાલુકામાં દેશી ચકલીઓની સંખ્યા માં ક્રમશઃ ઘટાડો થતાં પર્યાવરણવિદો ચિંતામાં થયા છે જંગલો,  વન વગડા, વાડીઓ, ખેતર, બાગ-બગીચા કે વૃક્ષોની ઘટાઓ ને આશ્રયે ભાતભાતના પંખીઓ વસતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને કારણે દેશી ચકલીઓની સંખ્યા ઘટી જાય છે મુખ્ય કારણોમાં એક કારણ ધ્વનિ પ્રદૂષણ અને ખેતરોમાં છાંટવામાં આવતી જંતુનાશક દવાઓ છે.

પહેલાના સમયમાં સવાર પડતાની સાથે જ કાનમાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળતો હતો સવાર હોય કે સાંજ નજીકના ઝાડ પર બેસીને બોલતી કોયલ ની મીઠી કૂક મનને કંઈ અલગ જ આનંદ આપતી હતી. સાથે ઘર નજીક જ ટોળામાં આવી જતી ચકલીઓની  ચી…ચી…ચી… પણ કાન ને ગમતી હતી પરંતુ હવે બદલાયેલા સમય સાથે આ બધી મધુરતા દૂર થઈ રહી હોય તેવું  લાગી રહ્યું છે.

” ઘર આંગણાના પક્ષીઓ માટે  ચબૂતરાઓમાં પણ ખાલીપો !! “

પ્રકૃતિ પક્ષી પ્રેમીઓ સવારે ચકલાને ચણ નાખી પુણ્ય કર્મ કર્યાનો આનંદ અનુભવતા. અને તે માટે ગામડા ગામમાં પક્ષીઓ માટે સ્વતંત્ર ચબુતરા બનાવવામાં આવતા ત્યાં ગામના સજ્જન માણસો પક્ષીઓ માટે દાણા મૂકી આવતા અને સવારે બે પાંચ કિલો દાણા નો છંટકાવ કરતા તો આવા ચબૂતરાઓ ઘર આંગણાના ગણાતા ચકલી, કાબર, કબુતર જેવા પક્ષીઓનું આશ્રયસ્થાન બનતું અને સવારે તો ચણ ચણવા માટે પક્ષીઓની પડાપડી થતી પરંતુ આજના આધુનિક યુગમાં આ પ્રણાલી જ જાણે કે અદ્રશ્ય થઇ ગઇ છે ચબુતરામાંય પક્ષીઓ જણાતા નથી. એનો મતલબ શું ? ચબુતરામાં વર્તાતો પક્ષીઓનો ખાલીપો પર્યાવરણના મુદ્દાને ઘેરો બનાવે છે.”જંબુસર તાલુકામાં પર્યાવરણ ઉપર થયેલી માઠી અસરને કારણે તેમજ મોબાઇલના ટાવરના રિએક્શન ના કારણે તેમજ વૈશ્વિક તાપમાનને કારણે ગ્રામ્ય વિસ્તારની દેશી ચકલીઓ હવે લુપ્ત પ્રાય બની છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચ લોકસભા બેઠક પર પહેલું નામાંકન ભાજપના મનસુખ વસાવાએ ભર્યું

ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ...

મોદી પરિવારની વચનબદ્ધતા સાથે ભરૂચ ભાજપની ભોલાવમાં મળી ભવ્ય સભા

ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રી નગરના કોમન પ્લોટ ખાતે...

પાવાગઢ પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત, ૧ પદયાત્રીનું મોત, ૨ ઘાયલ

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત...

ભરૂચની સુજની વણાટને પ્રથમ જીઆઈ ટૅગ પ્રાપ્ત થયો

પ્રોજેક્ટ રોશની એ CSR પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભરૂચની...
error: Content is protected !!