નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઇ લહેરો વારંવાર તૂટી જવા લીકેજના બનાવો બને છે જંબુસર તાલુકાના પીલુદ્રા વીબીસી માઈનોર લીકેજ થી ૧૦૦ એકર જમીન પાણીમાં ગરકાવ થતાં ખેતીને નુકસાન થતાં ધરતીપુત્રો હેરાન પરેશાન.

નર્મદા નહેર જ્યારથી જંબુસર તાલુકામાં બનેલી છે ત્યારથી આજદિન સુધી તાલુકાના ધરતીપુત્રોને નર્મદા નહેરના પાણીનો લાભ મળતો નથી  ઊલટાનું નુકસાન થાય છે નહેરના તકલાદી બાંધકામને લઇ નહેરો વારંવાર તૂટી જવા કે લીકેજ થવાના બનાવો અવારનવાર બનતા રહે છે.જે અંગે નર્મદા નહેરની ઑફિસે ધરતીપુત્રો દ્વારા કિસાન સંગઠનો દ્વારા લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવતી હોય છે. તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓ આ બાબતે કાંઈ ધ્યાન આપતા નથી કે વ્યવસ્થિત નહેરો રીપેર કરાતી નથી જેનો ભોગ ખેડૂતો બનતા હોય છે ધરતીપુત્રોની મહામૂલી ખેતીને નુકશાન થાય છે.

જંબુસર તાલુકાના પીલુદ્રા ગામે થી વીબીસી માઇનોર કેનાલ વેડચ વિશાખા કહાનવા તરફથી આવે છે.જે ઘણા સમયથી લીકેજ છે એ બાબતે સરપંચ બળવંતભાઈ તથા ખેડુતો ધ્વારા નહેર ખાતાની ઓફિસે વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે  તેમ છતાં નિહાર લીકેજના પ્રશ્ન આજદિન સુધી હલ થયો નથી જેને કારણે જોરવગા તથા ભરાડિયા વગાની ૧૦૦ એકર જમીનના ઘઉં બાજરી તુવેર દિવેલાનાં પાકો નિષ્ફળ જવા પામ્યા છે.આ સહિત લીકેજના પાણી રોડ ઉપર રેલમછેલ હોય છે ખેતી ઉત્પાદનો માટે જરુરી સાધનો લઈ જવાના માર્ગો પાણીથી ભરાતા હોય ધરતીપુત્રો હેરાન પરેશાન થવા પામ્યા છે નહેર ખાતાના અણઘડ વહીવટને કારણે  ધરતીપુત્રોના  મહામુલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે તંત્ર દ્વારા વહેલી તકે લહેરી લીકેજનો પ્રશ્ન હલ કરવામાં આવે તેમજ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.

  • સંજય વસાવા,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here