ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે ભરૂચ જીલ્લામાં બનતા નાણાંકીય છેતરપિંડીના ગુનાઓ અટકાવવા આપેલ સુચના આધારે રાજપારડી બેંક ઓફ બરોડા શાખામાં સને-૨૦૧૪ માં આ કામના ફરીયાદીને ખેતી માટે ક્રોપ લોનની જરૂર હોય. જેથી લોનના નાણાં મેળવવા માટે આ કામના આરોપી કિરીટસિંહ મોતીસિંહ મહિડા તથા ગણેશભાઇ શંકરભાઇ વાળંદનો સંપર્ક કરતા આ કામના આરોપીઓએ ફરીયાદી તથા સાક્ષીઓને વિશ્વાસમાં લઈ જરૂરી દસ્તાવેજો મેળવી સહીઓ કરાવી, જે તે વખતના બેંક ઓફ બરોડા રાજપારડી શાખાના મેનેજર ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર સાથે મિલીભગત માં ક્રોપ લોનની સાથે સાથે બોરવેલ ઇરીગેશન લોનના રૂપિયા- ૬,૦૦,૦૦૦/- ની લોન પણ બેંકમાથી મંજુર કરાવી છેતરપિંડી કરી હોવાની ડેપ્યુટી જનરલ મેનેજર બેંક ઓફ બરોડા ભરૂચે રાજપારડી બેંક ઓફ બરોડા શાખામાં થયેલ નાણાંકીય છેતરપિડી બાબતની અરજી કરી હતી.
જે અરજીની તપાસ દરમ્યાન મંજુર થયેલ ઇરીગેશન લોનના રૂપિયા-૬,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત કરી નાણાંકીય છેતરપિડી થયેલાનું જણાય આવતા ભોગ બનનાર સુકલભાઇ કાળીયાભાઇ વસાવા રહે.નાના અણધરા તા,ઝઘડીયાની ફરીયાદના આધારે આ કામના આરોપીઓ (૧)ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર (જે તે વખતનાં બેંકઓફ બરોડા રાજપારડી શાખાનાં મેનેજર) (૨) કિરીટસિંહ મોતીસિંહ મહિડા (૩) ગણેશભાઇ શંકરભાઇ વાળંદ રહે સરસાડ,તા-ઝઘડીયા,જી-ભરૂચ નાઓની વિરૂધ્ધમાં રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપી કિરીટસિંહ મોતીસિંહ મહિડા રહે સરસાડ,તા-ઝઘડીયાને ઝડપી પાડયો હતો. જ્યારે ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર (જે તે વખતનાં બેંક ઓફ બરોડા રાજપારડી શાખાનાં મેનેજર) ગણેશભાઇ શંકરભાઇ વાળંદ રહે સરસાડ,તા-ઝગડીયા,જી-ભરૂચની શોધ આરંભી પક્ડાયેલ આરોપી વિરૂધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.