આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે શનિવારના રોજ યોજાયો હતો. જેમાં મહિલાઓ કઈ રીતે પગભર થાય મહિલાઓ પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે મહિલા કઈ રીતે પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
હવે સ્ત્રીઓ પણ જાગૃત થાય અને તેઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે લક્ષ્ય થી ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સેન્ટરના બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટર ના મુખ્ય સંચાલિકા પ્રભાદીદીએ જણાવ્યું હતું કે નારી શક્તિ સૌથી મહાન છે નારી એ પરિવારનો તો વિકાસ કરે છે સાથે સાથે તેનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું.