- ડો.પ્રવીણભાઈ તોગડિયા દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભરૂચ ઝાડેશ્વર ચોકડી ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી
ડો. પ્રવિણ તોગડિયાએ ભરૂચ ખાતે તેઓએ કાશ્મીર ફાઇલ્સ પિક્ચર બાબતે નિવેદન આપતા હાલ ની ભાજપ સરકારે હિન્દુઓ માટે શું કર્યું તે માટે આકરા પ્રહાર કર્યા હતા. ડો.પ્રવીણભાઈ તોગડિયા ફાઈલ્સ ફિલ્મ વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ફિલ્મ એક સત્ય ઘટના પર બની છે અને ૧૯૯૦ માં દાયકા માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા હતા અને ચાર લાખ થી વધુ કાશ્મીરી પંડિતો ઓ પલાયન કરવું પડયું હતું.
આ ઘટના ને ૩૦ વર્ષ વિતી ગયા છતાં પણ કેન્દ્રમાં ૧૫ વર્ષ કોંગ્રેસ અને ૧૫ વર્ષ ભાજપ ની સરકાર હતી છતાં પણ આ ૩૦ વર્ષ દરમિયાન કોઈપણ સરકારે કાશ્મીરી પંડિતોને ઘરવાપસી નથી કરાવી અને કાશ્મીરી પંડિતોને પોતાના મકાન કે જમીન પણ પાછા અપાવી શકી નથી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ એક રાજકારણ સાથે જોડાયેલો મુદ્દો ગણાવીને જણાવ્યું હતું કે મુસ્લિમ લોકો માટે બે બાળકો નો કાયદો લાવવો જોઈએ અને જો આ કાયદો નહિ બનાવવા માં આવે તો આવનારા ૩૦ વર્ષ માં કાશ્મીર ફાઇલ્સ ની જેમ ભરૂચ,વડોદરા,ભારત ફાઇલ્સ નામની પણ ફિલ્મ આવશે. જે કાશ્મીરી પંડિતો સાથે ઘટના બની છે એજ ઘટના મુસ્લિમ લોકો જોડે બની હોત તો તેઓને ઘર અને જમીન ક્યાર ના મળી ગયા હોત પરંતુ કાશ્મીરી પંડિતો હિન્દુ હોવાના કારણે તેઓને પોતાના ઘર કે જમીન પાછા મળી શકતા નથી તે માટે ગંભીરતાથી સરકાર વિચારી કાશ્મીરી પંડિતોને સ્થાપિત કરાવે તેવી માંગ કરી હતી.