જંબુસરના પિશાચેશ્વર મહાદેવ ની પાછળ આવેલ લીમડાવાળા દાદા મંદિરના આઠમા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક રંગેચંગે ઉજવણી કરવામાં આવી મંદિરના પાટોત્સવ પ્રસંગે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.
મંદિર ખાતે ભાથીજી મહારાજ મહાકાળી માતા ખોડીયાર માતાનુ સ્થાપન કરવામાં આવ્યું છે.આજ રોજ પાટોત્સવ પ્રસંગે નાડિયા ખડકીના રહીશ ગિરીશભાઇ ચંપકલાલ પટેલને ત્યાંથી ડીજે ના તાલે શોભાયાત્રા નીકળી લીલોતરી બજાર ગણેશ ચોક,ત્રિવિક્રમ બજાર, સુભાષ મેદાન ટંકારી ભાગોળ થઈ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રા દરમિયાન ભાથુજી મહારાજના ભજન કીર્તન પર સૌ ભક્તો ઝુમી ઉઠ્યાં હતાં.
મંદિર ખાતે ધાર્મિક પૂજા વિધી આરતી ગિરીશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી રાખવામાં આવ્યું હતું અને બપોરે ભાથુજી મહારાજની સત્સંગ સભા યોજવામાં આવી હતી પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, કાછિયા પટેલ સમાજ અગ્રણીઓ યુવાનો નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાઇ-બહેનોએ હાજર રહી દાદાના દર્શનનો લાભ લીધો હતો.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર