The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 146

અંકલેશ્વર વાલિયા ચોકડી પર છકડાને અજાણી ટ્રકે ટક્કર મારતા ૪ ઘાયલ

અંકલેશ્વરની વાલિયા ચોકડી પર એક છકડાને પુરઝડપે આવતી અજાણી ટ્રકે ટકકર મારતા સર્જાયેલ અકસ્માતમાં ૪ ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ૧૦૮ મારફ્તે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા.

અકસ્માતની આ ઘટનામાં અંકલેશ્વર ના પાનોલી જીઆઇડીસી સ્થીત ટેગરોઝ કંપનીમાંથી આજે સાંજે ૬.૪૫ આસપાસ આનંદ પારસનાથ બિન્દે ઉ.વર્ષ ૨૮, મૂળ યુપીના અને હાલ નારાયણ નગર અંકલેશ્વર,બબલુ ક્રિષ્નાકુમાર સાઉજી ઉ.વર્ષ ૨૯ રહે. અંકલેશ્વ્ર મુળ રહે. બિહાર, નિતેષકુમાર ટુનટુન મંડલ ઉ.વર્ષ ૧૮, રહે.લક્ષમણ નગર અંકલેશ્વર અને એક અજાણ્યો ઇસમ પાનોલીથી છગડામાં બેસી અંકલેશ્વર તરફ આવતા હતા. દરમિયાન વાલિયા ચોકડી બ્રીજ ઉતરતી વેળા પુરઝડપે ધસી આવેલ એક અજાણ્ણ્યા ટ્રકે છકડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેવને માથામાં અને અન્ય ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને કરાતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

કાલથી પાંચ દિવસ નર્મદા જિલ્લામાં રહેશે વાદળછાયુ વાતાવરણ!

ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૧ થી ૩૯.૦ °સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૩.૨ થી ૨૪.૭ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૯ થી ૪૫ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૫ કિ.મી./કલાક રહેવાની શક્યતા છે.

ગરૂડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૨ થી ૩૮.૯ °સે., જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૫ થી ૨૩.૮ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૮ થી ૪૦ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ શિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૦ થી ૩૮.૯ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૭ થી ૨૪.૦ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૮ થી ૪૩ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

નાદોદ તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૧ થી ૩૮.૯ °સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૯ થી ૨૪.૧ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૯ થી ૪૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૧૦ થી ૧૪ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

તિલકવાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૮.૨ થી ૩૮.૯ સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૨.૩ થી ૨૩.૬ સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૮ થી ૪૦ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૯ થી ૧૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કરી ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા કરાયો વિરોધ

કાશ્મીરી પંડિતો પર ૩૨ વર્ષ પહેલા થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશયલલ મીડિયા પર લોકો તેમની ઝાટકણી કાઢી રહ્યા છે.તેવામાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તેઓનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.

કેજરીવાલે ગઈકાલે વિધાનસભામાં આ ફિલ્મને જુઠ્ઠાણુ ગણાવી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, જો ફિલ્મ નિર્માતા એવુ કહેતા હોય કે આ ફિલ્મને વધારે લોકો જોઈ શકે તે માટે દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરેખર તો ધ કાશ્મીર ફાઈલ્સને યુ ટ્યુબ પર મુકી દેવી જોઈએ. જેથી બધા મફતમાં જોઈ શકે તેવા નિવેદન બાદ ગુજરતભરમાં વિરોધ ઉઠી રહ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા યુવા ભાજપ દ્વારા પણ કસક સર્કલ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરી અરવિંદ કેજરીવાલનું પૂતળું બનાવી દહન કરવામાં આવ્યું હતું.

આ પૂતળા દહન માં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જીલ્લા ભાજપ મંત્રી નિશાંત મોદી,યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા,શક્તિસિંહ પરમાર,શહેર યુવા પ્રમુખ મિહિર સોલંકી,ભરૂચ તાલુકા યુવા પ્રમુખ જયદેવ પટેલ,ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ નિનાબેન યાદવ સહિત યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં બજેટ લગતી કામગીરી રદ્દ કરવા વિપક્ષે કરી માંગ

ગત તારીખ 24ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં એજેન્ડા માં આવેલ ઠરાવ મુજબ બજેટ રજૂ કરવાનું હતું પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા બજેટ અંગેની પ્રસ્‍તાવના કર્યા બાદ વિપક્ષને બજેટ અંગે ચર્ચા કરવા માટે કોઈ તક આપવામાં આવી ન હોવાનું જણાવી વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ સહિતનાએ આ બજેટ અંગેની સામાન્ય સભા રદ્દ કરી ફરીવાર બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવે એવી માંગ પણ કરી હતી.

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપની બહુમતી હોવાથી તેઓ સત્તા ભોગવી રહ્યા છે ત્યારે નગરપાલિકાની કાયદાની રૂએ વિપક્ષને પણ જનહિત માટે પોતાના મંતવ્યો રજુ કરવાના હક છે એ લોકશાહીની મહત્વ બાબત છે. પરંતુ શાસક પક્ષે પોતાની બહુમતીના જોરે બજેટ પર ચર્ચા કર્યા વિના અને એજેન્ડા માં આવેલ મુદ્દા નં 2 ના બજેટ અંગે ના ઠરાવ પર મતદાન કર્યા વિના શાસક પક્ષના સભ્યો એ બજેટ રજુ કરી મજુર મજુર કરી વિપક્ષને બોલવાની કે પોતાના વિચાર રજુ કરવાની તક આપી ન હતી.આ બજેટ ભરૂચ નગરજનોના હિત અર્થે રજુ કરવાનું હોય વિપક્ષના સભ્યો ની પણ લોક પ્રતિનિધિ તરીકે સત્તાધારી પક્ષે સાંભળવો જોઈએ. પરંતુ તેમ ન કરતા સામાન્‍ય સભા પૂર્ણ થયા હોવાની જાહેરાત કરી દીધી હતી. અને ત્યારબાદ પ્રમુખ એમ જણાવ્યું હતું કે બજેટ સર્વાનુમત્તે પસાર થયું છે.

જાણકારી મુજબ બજેટ પસાર થવાનો અર્થ નગરપાલિકામાં ચૂંટાયેલા દરેક સભ્યો ના મતે પસાર થયું હોય તેવું બજેટ હોવું જોઈએ. પરંતુ શાસક પક્ષે બહુમતીના જોરે મતદાન કર્યા વિનાnસર્વાનુમતે બજેટ પસાર થયું હોવાની વાતો જણાવી. ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી નાખીને આ સામાન્ય સભામાં બજેટ અંગે થયેલી કાર્યવાહી રદ્દ કરી હુકમ કરવા વિનંતી કરી હતી.વળી આ બજેટ અંગેની સામાન્ય સભા રદ્દ કરી ફરીવાર બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવે એવી માંગ પણ કરી હતી.

ગણેશ સુગરમાં કસ્ટોડિયનની નિમણૂક રદ્દ કરી ચુંટણી કરાવવા મુદ્દે ભરૂચ કલેકટરને આપ્યું આવેદન

શ્રી ગણેશ સુગર વટારીયા ના સભાસદો અને ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂત મિત્રો દ્વારા મોટી સંખ્યામાં ભરૂચ કલેકટરાલય ખાતે ઉપસ્થીત થઈ સુત્રોચ્ચાર કરવા સાથે કસ્ટોડીયનની નિમણુંક રદ્દ કરી ચૂંટણી કરવા માંગ કરતું આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યું હતું કે આ સુગર ફેકટરીના માધ્યમથી આસપાસના વિસ્તારના અનેક ખેડૂતો પોતાની ખેતી કરી આર્થિક ઉપાર્જન કરે છે તેમજ ૯૦૦ કર્મચારીઓ આ સંસ્થામાંથી રોજીરોટી મેળવે છે. આ સંસ્થામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૦,૦૦૦ થી વધુ શ્રમજીવીઓ પોતાનું અને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે . આ સંસ્થા અમારા જીવનનો અનિવાર્ય ભાગ છે. ગણેશ સુગર પર થતી વિપરીત અસરો અમારા જીવનને પણ પ્રભાવિત કરે છે.

શ્રી ગણેશ સુગર વટારીયામાં સભાસદો દ્વારા ચૂંટાયેલ વ્યવસ્થાપક બોર્ડ સંસ્થાનો વહીવટ કરી રહ્યું હતું. હવે ચાલુ સિઝનમાં આવેલ શેરડી નો ભાવ પાડવાનું તેમજ બીજો હપ્તો અને શેરડી ના અંતિમ હપ્તો સભાસદોને મળી જાય તે માટે પણ આગોતરું આયોજન સાથે ૩૧ માર્ચ ના ભાવ નક્કી કરવા માટે મીટિંગ મળવાની હતી, તેવા સમયે અચાનક ખાંડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તારીખ : ૨૧/૦૩/૨૦૨૨ ના હુકમથી જિલ્લા રજીસ્ટ્રાર , સહકારી મંડળીઓ, ભરૂચને સંસ્થામાં આગામી ૧ વર્ષ સુધી કસ્ટોડિયન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને કસ્ટોડિયનની નિમણૂક રદ્દ કરવા વિનંતી કરીએ છીએ.

સંસ્થામાં કસ્ટોડિયન ની નિમણૂક કરવાના હુકમમાં ફક્ત ને ફક્ત સંસ્થાની હાલની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂર્ણ થયેલ છે અને નવીન વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી થયેલ નથી. કસ્ટોડિયન ના આવ્યા બાદ પીલાણ કાર્યમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે જે બાબત સંસ્થાનું આગામી ભવિષ્ય અંગે ખૂબ ગંભીર છે . સંસ્થા દ્વારા ઉત્પાદિત ખાંડ અને અન્ય બાયપ્રોડક્ટના સમયસરના વેચાણ તથા કારખાના ના મેઈન્ટેનન્સનું સમય મર્યાદા માં કામકાજ ન થાય અને સંસ્થાને જે કંઈ નુકસાન થાય તે માટે સરકારની જવાબદારી રહેશેનું જણાવાયું છે.

દેડીયાપાડામાં મિત્ર બની બ્લેડ મારી રોકડ રકમ લૂંટ કરનારા 3 ઝડપાયા

દેડીયાપાડામાં નોંધાયેલ ગુનાની વિગત મુજબ વિરસિંહ વસાવાને મેળામાં ત્રણ અજાણ્યા ઇસમો મળતા તેની સાથે મિત્રતા કેળવી ત્યારબાદ બાઇક ઉપર બેસાડી શેરવાઇ ગામ તરફ જવાના રસ્તા ઢીકાપાટુનો માર મારી પાસેના આવેલ ખેતરમાં લઇ જઇ ગળાના ભાગે શેવીંગ બ્લેડ મારી રોકડ રકમ લૂટી લઇ નાસી ગયા હતા. દરમ્યાન ફરીયાદી નજીકના ગામમાં રહેતા તેના માસીને ત્યાં જતા દેડીયાપાડા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ગુનાની તપાસ દરમ્યાન પોલીસે બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે માહીતી મળેલ કે આ ગુનાને ત્રણ આરોપીઓ અંજામ આપેલ હોય જે પૈકી કુંદન રોહીદાસ વસાવા, નરેન કૃષ્ણા વસાવા તથા પરેશ રાયસીંગ વસાવાઓની અટક કરી ત્રણેવને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર ગુનાની કબુલાત કરતાં હોય જેથી ૩ આરોપીઓને ગુનાના કામે અટક કરી લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી દેડીયાપાડા પોલીસ મથકે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

દેડીયાપાડા બજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા અફરાતફરી

દેડીયાપાડા ખાતે 23 માર્ચ રાત્રીના સમયે અંદાજિત 11 વાગ્યા ની આસપાસ અચાનક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી હતી, જેમાં દુકાન માલિક સુરેન્દ્રસિંહ રાજપૂત (ગોટુભાઈ)ની ઇલેક્ટ્રોનિક દુકાનમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, આગ જોતા આસ પાસના નગર નો દોડી આવ્યા હતા, પોલીસ જવાનો તેમજ યુવાનો અને નગરજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ દુકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.

રાજપીપળા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું તો હતુ, પરંતુ ત્યાં સુધી નગરજનો અને પોલીસ તંત્ર દ્વારા આગને ઓલવી દેવામાં આવી હતી, વારંવાર આ પ્રકાર ની ઘટના બનતા  સ્થાનિકો દેડીયાપાડા માંજ ફાયર બ્રિગેડની માંગ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

શુક્લતીર્થ ગામે કાચા ઝુપડામાંથી વિદેશી તથા દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી /જુગારની પ્રવૃતિઓ સદતંર બંધ રહે તે ઉદ્દેશથી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નબીપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી. દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે નબીપુર પો.સ્ટે.વિસ્તારના શુક્લતીર્થ ગામે પીપળા ફળીયામાં આવેલ કાચા ઝુપડામાં વિદેશી દારૂ તથા દેશી દારૂ અંગે સફળ રેઇડ કરી હતી.

જેમાં કુલ મુદ્દામાલ કિં રૂ ૭૮,૭૯૦/- સાથે બે આરોપીઓ મહેન્દ્રભાઇ ઉર્ફે મહિન શંકરભાઈ વસાવા રહેવાસી. શુક્લતીર્થ પીપળા ફળીયુ, તા.જી.ભરૂચ,વિરમલ ઉર્ફે સત્તો રમેશભાઈ વસાવા રહેવાસી.શુક્લતીર્થ ગામ, પીપળા ફળીયુ, તા.જી.ભરૂચને ઝડપી પાડી, કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યારે આ ગુનામાં રોહિત વસાવા રહે લિમદરાગામ તા.ઝધડીયા જી ભરૂચ,જેકી રહેવાસી. અમરતપુરા ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર્ર કરી આગળની તપાસ નબીપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. અને આ પકડાયેલ વિદેશી દારૂ તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર, વિગેરે વિરૂધ્ધ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ભરૂચમાં નીઝામવાડી તથા વેજલપુર પારસીવાડ ખાતેના મકાનમાંથી દારૂના જથ્થા સાથે ૪ ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં બંબાખાના નજીક નીઝામવાડી બરફની ફેક્ટરીની પાછળ તથા વેજલપુર પારસીવાડ ખાતેના મકાન ખાતે પ્રોહી સફળ રેડ કરી હતી.

જેમાં સ્ટીલ ના અલગ અલગ ડબ્બાઓમા સંતાડેલ વિદેશી દારૂની કુલ નાની-મોટી બોટલ/બીયર નંગ-૨૭૧ સહીત કુલ મુદ્દામાલ કિ.રૂ.૯૩,૭૫૦/- સાથે ચાર આરોપી ગીરીશભાઇ સુરેશભાઇ મીસ્ત્રી રહે.વેજલપુર ઝંડાચોક તા.જી.ભરૂચ,ભરતભાઇ ઇશ્વરભાઇ મીસ્ત્રી રહે.મ.નં.સી/૧૫ ઉમાકુંજ સોસા. ઝાડેશ્વર રોડ બસ સ્ટેંડ પાસે ભરૂચ, અંબાલાલ લક્ષ્મીદાસ મીસ્ત્રી રહે.વેજલપુર પારસીવાડ દશામાના મંદીર પાસે તા.જી.ભરૂચ,તત્વેશભાઇ કાંતીભાઇ મીસ્ત્રી રહે.વેજલપુર પારસીવાડ દશામાના મંદીર પાસે તા.જી.ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી જ્યારે પરેશભાઇ જયંતીભાઇ મીસ્ત્રી રહે.તડીયા તા.જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને સોંપતા પોલીસે આ પ્રોહીનો જથ્થો મોકલનાર, તથા મંગાવનાર વિગેરે વિરૂધ્ધ વધુ તપાસ આરંભી છે.

પાવર લિફ્ટિંગની નેશનલ લેવલની સ્પર્ધામાં ભરૂચના બે યુવાનો અવ્વ્લ

સુરત ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધા યોજાઈ જેમાં ભારતભરમાંથી આવેલા સ્પર્ધકોમાં ભરૂચ જિલ્લાના બે યુવાનોએ પોતાનું કૌવત બતાવીને એક યુવકે ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ સાથે બીજા યુવકે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

સુરતમાં 17થી 19મી માર્ચ 2022ના ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નેશનલ લેવલની બે દિવસીય સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.આ સ્પર્ધામાં ભારતના પંજાબ,જમ્મુ કાશ્મીર,યુપી, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને ગુજરાત મળીને અંદાજીત 50થી વધારે સ્પર્ધકોએ અલગ-અલગ કેટેગરીની પાવર લિફ્ટિંગ અને ડેડ લિફ્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધા ભરૂચ જિલ્લામાં આવેલા હર્ક્યુલસ જીમના બે સ્પર્ધકો ધવલ ખત્રી અને હસન રસીદ એહમદ ઉઘરાતદાર પણ ભાગ લીધો હતો.જેમાં સિનિયર મેનની 67.5 ની કેટેગરીમાં પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લા માટે ત્રણ વર્ષમાં 8 ગોલ્ડ મેળવનાર અને ડેડ લિફ્ટમાં 6 વખત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ મેળવનાર ધવલ ખત્રીએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પણ ધવલ ખત્રીએ પોતાનું કૌવત બતાવી પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અને ડેડ લિફ્ટમાં 225 કેજી સાથે ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ મેળવીને ગુજરાત અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.જયારે હસન રસીદ એહમદ ઉઘરાતદારે પણ સિનિયર મેનની 60 કેટેગરીમાં ભાગ લઇને પાવર લિફ્ટિંગ અને ડેડ લિફ્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બંનેય યુવાનોને આયોજકો દ્વારા મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા છે.

error: Content is protected !!