The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 145

અમને મજબૂર ના કરશો કે અમારે તીરકામઠા યાત્રા કાઢવી પડે: ધારાસભ્ય મહેશ વસાવા

  • મરઘા વેચાય, બકરા વેચાય, જમીન વેચાય પણ મારા આદિવાસી સમાજની દીકરીઓ વેચાય આ દુઃખની બાબત છે: મહેશ વસાવા

ગાંધીનગરમાં યોજાયેલ સત્યાગ્રહ સાવણીમાં દેડીયાપાડા નાં ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, આ કોઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી કે કોંગ્રેસ, નો કાર્યક્રમ નહોતો આ ક્રાયક્રમ ડેમ હટાવો આદિવાસી બચાવો સંઘર્ષ સમિતિનો કાર્યક્રમ હતો, તેમ દેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઈ એ જણાવ્યુ હતું. એટલે અહીં અમે આદિવાસી તરીકે સપોર્ટમાં આવ્યા છીએ. એક પ્રેક્ષક તરીકે સમાજ તરીકે પરંતુ અહીં રાજકીય કરણ થઈ ગયું છે. એટલે દુઃખની બાબત છે. પરંતુ ઠીક છે સમાજ ના લોકો આવ્યા છે, પોતાના અસ્તિત્વ બચવા માટે તો અમે એમને સપોર્ટ કરીશુ, અહીં કોઈ પાર્ટીની પબ્લિક નથી, પણ સમાજની પબ્લિક છે. મહેશભાઈ વસાવા એ જણાવ્યુ હતું કે સમાજના કોણ દુશ્મન છે. તે યુવાનોએ ઓળખી લેવાની જરૂર છે. આદિવાસી સમાજના લોકો જે પાર્ટીમાં હોય તે તમામ મારા ભાઇ છે. પણ તે લોકોનું બીજા લોકો રાજકીય ફાયદો ઉઠાવે તે અમને પોસાય એમ નથી. અમે ચૂંટાઇને આવેલા આદિવાસીઓ સંગઠિત નથી તેનું પરિણામ સમાજ ભોગવે છે. વધારે નહીં બોલુ સમાજના સમર્થનમાં આવ્યો છુ. અહીં કોઈ પાર્ટીની પબ્લિક નથી પણ સમાજ ની પબ્લિક છે.વધુ માં તેમણે જણાવ્યું હતું કે મરઘા વેચાઈ, બકરા વેચાઈ, જમીન વેચાય પણ મારા આદિવાસી સમાજની દીકરીઓ પણ વેચાય છે એ દુઃખની બાબત છે. અમે માનવતામાં માનીયે છીએ, અમારી તમે લઈ જાઓ છો તો તમારી પણ અમને આપો, રોટી-બેટી વ્યવહાર કરો અમે ક્યાં નાં કહીએ છીએ. પણ તમે અમને છેતરવાનું કામ કરો એ નઈ ચાલે.

અમારી સમાજની દીકરીઓ તમે લઈ જાઓ છો તમારા સમાજની પણ અમને આપો અમને છેતરવાનું બંધ કરી દો. આવી રીતે ઝીંક પ્રોજેક્ટ, કોરીડોર, ડેમો બનાવીને એમને હેરાન પરેશાન કરી, મધની જેમ  ઉજડી દેવાનું કામ કરશો તો અમે નાં ચલાવી લઈએ. અમે ત્રિરંગા યાત્રા પણ કાઢીશું. અમને મજબૂર નાં કરશો કે અમારે તીર કામઠા યાત્રા કાઢવી પડે. છતાં નથી પણ કદાચ જીવ પર આવી જાય તો. અમે કોઈ નક્સલવાદની વાત નથી કરતા અમે અમારા હક સંવિધાનનાં અધિકારની વાતો કરીએ છીએ. એટલે શિડ્યુલ પાંચ લાગુ કરી દો, અમારા વિસ્તારમાં ટોટલ શિક્ષણની ભરતી કરી દો,બેરોજગારીના મુદ્દા છે બેરોજગારો ને રોજગારી આપી દો.તો અમે કોઈ લડાઈ નથી કરવાના અને અમને જીવાદો શાંતિથી,રાજકારણ નઈ કરીએ એના જે હક સંવિધાનના અધિકારો છે, આદિવાસીઓના મૌલિક અધિકારો છે,સાંસ્કૃતિક પ્રાકૃતિક, બોલી ભાષા એને જાળવી રાખવી જોઈએ.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

જુઓ શું કહ્યું છોટુભાઇ વસાવાએ કોંગેસ અને ભાજપ સરકાર માટે!

હાલ 2022 ની  વિધાનસભા ની ચૂંટણી આવી રહીછે ત્યારે હાલ તમામ પક્ષો પોતાની કામગીરીમાં લાગી ગયા છે અને તમામ પક્ષો પોતાના સત્તાપક્ષો જિતસેના દાવાઓ કરી રહ્યા જોકે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ગુજરાત માં છે ત્યારે આદિવાસી ગણાતા અને આદિવાસીઓ ના હિટ માટે કાયમ આગર રહેતા BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી ) ના સહયોજક  છોટુ વસવા પણ ચાલુ વર્ષે 182 સીટો પર પોતાના ઉમેદવારો લડાવવાના મૂડમાં છે ત્યારે છોટુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે મારી  ભારતીય ટ્રાઇબલ પાર્ટી આવનારી 2022 ની વિધાનસભા ચૂંટણી માં તમામ સીટો પર જીતીશું.

જોકે હાલ ગુજરત માં આપ પાર્ટી પણ જોર મારી રહી હોઈ ત્યારે ગત ટમમાં જે કોંગ્રેસ જોડે ગઠબંધન કરી લડ્યા હતા અને ચાલુ 2022 ની વિધાનસભા માં  ભારતીય ટ્રાઇબલ પાર્ટી જેતે પાર્ટી અમારા આદિવાસીઓના હક બંધારણ આપે તેમની સાથે રહશે જોકે ઝગડીયા થી જાતે છોટુ વસાવા અને દેડીયાપાડા માંથી મહેશ વસાવા જ વિધાનસભા લડશે.

ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં  આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. ત્યારે આજે જે કોંગ્રેસે કર્યું જેની સામે BTP ના છોટુ વસાવાએ આક્ષેપો કર્યા છેકે આદિવાસીઓ તાપી માં બની રહેલા ડેમ નો વિરોધ કરી રહ્યું છે અને આજે કોંગ્રેસે જે કર્યું પણ એના ભાગીદાર ભાજપ પણ છે.

27 વર્ષ થી શું કરી રહ્યા છે આજે ભાજપ ની સત્તા છેટો આ ડેમને રદ કરવો જોઈએ આ બાબતે કોંગ્રેસ ના માથે ઠીકરા શું કામ ફોડી રહ્યા છે આજે ભાજપ કોંગ્રેસ એકજ છે કારણકે યુ  પી ની ચૂંટણી થઇ જેમાં કોંગ્રેસ 2 ટકા આવી કારણકે સામેથી કોંગ્રેસે ભાજપ ને જીતાડી છે અહીંયા ક્યાંથી બે પક્ષો લડવાના છે. બન્નેવ એકજ છે અને આવનારી 2022 ની વિધાનસભા ની ચૂંટણી માં પણ એક થવાના છે ના આક્ષેપો કર્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા એંધાણ

ગુજરાતની આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે બીટીપી પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ આપમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને બીટીપી વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.

વર્ષ 2022ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થાય ગઈ છે. ત્યારે તા.24 માર્ચના આવનારી ચૂંટણીને લઈને આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા ઇશુદાન ગઢવીએ બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તેમજ છોટુભાઇ વસાવાનીની મુલાકાત મહેશભાઈના નિવાસ સ્થાને કરી હતી. હવે બીજેપીને ચૂંટણીમાં હંફાવવા માટે આપ, બીટીપી સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.

બીજેપી ની નીતિઓની હંમેશા વિરોધ કરતા છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં પણ આપ સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા.એ નોંધનીય છે કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બીટીપી એ એઆઈએમઆઈએમ સાથે હાથ મિલાવ્યા હતા. હવે આપ અને બિટીપીના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બન્નેવ પક્ષોને કેટલો ફાયદો થાય છે એ તો આવનાર સમય જ બતાવશે.

ગોપાલિયા ફીડરમાં ખેતીવાડીની લાઈનમાં આપવામાં આવતી વીજળીના ધાંધિયા!

દેડીયાપાડા તાલુકાની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવેલાં ગોપાલિયા ફીડરમાં આવેલા ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેતીવાડીની લાઈનમાં અપાતો વીજ પુરવઠો અનિયમિત આવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાથી ગરમી વધુ પડતા ખેડૂતોનો પાકમાં પાણીની જરૂરિયાત વધુ પડતી હોય છે. ત્યારે અનિયમિત વીજળીના પુરવઠાને કારણે ખેડૂતો હેરાન થઈ ગયા છે. પેહલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી તેની જગ્યાએ 6 કલાક જ વીજળી આપવામાં આવતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. 6 કલાક મળતી વિજળીમાં પણ અનિયમિતતા હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડિજીવીસીએલ ની ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર પર ફોન કરતા ત્યાં પણ વ્યવસ્થિત યોગ્ય જવાબ નથી મળતા. ત્યારે ખેડૂતોને યોગ્ય સમયે પૂરતી વીજળી મળી રહે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ખેતીવાડીની વીજળીની અનિયમિતા બાબતે સબ સ્ટેશન પર ફોન કરતા આગળથી જ વીજપુરવઠો નિયમિત ન આવતો હોવાનું જણાવવામાં આવે છે. 8 કલાક મળતી વીજળી હાલ 6 કલાક કરી નાખી છે અને તે પણ નિયમિત આપવામાં આવતી નથી. ઉનાળો હોવાથી ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. વારંવાર વીજળી આવ જા કરતાં પાણીની મોટરને નુકશાન થાય છે. વીજળી જો સમયસર આપવામાં ન આવે તો આંદોલન કરવાની ફરજ પડશે: ઘનશ્યામભાઈ પટેલ,ખેડૂત. ચીકદા

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

અંકલેશ્વરના ઉદ્યોગપતિ સાથે મશીનના બહાને 27 લાખની ઠગાઈ કરનાર બે ઝડપાયા

અંકલેશ્વરના ઉદ્યોગકાર જોડે મશીન આપવાના બહાને 27 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર 2 ભેજાબાજ જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ખાતે 61 લાખ રૂપિયાનું ઇગલ ફલાન્જીગ મશીનની એસેસરી ખાતે 61.લાખ નક્કી કરી સોદો કર્યો હતો. બુકિંગ એડવાન્સ પેમેન્ટ માટે 4 લાખ અને વર્ક ઓડર માટે 11 લાખ અને 12 લાખ મળી કુલ 27 લાખ આપવા છતાં મશીન ન મળ્યું હતું. અંતે ઉદ્યોગકાર કારે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બંનેવ ભેજાબાજો ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતો.

અંકલેશ્વરના ફેબ્રીકેશન ઉદ્યોગ જોડે સંકળાયેલા સુરેહ લુહાર અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ મેઘમણી ચોકડી પર શ્રીરામ ડીસીગ વર્કસ ખાતે કંપની ધરાવે છે કંપનીમાં ફલાન્જીગ મશીન જરૂર પડતા તેમનો સંપર્ક દિગમ્બર આત્મારામ રાણે મૂળ મહારાષ્ટ્ર પુણે થયો હતો. તે અમદાવાદ ખાતે કુલદીપ જગતસિંગ શીખ જોડે રહી ધંધો કરતો હતો. તેમની જોડે 31 મી જુલાઈ 2019 ના રોક અમદાવાદ ખાતે ઇગલ ફલાન્જીગ મશીન નંબર 32 એક્ષ, 7000 તેની એસેસરી ખાતે 61.લાખ રૂપિયા નક્કી કરી સોદો કર્યો હતો.જેના એડવાન્સ પેટે પ્રથમ 4 લાખ રૂપિયા અને ત્યરબાદ વર્ક ઓર્ડર માટે 11 અને 12 લાખ રૂપિયા નો ચેક આપ્યો હતો અને બાકી ના રૂપિયા મશીનરી મળશે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જો કે​​​​​​​ ત્યારબાદ પણ મશીનરી ના મળતા તેવો બંને ઈસમો પાસે રૂપિયા પરત માગતા તેવો ગલ્લાટલ્લા કરવા લાગ્યા હતા ને 27 લાખ રૂપિયા પરત આપવા ચેક આપ્યા હતા અને તે પણ બાઉન્સ કરાવી દીધા હતા અને ફોન પર ગાળો આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી. દિગમ્બર આત્મારામ રાણે મૂળ રહે મહારાષ્ટ્ર પુણેથી તેમજ અમદાવાદ ખાતેથી કુલદીપ જગતસિંગ શીખ ધરપકડ કરી પોલીસ મથકે લાવી બનેવના રિમાન્ડ  ની મેળવવા તજવીજ શરુ કરી હતી.

કોંગ્રેસ પ્રેરિત સત્યાગ્રહ કાર્યક્રમને છોટુભાઈ વસાવાએ ચૂંટણી લક્ષી ગણાવી કર્યો વિરોધ

ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હક્કો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. આદિવાસી લોકોએ સત્તા પક્ષ ભાજપા સામે ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો હતો. ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસી ના મસીહા એવા છોટુભાઈ વસાવા આ કાર્યક્રમની જ ટીકા કરી કોંગ્રેસ ને આડે હાથ લીધી હતી.

તેમણે કહ્યું બારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસના પી.એમ મનમોહન સિંહ અને મોદી હતા ત્યારે આ લોકોએ સહમતી આપી આજે કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી વિરોધ કરવા નીકળ્યા છે. એમ કહી છોટુ વસાવા એ કરી આકરી ટીકા કરી જણાવ્યું હતું કે આજે જે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર માં આદિવાસી પર રાજનીતિ કરવા માટે કોંગ્રેસે કાર્ય કર્યું છે એ માત્ર ચૂંટણી લક્ષી છે જે કોંગ્રેસ પ્રેરિત સત્યાગ્રહ કાર્યક્રમનો છોટુભાઈ વસાવાએ વિરોધ કરે છે. ચૂંટણીમાં મતો મેળવવાનો કોંગ્રેસ નો કારસો છે. કોંગ્રેસ બીજા પ્રોજેક્ટોમા વિરોધ નથી કરતા અને હવે ચૂંટણી આવી એટલે વિરોધ દેખાયો સાથે BTP પોતાની રીતે ચૂંટણી લડશે.

કોઈની સાથે સમર્થન નહીં કરે પરંતુ AAP સાથે વાત ચાલુ છે. કોંગ્રેસ પણ અમને સાથે આવવાની વાત કરે પણ અમારી વર્ષોથી એક જ માગ છે કે અમારા મુદ્દા અમારી માગ જે પાર્ટી સ્વીકારશે તેમની સાથે રહીશું પણ હજુ કસું નક્કી નથી.આદિવાસીઓ માટે ભાજપ દર વર્ષે 15000 કરોડ ખર્ચ કરે છે તો ક્યાં છે આદિવસીઓનો વિકાસ બસ તેમના કોન્ટ્રાક્ટરોને પોસે છે.બીજી બાજુ ખેડૂત ને સિંચાઈ માટે વીજળી જે પહેલા સરકારે 10 કલાક કરી પછી 8 કલાક કરી હવે 6 કલાક પણ આપી નથી રહ્યા આ સરકાર માત્ર ઉદ્યોગ પતિઓને વીજળી આપે છે ગરીબ ખેડૂતોને આ સરકાર કોઈ રીતે ઉભા થવા માગતા નથી. જો ખેડૂત સધ્ધર થાય તો ઉદ્યોગ પતિઓને મજુર ન મળે માટે આદિવાસીઓ ને આ સરકાર આગળ આવવા નહિ દે પરંતુ અમે આદિવાસીઓ માટે લડીશું.

જિલ્લા ભાજપ પ્રમુખની નોટીસનો જવાબ આપતા આમોદ પાલિકાના બળવાખોર ભાજ્પી સદસ્યો

આમોદ પાલિકામાં તા.૩જી માર્ચના રોજ પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ પસાર થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે આમોદ પાલિકાના અપક્ષના ૧૦ સદસ્યો તેમજ ભાજપના સાત સદસ્યોએ પણ મત આપતાં ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો હતો.તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે આપેલા વ્હીપનો અનાદર કરીને ભાજપના સાત સદસ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.

ત્યારબાદ બે મહિલા સદસ્યોએ પોતે ભૂલથી અને અજ્ઞાનતામાં મતદાન કર્યું હોવાનું નોટરી સમક્ષ સોગંદનામું કર્યું હોવાથી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ સાત પૈકી પાંચ સદસ્યો નામે કમલેશભાઈ સોલંકી,રમેશભાઈ વાઘેલા,દક્ષાબેન પરમાર,કૈલાસબેન વસાવા રણછોડભાઈ રાઠોડને તા.૧૭ માર્ચના રોજ કારણ દર્શક નોટીસ મોકલી દિન ૩ માં ખુલાસો આપવા જણાવ્યું હતું.તેમજ જો દિન ૩ માં ખુલાસો નહીં આપે પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.જે બાબતે આજે આમોદના પાંચ પૈકી ચાર બળવાખોર સદસ્યોએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની નોટીસનો ખુલાઓ આપ્યો હતો.જેમાં પોતાના વોર્ડમાં ચૂંટાયેલા હોવા છતાં તેમના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો જેવા કે ગટર સફાઈ,લાઈટ,પાણી,રોડ રસ્તા વગેરે કામો ના થતાં લોકોની અનેક ફરિયાદો મળતી હતી અને પોતે વોર્ડમાં ચૂંટાયેલા હોવાં છતાં પ્રજામાં નીચું જોવાનું થતું હતું.

કારોબારી તેમજ સામાન્ય સભામાં ઠરાવો કરવા છતાં તેની અમલવારી થતી નહોતી.જે બાબતે પ્રમુખ ઉપપ્રમુખની સક્ષમતા દેખાતી નહોતી.અને દિવસે દિવસે લોકોમાં ભાજપના શાસનથી નારાજગી વધતી જતી હતી.અનેક વખત પ્રમુખ ઉપપ્રમુખ બદલવા માટે જિલ્લા મોવડી મંડળને રજુઆત કરવામાં આવી હતી છતાં અમારી રજુઆત કોઈ ધ્યાને નહીં લેવાતાં ૩ માર્ચના રોજ પ્રજાના હિતમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસનો મુદ્દો સાચો જણાતાં પ્રજાના હિતમાં ભાજપના શાસનમાં વિશ્વાસ રાખીને નવા પ્રમુખ વિકાસ તરફ લઈ જાય તે હેતુથી પ્રમુખ ઉપપ્રમુખ વિરુધ્ધ મતદાન કર્યું હતું.આ બાબતે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના સદસ્ય કમલેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ પ્રત્યે અમને કોઈ દ્વેષ ભાવ નથી પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત અમારું કર્તવ્ય છે.હું ભાજપમાં છેલ્લા ૨૨ વર્ષથી કામ કરૂં છું.અને મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી છે.નગરજનોના સામાન્ય પ્રાથમિક જરૂરિયાતના કામો ભાજપ શાસનમાં થતાં નથી તેમજ આવેલી ગ્રાન્ટો પણ પાછી જતી હતી. જેથી લોકોનો ભાજપ તરફથી અવિશ્વાસ વધતો જતો હતો.જેને કારણે છેલ્લા આઠ માસથી પ્રમુખ ઉપપ્રમુખ બદલવા માટે માંગ કરી હતી.ત્યારે વિપક્ષ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસનો મુદ્દો સાચો જણાતાં અમે પ્રજાના હિતમાં ભાજપના શાસનમાં વિશ્વાસ રાખીને પ્રમુખ ઉપપ્રમુખ બદલવા માટેની તરફેણમાં મતદાન કર્યું હતું.જે બાબતે અમને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની કારણ દર્શક નોટીસ મળતાં તેનો જવાબ આપવામાં આવ્યો છે.

* વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

  • ગુજરાત ડાયાલિસિસ m.n.d.p. ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું

જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કિડનીના દર્દીઓ માટે વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવશે  પ્રધાનમંત્રીએ નેશનલ ડેવલોપમેન્ટ અંતર્ગત અમદાવાદ i.k.d.c.r.હોસ્પિટલના સહયોગથી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

જંબુસર અને તાલુકામાં  કિડની ફેલ પેશન્ટ હોય અને જેમને નિયમિત રીતે ડાયાલિસિસની જરૂર હોય તેવા પેશન્ટને ડાયાલિસિસ કરવામાં આવશે. હાલ હોસ્પિટલ ખાતે ત્રણ પેશન્ટ  નીતિનભાઈ મોદી,વિજયભાઇ પરમાર,રિઝવાનભાઈ ડાયાલિસિસ કરાવ્યું હતું. જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે  જણાવ્યું હતું કે અમદાવાદ કિડનીની હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા ડાયાલિસિસ કરવામાં આવશે હવે અમદાવાદ કે વડોદરા કિડનીના દર્દીઓને જવું નહીં પડે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

અંક્લેશ્વરના સેંગપુર ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે ૨ ઝડપાયા, ૨ વોંન્ટેડ

ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી.

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. દરમ્યાન તા-૨૫/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બીની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી. ત્યારે બાતમી મળેલ કે, વાલીયા તાલુકાના કૉંઢ ગામના બુટલેગરે અંક્લેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમા ગેરકાયદેસરનો દારૂનો જથ્થો સંતાડેલ છે.

જે હકીકત આધારે એલ.સી.બી ટીમે અંક્લેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમા મળેલ બાતમી વાળી જગ્યાએ દરોડા પાડતા ગેરકાયદેસરના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડના દારૂના જથ્થા સાથે બે ઇસમો સન્નીભાઇ દિલીપભાઇ વસાવા રહે-કૉંઢ તા-વાલીયા જી-ભરૂચ મુળ રહે- ઝઘડીયા મોહન ફળીયા તા-ઝઘડીયા જી-ભરૂચ, રાકેશભાઇ અવિચંદ્ર વસાવા રહે-કુરસદ તા-ઓલપાડ જી-સુરત ને ઝડપી પાડી તેમની પાસે વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૩૬૩ જેની કી.રૂ.૪૬,૫૦૦/- તથા બે મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.૫૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ તેમના વિરૂધ કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યારે આ ગુનામાં સુનિલભાઇ હસમુખભાઇ વસાવા રહે- કોંઢ તા-વાલીયા જી-ભરૂચ, રમેશભાઇ માધુભાઇ વસાવા રહે- મેરા ગામ તા-વાલીયા જી-ભરૂચને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ હાથધરી છે.

error: Content is protected !!