ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી /જુગારની પ્રવૃતિઓ સદતંર બંધ રહે તે ઉદ્દેશથી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ નબીપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી. દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે નબીપુર પો.સ્ટે.વિસ્તારના શુક્લતીર્થ ગામે પીપળા ફળીયામાં આવેલ કાચા ઝુપડામાં વિદેશી દારૂ તથા દેશી દારૂ અંગે સફળ રેઇડ કરી હતી.
જેમાં કુલ મુદ્દામાલ કિં રૂ ૭૮,૭૯૦/- સાથે બે આરોપીઓ મહેન્દ્રભાઇ ઉર્ફે મહિન શંકરભાઈ વસાવા રહેવાસી. શુક્લતીર્થ પીપળા ફળીયુ, તા.જી.ભરૂચ,વિરમલ ઉર્ફે સત્તો રમેશભાઈ વસાવા રહેવાસી.શુક્લતીર્થ ગામ, પીપળા ફળીયુ, તા.જી.ભરૂચને ઝડપી પાડી, કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યારે આ ગુનામાં રોહિત વસાવા રહે લિમદરાગામ તા.ઝધડીયા જી ભરૂચ,જેકી રહેવાસી. અમરતપુરા ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર્ર કરી આગળની તપાસ નબીપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. અને આ પકડાયેલ વિદેશી દારૂ તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર, વિગેરે વિરૂધ્ધ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.