કાશ્મીરી પંડિતો પર ૩૨ વર્ષ પહેલા થયેલા અત્યાચારને દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપેલા નિવેદન બાદ સોશયલલ મીડિયા પર લોકો તેમની ઝાટકણી કાઢી રહ્યા છે.તેવામાં ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા તેઓનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.
કેજરીવાલે ગઈકાલે વિધાનસભામાં આ ફિલ્મને જુઠ્ઠાણુ ગણાવી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, જો ફિલ્મ નિર્માતા એવુ કહેતા હોય કે આ ફિલ્મને વધારે લોકો જોઈ શકે તે માટે દિલ્હીમાં ટેક્સ ફ્રી કરવામાં આવે તો ખરેખર તો ધ કાશ્મીર ફાઈલ્સને યુ ટ્યુબ પર મુકી દેવી જોઈએ. જેથી બધા મફતમાં જોઈ શકે તેવા નિવેદન બાદ ગુજરતભરમાં વિરોધ ઉઠી રહ્યો છે.ત્યારે ભરૂચ જીલ્લા યુવા ભાજપ દ્વારા પણ કસક સર્કલ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની ઉપસ્થિતિમાં હાથમાં પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરી અરવિંદ કેજરીવાલનું પૂતળું બનાવી દહન કરવામાં આવ્યું હતું.
આ પૂતળા દહન માં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જીલ્લા ભાજપ મંત્રી નિશાંત મોદી,યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ,યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા,શક્તિસિંહ પરમાર,શહેર યુવા પ્રમુખ મિહિર સોલંકી,ભરૂચ તાલુકા યુવા પ્રમુખ જયદેવ પટેલ,ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ નિનાબેન યાદવ સહિત યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.