The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 141

ગુજરાતમાંથી કુપોષણ દુર કરવાની નેમ સાથે પોષણ અભિયાનનો આરંભ(VIDEO)

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં અત્યારે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગુજરાત માંથી કુપોષિત બાળકો માંથી કુપોષણ દૂર કરવા માટે ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા દ્વારા ભરૂચના 4600 બાળકો અને નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના 702 બાળકો દત્તક લેવામાં આવ્યા છે.

કુલ સંખ્યા 5302 બાળકો ને 3 મહિના સુધી રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપીને કુપોષણ માંથી બહાર લાવા માટે અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ સૌપ્રથમ પેહલ સાથે સી.આર.પાટીલના હસ્તે કુપોષણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.ભાજપ દ્વારા રાજ્યમાં અન્ય કાર્યકરો, આગેવાનો દ્વારા પણ કુપોષિત બાળકોને દત્તક લઈ રાજ્યમાંથી કુપોષણને નાથવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

ઉલ્લેખનીય છે કે, બાળવિકાસ માટે શિક્ષણ ઉપરાંત ખોરાક અને પોષણ પણ ખુબ અગત્યનું પરિબળ છે. કુપોષણ સમાજનું સૌથી મોટું દુષણ છે. આજનું કુપોષિત બાળક આવતીકાલનું સ્લો લર્નર છે અને ભવિષ્યનું અનપ્રોડક્ટિવ સિટીઝન. દેશમાં જેટલા કુપોષિત બાળકો વધુ એટલું જ દેશનું ભવિષ્ય નબળું. મજબૂત દેશ માટે બાળઆરોગ્ય પર ફોકસ કરવું ખુબ જ જરૂરી છે.

 

અંક્લેશ્વર મેટ્રો કુરીયરની ઓફીસમા પાર્સલોની આડમા લવાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ તથા ભરૂચ જાલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ

જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવેલ. દરમ્યાન તા-૨૯/૦૩/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી.ત્યારે બાતમી મળેલ કે, અંક્લેશ્વર GIDC વિસ્તારમા દેસાઇ પેટ્રોલપંપ પાસે આવેલ મહાવીર કો.ઓ.હા.કોમ્પલેક્ષ મા આવેલ દુકાન નં-૧૨ ખાતે આવેલ મેટ્રો કુરીયરની ઓફીસમા કુરીયર ના પાર્સલોની આડમા ગે.કા. રીતે વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો લાવી વેપાર કરવામા આવે છે જે બાતમી આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી કુરીયર ના પાર્સલોની આડમા પેક કરી લાવવામા દારૂનો જથ્થો બુટલેગરો દ્રારા સગે-વગે કરવાની તૈયારી ના સમયે રેડ કરતા બુટલેગરો મા નાસભાગ મચી ગયેલ.

જેમા એલ.સી.બી ટીમે બે વાહનો તથા વિદેશી દારૂ ની બોટલો તથા બિયર ટીન ના જથ્થા સાથે બે ઇસમોપારસગીરી લહેરગીરી ગોસ્વામી (કુરીયર ઓફીસ સંચાલક),મહેન્દ્રપુરી રૂપપુરી ગોસ્વામી (દારૂ નો જથ્થો લાવનાર) બન્ને રહે- જુની કોલોની,વાલીયા ચોકડી,અંક્લેશ્વર જી.આઇ.ડી.સી જી-ભરૂચ મુળ રહે- ભીનમાલ જીુ-ઝાલોર રાજસ્થાનને ઝડપી પાડેલ તેમજ એક ઇસમ નાસી ગયેલ અને મળી આવેલ ફોરવ્હીલ કાર તેમજ કુરીયર ની ઓફીસમા તપાસ કરતા ગેરકાયદેસરના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડેડ બોટલોનો જથ્થો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ રૂ.૦૪,૬૪,૪૪૦/- નો કબ્જે કરી દારૂના જથ્થા સાથે પકડાયેલ કુરીયર ઓફીસના સંચાલક તેમજ દારૂનો જથ્થો લાવનાર ઇસમ તથા દારૂનો જથ્થો લેવા આવેલ નાસી જનાર ઇસમ તેમજ દારૂ નો જથ્થો મંગાવનાર સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ બુટલેગર સુરેશપુરી રાજપુરી ગોસ્વામી (દારૂ નો જ્થ્થો લેવા આવનાર ) રહે-જુની કોલોની વાલીયા ચોકડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી જી-ભરૂચ, ઉમેશભાઇ મહેશભાઇ વસાવા (દારૂનો જથ્થો મંગાવનાર) રહે- જુની કોલોની,વાલીયા ચોકડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી જી-ભરૂચ વિરૂધ્ધમા અંક્લેશ્વર GIDC પો.સ્ટે. મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.

વાગરાના આકોટ ગામે 30 બહેનોને બ્યુટી પાર્લરની તાલીમ આપી પગભર કરાઈ

વાગરા તાલુકાના આકોટ ગામે કન્સેન પેન્ટ નેરોલેકના CSR એક્ટિવિટી અંતર્ગત 30 જેટલી બહેનોને 2 મહિના બ્યુટી પાર્લરની તાલીમ અપાઈ હતી.

બહેનો પોતે પગભર થઈ શકે અને પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરી શકે માટે 30 બહેનો કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી યોજાયો હતો. આ પસંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભારત સલાટ, વાગરા ટી.ડો.ઓ. મકવાણા, નેરોલેક કંપનીના સાઈટ હેડ રાજેશ પટેલ તેમજ નેરોલેક કંપનીની CSR ટિમ, સરપચ અલ્પેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પેપર લીક રોકવામાં વિરોધ કરતા ભરૂચ NSUI પ્રમુખની પોલીસે કરી અટકાયત(VIDEO)

ગુજરાતમાં ફરી એકવાર બેરોજગાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રવિવારે લેવાયેલ વનરક્ષકની પરીક્ષામાં મહેસાણાના ઉનાવા કેન્દ્ર પર ગેરરીતિ થયાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે પેપર લીક રોકવામાં નિષ્ફળ સરકાર વિરોધ રોકવામાં સક્રિય થઈ છે  ભરૂચ NSUI પ્રમુખ યોગેશ પટેલની તેમના નિવાસ સ્થાનેથી આજરોજ વહેલી સવારે પોલીસે અટકાયત કરી હતી.

પરીક્ષાની પારદર્શિતા મામલે વિરોધ પક્ષ સત્તા પક્ષ ને ધેરે તે પહેલાં જ વિરોધ પક્ષના નેતાઓની અટકાયત શરૂ કરી દેવાઈ છે. છેલ્લા છ મહિનામાં ચાર પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓમાં પણ સરકાર સામે વિરોધ વધી રહ્યો છે, જેનો લાભ લેવા માટે વિરોધ પક્ષ પણ તૈયારીમાં લાગી ગયું છે.

ભરૂચ NSUI દ્વારા આજે પેપર લીક બાબતે વિરોધ કરવાનું આયોજન કર્યું હતું જોકે વિદ્યાર્થીઓ વિરોધ કરે તે પહેલા જ વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવાની પોલીસને ફરજ પડી હતી.

આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની કરાઇ બિનહરીફ વરણી

આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ૨૭ મી માર્ચના રોજ બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દશરથભાઈ ચૌધરી તેમજ મહામંત્રી તરીકે ઇલ્યાસભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ચૂંટણી અધ્યક્ષ બંમકીમભાઈ પટેલ, રાજ્ય કારોબારી જશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરે વર્ષોથી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હતું.પરંતુ કોરોના કાળમાં બે વર્ષથી ધાર્મિક કાર્યક્રમ બંધ હતા ત્યારે આ વર્ષે ફરીથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા આમોદની ધર્મપ્રેમી જનતામાં આનંદ છવાયો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદમાં શ્રી વેરાઇમાતા મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાશે

આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરે વર્ષોથી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હતું.પરંતુ કોરોના કાળમાં બે વર્ષથી ધાર્મિક કાર્યક્રમ બંધ હતા ત્યારે આ વર્ષે ફરીથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા આમોદની ધર્મપ્રેમી જનતામાં આનંદ છવાયો હતો.

આગામી ૨જી એપ્રિલના ચૈત્ર સુદ એકમથી યજ્ઞનો પ્રારંભ થશે જેમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે શરૂઆત થશે.ચૈત્ર સુદ આઠમના દિવસે યજ્ઞની પુર્ણાહુતી થશે અને સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમવામાં આવશે તેમજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.અને રાત્રે ૧૦ કલાકે માતાજીના લીલા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.ચૈત્રી નવરાત્રી નિમિત્તે કંબોઈના પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ તથા નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી પણ ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

દેડીયાપાડા : મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમ કે આવક જાવક મંજુર કરવા બાબત, સને ૨૦૨૨-૨૦૨૩ નું બજેટ મંજૂર કરવા બાબત, તેમજ અધ્યક્ષ સ્થાને થી જે રજૂઆત થાય તે બાબતે, ખેત તલાવડી, ચોમાસુ પાણી વહી જતું અટકાવવા, નલ સે જલ યોજના, ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આગળ આવે, ખેડૂતો છાણીયું ખાતરનો વપરાશ કરે,અને પાણી બચાવવાના ઉપાયો વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી શાંતાબેન નવલભાઈ વસાવા, તલાટી કમમંત્રી જાદવભાઈ વસાવા, ઉપસરપંચ જયદીપભાઇ વસાવા તેમજ પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

નેત્રંગમાં રેલ્વે લાઈનની હદમાં કાલે હાથ ધરાશે ડિમોલેશન

અંકલેશ્વર રેલવે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે નેત્રંગ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જમીનો ઉપર મોટા પાયે લોકોએ દબાણો ઉભા કરી દીધા હતા. રેલવેની જમીન ઉપર મકાનો અને દુકાનો ઉભા કરી દેનાર દબાણકર્તાઓને જાતે જ ખસી જવા નોટિસ આપી તાકીદ પણ કરાઈ હતી. જોકે તેઓ નહિ હટતા હવે આવતીકાલે બુધવારે સવારે 10 કલાકથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નેત્રંગ નગરમાં રેલ્વેની હદમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા બાબતે આપેલી નોટીસો બાદ દબાણો દૂર નહિ થતાં તા. 30મી માર્ચના રોજ દબાણો દૂર કરવાને લઇ રેલ્વેના પોલીસ વિભાગના જવાબદાર અધિકારીએ નેત્રંગ પોલીસ સાથે આ મુદે ચર્ચા વિચારણા કરી નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ સાથે બેઠક કરતા દબાણો દુર કરવાનો મુદ્દો છેલ્લા 48 કલાકથી ટોક ઓફધી ટાઉન બની ગયો છે.

નેત્રંગમાં ગ્રામપંચાયત સેવાસદન સામે આવેલી રેલ્વે લાઇનના હદ વિસ્તારમાં ગાંધીબજારથી લઇને જવાહરબજાર વિસ્તાર સુધીમા તેમજ ગીરધરનગર વિસ્તારમા 1994થી બંધ પડેલી રેલ્વે લાઈનના હદ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ રહેઠાણના ઘરોથી લઇને દુકાનો બાંધી દીધી છે. જેમાં આજે તા. 29મી માર્ચના રોજ રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. જી.પાંચાણી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ તેમજ આગેવાનો જોડે બેઠક કરી હતી. ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે ગમે ત્યારે 17 દબાણકર્તાના કેસ ચાલી રહ્યા છે. તેને છોડી 368 જેટલા દબાણોનો સફાયો બોલાવવા કાલે રેલવે, આર.પી.એફ. અને પોલીસ સાથે મળી મેગા ડિમોલિશન હાથ ધરાશે.દબાણો દૂર થશે જ. જેને લઇને સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 48 કલાકથી ગેરકાયદેસર દબાણોનો મુદો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.

શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં મળશે પ્રવેશ

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ની કલમ૧૨(૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોના ૦૧ જુન-૨૦૨૨ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ https://rte.orpgujarat.com વેબસાઈટ પર તા. ૩૦/૦૩/૨૦૨૨ થી તા. ૧૧/૦૪/૨૦૨૨ દરમિયાન પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે.

આ અંગેની જરૂરી વિગતો જેવી કે, અરજી સાથે જોડવાના આધાર પુરાવા, કયા અધિકારીના અને ક્યા સમયગાળા દરમ્યાનના રજુ કરવાના છે. તે તમામ વિગતો વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID – 19 મહામારી કારણે રદ કરેલ છે.

વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. તથા ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી. ભરૂચ જિલ્લામાં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓએ વધુ માહિતી માટે કે મુંઝવણ હોય તો માર્ગદર્શન માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ભરૂચના હેલ્પલાઈન નંબર-૦૨૬૪૨ ૨૪૪૨૧૦ પર કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસ સિવાય) સંપર્ક કરવાનો રહેશે. વધુમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા પર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી/બી.આર.સી. ભવન ખાતેથી પણ ફોર્મ ભરવામાં મુંઝવણ હોય તો માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવને પ્રત્યેક દાણામાં “દાદા” લખી શણગાર કરાયો

વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારના રોજ દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા. 29 માર્ચ, 2022ને મંગળવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને દાળિયાના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. ઉપરાંત દાળિયાના પ્રત્યેક દાણામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. આશરે 5 કિલો જેટલા દાળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયાના દાણામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

error: Content is protected !!