ગુજરાતમાં ફરી એકવાર બેરોજગાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રવિવારે લેવાયેલ વનરક્ષકની પરીક્ષામાં મહેસાણાના ઉનાવા કેન્દ્ર પર ગેરરીતિ થયાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે પેપર લીક રોકવામાં નિષ્ફળ સરકાર વિરોધ રોકવામાં સક્રિય થઈ છે ભરૂચ NSUI પ્રમુખ યોગેશ પટેલની તેમના નિવાસ સ્થાનેથી આજરોજ વહેલી સવારે પોલીસે અટકાયત કરી હતી.
પરીક્ષાની પારદર્શિતા મામલે વિરોધ પક્ષ સત્તા પક્ષ ને ધેરે તે પહેલાં જ વિરોધ પક્ષના નેતાઓની અટકાયત શરૂ કરી દેવાઈ છે. છેલ્લા છ મહિનામાં ચાર પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપો થયા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓમાં પણ સરકાર સામે વિરોધ વધી રહ્યો છે, જેનો લાભ લેવા માટે વિરોધ પક્ષ પણ તૈયારીમાં લાગી ગયું છે.
ભરૂચ NSUI દ્વારા આજે પેપર લીક બાબતે વિરોધ કરવાનું આયોજન કર્યું હતું જોકે વિદ્યાર્થીઓ વિરોધ કરે તે પહેલા જ વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવાની પોલીસને ફરજ પડી હતી.