અંકલેશ્વર રેલવે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે નેત્રંગ રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવેની જમીનો ઉપર મોટા પાયે લોકોએ દબાણો ઉભા કરી દીધા હતા. રેલવેની જમીન ઉપર મકાનો અને દુકાનો ઉભા કરી દેનાર દબાણકર્તાઓને જાતે જ ખસી જવા નોટિસ આપી તાકીદ પણ કરાઈ હતી. જોકે તેઓ નહિ હટતા હવે આવતીકાલે બુધવારે સવારે 10 કલાકથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નેત્રંગ નગરમાં રેલ્વેની હદમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા બાબતે આપેલી નોટીસો બાદ દબાણો દૂર નહિ થતાં તા. 30મી માર્ચના રોજ દબાણો દૂર કરવાને લઇ રેલ્વેના પોલીસ વિભાગના જવાબદાર અધિકારીએ નેત્રંગ પોલીસ સાથે આ મુદે ચર્ચા વિચારણા કરી નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ સાથે બેઠક કરતા દબાણો દુર કરવાનો મુદ્દો છેલ્લા 48 કલાકથી ટોક ઓફધી ટાઉન બની ગયો છે.
નેત્રંગમાં ગ્રામપંચાયત સેવાસદન સામે આવેલી રેલ્વે લાઇનના હદ વિસ્તારમાં ગાંધીબજારથી લઇને જવાહરબજાર વિસ્તાર સુધીમા તેમજ ગીરધરનગર વિસ્તારમા 1994થી બંધ પડેલી રેલ્વે લાઈનના હદ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ રહેઠાણના ઘરોથી લઇને દુકાનો બાંધી દીધી છે. જેમાં આજે તા. 29મી માર્ચના રોજ રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારીએ નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. જી.પાંચાણી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નેત્રંગ ગ્રામપંચાયતના સરપંચ તેમજ આગેવાનો જોડે બેઠક કરી હતી. ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે ગમે ત્યારે 17 દબાણકર્તાના કેસ ચાલી રહ્યા છે. તેને છોડી 368 જેટલા દબાણોનો સફાયો બોલાવવા કાલે રેલવે, આર.પી.એફ. અને પોલીસ સાથે મળી મેગા ડિમોલિશન હાથ ધરાશે.દબાણો દૂર થશે જ. જેને લઇને સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 48 કલાકથી ગેરકાયદેસર દબાણોનો મુદો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.