આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ૨૭ મી માર્ચના રોજ બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દશરથભાઈ ચૌધરી તેમજ મહામંત્રી તરીકે ઇલ્યાસભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ચૂંટણી અધ્યક્ષ બંમકીમભાઈ પટેલ, રાજ્ય કારોબારી જશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરે વર્ષોથી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હતું.પરંતુ કોરોના કાળમાં બે વર્ષથી ધાર્મિક કાર્યક્રમ બંધ હતા ત્યારે આ વર્ષે ફરીથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા આમોદની ધર્મપ્રેમી જનતામાં આનંદ છવાયો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ