સમગ્ર દેશ સહિત ગુજરાતમાં અત્યારે પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ગુજરાત માંથી કુપોષિત બાળકો માંથી કુપોષણ દૂર કરવા માટે ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા દ્વારા ભરૂચના 4600 બાળકો અને નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના 702 બાળકો દત્તક લેવામાં આવ્યા છે.
કુલ સંખ્યા 5302 બાળકો ને 3 મહિના સુધી રોજ 200 ગ્રામ દૂધ અને પૌષ્ટિક આહાર આપીને કુપોષણ માંથી બહાર લાવા માટે અભિયાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ સૌપ્રથમ પેહલ સાથે સી.આર.પાટીલના હસ્તે કુપોષણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે.ભાજપ દ્વારા રાજ્યમાં અન્ય કાર્યકરો, આગેવાનો દ્વારા પણ કુપોષિત બાળકોને દત્તક લઈ રાજ્યમાંથી કુપોષણને નાથવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
ઉલ્લેખનીય છે કે, બાળવિકાસ માટે શિક્ષણ ઉપરાંત ખોરાક અને પોષણ પણ ખુબ અગત્યનું પરિબળ છે. કુપોષણ સમાજનું સૌથી મોટું દુષણ છે. આજનું કુપોષિત બાળક આવતીકાલનું સ્લો લર્નર છે અને ભવિષ્યનું અનપ્રોડક્ટિવ સિટીઝન. દેશમાં જેટલા કુપોષિત બાળકો વધુ એટલું જ દેશનું ભવિષ્ય નબળું. મજબૂત દેશ માટે બાળઆરોગ્ય પર ફોકસ કરવું ખુબ જ જરૂરી છે.