ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના અપાઇ હતી.
જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા. દરમ્યાન તા-૨૫/૦૩/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બીની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી. ત્યારે બાતમી મળેલ કે, વાલીયા તાલુકાના કૉંઢ ગામના બુટલેગરે અંક્લેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમા ગેરકાયદેસરનો દારૂનો જથ્થો સંતાડેલ છે.
જે હકીકત આધારે એલ.સી.બી ટીમે અંક્લેશ્વર તાલુકાના સેંગપુર ગામની સીમમા મળેલ બાતમી વાળી જગ્યાએ દરોડા પાડતા ગેરકાયદેસરના વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડના દારૂના જથ્થા સાથે બે ઇસમો સન્નીભાઇ દિલીપભાઇ વસાવા રહે-કૉંઢ તા-વાલીયા જી-ભરૂચ મુળ રહે- ઝઘડીયા મોહન ફળીયા તા-ઝઘડીયા જી-ભરૂચ, રાકેશભાઇ અવિચંદ્ર વસાવા રહે-કુરસદ તા-ઓલપાડ જી-સુરત ને ઝડપી પાડી તેમની પાસે વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૩૬૩ જેની કી.રૂ.૪૬,૫૦૦/- તથા બે મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.૫૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ તેમના વિરૂધ કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યારે આ ગુનામાં સુનિલભાઇ હસમુખભાઇ વસાવા રહે- કોંઢ તા-વાલીયા જી-ભરૂચ, રમેશભાઇ માધુભાઇ વસાવા રહે- મેરા ગામ તા-વાલીયા જી-ભરૂચને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ હાથધરી છે.