- ગુજરાત ડાયાલિસિસ m.n.d.p. ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું
જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે કિડનીના દર્દીઓ માટે વિનામૂલ્યે ડાયાલિસિસ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ નેશનલ ડેવલોપમેન્ટ અંતર્ગત અમદાવાદ i.k.d.c.r.હોસ્પિટલના સહયોગથી ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
જંબુસર અને તાલુકામાં કિડની ફેલ પેશન્ટ હોય અને જેમને નિયમિત રીતે ડાયાલિસિસની જરૂર હોય તેવા પેશન્ટને ડાયાલિસિસ કરવામાં આવશે. હાલ હોસ્પિટલ ખાતે ત્રણ પેશન્ટ નીતિનભાઈ મોદી,વિજયભાઇ પરમાર,રિઝવાનભાઈ ડાયાલિસિસ કરાવ્યું હતું. જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે અમદાવાદ કિડનીની હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરો દ્વારા ડાયાલિસિસ કરવામાં આવશે હવે અમદાવાદ કે વડોદરા કિડનીના દર્દીઓને જવું નહીં પડે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર