• ૩ જુગારીઓને કુલ કિ.રૂ. ૨૨,૬૩૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ

ભરૂચ જિલ્લામાં પ્રોહી-જુગારની બદ્દીઓ ડામવાના ઉદ્દેશથી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પ્રોહી/જુગાર ની કામગીરી કરવા અલગ અલગ ઢીમ પ્રયત્નશીલ હતી.

જેમાં આજરોજ ભરૂચ એલ.સી.બી. ની એક ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી આધારે ભરૂચ નર્મદા માર્કેટ પાસે આવેલ, તલાવડી પાસે બાવડની ઝાડીમાં જીમી નામનો ઈસમ કેટલાક ઈસમોને ભેગા કરી પોત-પોતાના આર્થીક ફાયદા માટે પત્તા પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જેથી પોલીસ ટીમે આ ખુલ્લી જગ્યામાં આયોજનબધ્ધ રીતે જુગારની સફળ રેડ કરી જુગાર રમતા કુલ-૦૩ જુગારીઓ નરસુમલ બાબુભાઈ નાયડુ ઉ.વ. ૩૫ રહેવાસી ફ્લેટ નંબર એ/૩ ૨૧, રેલ્વે કોલોની, રેલ્વે ગોદી પાસે ભરૂચ,મયુરભાઈ અશોકભાઈ માંછી ઉ.વ. ૨૬ રહેવાસી વેજલપુર, માંછીવાડ, ભરૂચ, વિરાસ્વામી અન્નામલય દ્રવિડ ઉ.વ. ૩૦ રહેવાસી હરિદ્વાર સોસાયટી, મકાન નંબર એ/૪૪, આશ્રય સોસાયટી સામે, ભરૂચને જુગારના રોકડા રૂપીયા તથા મોબાઇલો તથા જુગાર રમવા સાધનો સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૨,૬૩૦/- સાથે ઝડપી પાડી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારૂ ભરૂચ શહેર એ ડોવી. પો.સ્ટે. માં સોપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here