દેડીયાપાડાના મંડાળા ખાતે ગ્રામ પંચાયત મંડાળાના સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવા તેમજ મંડાળા ગામના યુવાનો દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દેડીયાપાડા , સાગબારા, નેત્રંગ, ઉમરપાડા,તેમજ માંગરોલ તાલુકાઓ માંથી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે મંડાળા બી ટીમ વિજેતા બની હતી, તેમજ દ્વિતીય ક્રમાંકે સાગબારાનાં જીગ્નેશભાઈ વસાવાની ટીમ વિજેતા બની હતી.
જેમાં પ્રથમ ક્રમાંકે આવનાર ટીમને 5,000/- રૂ. અને દ્વિતીય ક્રમાંકે આવનાર ટીમને 3000/- રૂ નું ઇનામ આપી પ્રસાહિત કરવામાં આવ્યા હતા.
આ નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન વસાવા સીયોનભાઈ, વસાવા રીફાતભાઈ,વસાવા વાસુદેવભાઈ, વસાવા આશિષભાઈ, વસાવા સુરેન્દ્રભાઈ, વસાવા રાહુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ નરોત્તમભાઈ વસાવા, દિલીપભાઈ જી.વસાવા, માલજીભાઈ ટી.વસાવા, શાંતિલાલ જી. વસાવા, દિનેશભાઈ એન. વસાવા, મીરાભાઈ ટી.વસાવા, જેસીંગભાઇ એમ.વસાવા, રામજીભાઈ એમ.વસાવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા