IMA ભરૂચ દ્વારા હડતાલ સાથે તબીબોનું રક્ષણ મજબુત કરવા ધારાસભ્યને રજૂઆત(VIDEO)

0
142

રાજસ્થાનમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શર્માની ઘટના બાદ ડૉક્ટરોનું રક્ષણ વધુ મજબૂત બનાવવા અંગે IMA ભરૂચ શાખાના સભ્યો અને પ્રમુખ કિર્તિરાજસિંહ ગોહીલની આગેવાનીમાં ભરૂચ ધારાસભ્ય અને મુખ્ય દંડક દુષ્યંત પટેલને આવેદન આપી તબીબોનું રક્ષણ વધુ મજબુત બને અને કાયદાનો અમલ થાય તે માટે રજૂઆત કરી હતી.

આવેદનમાં તબીબોએ જણાવ્યાનુસાર રાજસ્થાનમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ.ના આત્મહત્યાના સમાચાર પછી દુઃખી અને નિરાશાજનક લાગણી અનુભવીએ છીએ.અર્ચના શર્મા એક ભારતીય ગાયનેકોલોજિસ્ટ સમાન શ્રેષ્ઠતા, ગોલ્ડ મેડલ વિજેતા હવે આપણી વચ્ચે નથી. તે માત્ર પરિવારને જ નહીં, પણ રાજસ્થાનના દૌસાની વસ્તીને પણ મોટું નુકસાન છે જ્યાં તેમને વર્ષોથી સેવા આપી રહી હતી.  PPH ના કારણે દર્દીના કમનસીબ મૃત્યુ પછી તેમની વિરુદ્ધ કલમ 302 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.

નિયમ મુજબ, જ્યારે પણ ગ્રાહક ફોરા (પછી ભલે જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય હોય) દ્વારા અથવા ફોજદારી અદાલત દ્વારા ડૉક્ટર હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ પ્રાપ્ત થાય, ત્યારે તે ડૉક્ટર અથવા હોસ્પિટલને નોટિસ પાઠવતા પહેલા જેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેની યોગ્ય તપાસ બાદ એફ.આઇ.આર નોંધવી જોઇએ જે સમાજના હિતમાં છે તેમજ તબીબો પણ એક માણસ છે ભગવાન નથી તેમને માણસની રીતે જોઇ યોગ્ય માન સન્માન આપવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here