ચેટીચાંદ નિમીત્તે ભરૂચના સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભરૂચમાં નવચોકી ખાતે આવેલ ઝુલેલાલ મંદિરમાં તમામ સિંધી ભાઈઓએ ઉપસ્થિત રહી ઝૂલેલાલ ભગવાનની પ્રભાત ફેરી તેમજ વિધિ-વિધાન પૂર્વક પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો.
કોરોનાની મહામારી બાદ છેલ્લા બે વર્ષથી ચેટીચાંદ ઉત્સવની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવેલ ના હોય આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર સિંધી સમાજે ચેટીચાંદની ઉજવણી કરેલ છે. સિંધી સમાજ કોરોનાની પરિસ્થિતિ દેશમાં ક્યારેય ના આવે અને હાલના સંજોગોમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ પૂર્ણ થઈ જાય તેવી આજના દિવસે ભગવાન ઝૂલેલાલના ચરણોમાં પ્રાર્થના કરેલ છે.