ભરૂચ જિલ્લાના અને ભરૂચ સર્કલ માં સમાવિષ્ટ ખેડ્તોને ખેતીના ઉપયોગ માટે સતત આઠ કલાક વીજળી આપવા આજે ખેડૂતોએ નારેબાજી સાથે આવેદન પાઠવી વિજળીની માંગ કરી હતી.
આવેદનમાં જણાવાયું કે ખેડૂતોને અત્યારે ઉભા પાકને બચાવવા નો છે. અને કેટલાક પાકોનું વાવેતર પણ કરવાનું છે. એટલે કે તેમના પાકો જેવા કે શાકભાજી, કેળ, શેરડી જેવા પાકો માટે ખૂબ જ પાણીની જરૂરિયાત છે. અને નિયમિત આઠ કલાક વીજળી મળશે એવું માનીને તેમણે તેમની ખેતી પાકોનું આયોજન કરેલું છે તેમાં છેલ્લા ૨૦ દિવસથી માત્ર છ કલાક અને તે પણ ટુકડે-ટુકડે વીજળી આપવામાં આવે છે. જે ઘણી જ દુઃખદ હકીકત છે. અને જે રીતે સજીવ સૃષ્ટિને પાણીની જરૂર છે, દરેક માનવને પાણીની જરૂર છે, તે પ્રમાણે ઉભા ખેતીના પાકોને પણ પાણીની જરૂર છે.
ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોને સતત આઠ કલાક વીજળી આપવામાં આવે નહિતર વીજળી ના મળવાને લીધે અમારા ખેતી પાકોને થનાર નુકસાન માટે સંપૂર્ણપણે ડી.જી.વી.સી.એલ. જવાબદાર રહેશે. અને અને આ બાબતે યોગ્ય નિર્ણય ન લેવાય, અને અમને સતત આઠ કલાક વીજળી મળતી ન થાય તો અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર ની રહેશેની ચિકકી પણ ઉચ્ચારાઇ હતી.