- કોરોના વોરિયર્સ, સમાજ સેવક, ડોક્ટર, સામાજિક કાર્યકર સહિત પ મહિલાઓનું કરાયું સન્માન.
ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં માર્કેટ ની પાછળ આવેલ સોરઠીયા સમાજ ની વાડી માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં સારી કામગીરી કરનારી પાંચ મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય ઉપસ્થિત મહિલાઓને ભેટ વિતરણ કરી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.
ભરૂચ જિલ્લામાં કાર્યરત ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પરેશભાઈ મેવાડા તથા તેઓની ટીમ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિવિશેષ તરીકે ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર તથા તોરલબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થીત મહાનુભાવોના હસ્તે સારી કામગીરી કરનાર આજની નારીના તંત્રી સંધ્યાબેન માછીનું શાલ ઓઢાડી સન્માનપત્ર કરી તેઓની કામગીરી બિરદાવવામાં આવી હતી.
સાથે ડોમેસ્ટિક નો ભોગ બનેલ પ્રેમીલાબેન વરમોરા કે જેવો હજારો સ્ત્રીઓ ને ન્યાય અપાવી સારી કામગીરી કરી રહ્યા છે અને તેઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ સન્માનિત કરવામાં આવ્યા છે તેમને પણ સાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કર્યું હતું. તો સાથે કોરોના કાળમાં ખડે પગે સેવા આપતા ડોકટર સફીકા પટેલ તેમજ નર્સ તરીકે સેવા આપતા નયવંતી ગડરીયાનો પણ વિશેષ સન્માન કરાયું હતું. સાથે જરૂરિયાત મંદ અને ફાટા તળાવ વિસ્તારમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરનાર ચંદ્રિકાબેન પરમારનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.વિશ્વ મહિલા દિવસે ૫ મહિલાઓએ સમાજ માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેઓનું સન્માન કરવામાં આવતા અન્ય મહિલાઓ પણ પગભર બને અને આગળ આવે તેવા શુભ આશયથી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી.