- યુક્રેનમાંથી વિશેષ બસમાં રોમાનિયા થઈ લવાતા બસ ઉપર રહેલા ભારતીય ધ્વજને જોઈને બંને દેશમાંથી એક પણ દેશની સેનાએ બસને ક્યાંય રોકી નહીં આ છે ભારતનું વિશ્વ ફલક ઉપર બહુમાન અને ગર્વ.
- ભરૂચ જિલ્લાના સાત વિદ્યાર્થી યુક્રેન થી ઘરે પરત ફરતા પરિવારજનોએ માન્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર.
ઓપરેશન ગંગામાં દક્ષિણની મીની ગંગા નર્મદા તટ ભરૂચની સાત દીકરીઓ અને દીકરા વતન પરત ફરતા પરિવારજનોએ પી.એમ.મોદી નો આભાર માન્યો હતો. સાથે જ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. જ્યારે એક દીકરી ધ્વનિ જીગ્નેશભાઈ પંચાલ બીમાર હોવાથી તેના ઘરે જઈને તેનું સન્માન કરાયું. દીકરીના પરિવારજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે આભાર વ્યક્ત કરતી કેક બનાવી દીકરી હેમખેમ ઘરે પરત ફર્યાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આભાર વ્યક્ત કરી ઉજવણી કરી હતી.
ગુજરાતી અને ભારતીય હોવાનો ગર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપાવ્યો હોય એવો અનુભવ થયો હોવાનું પરિજનોએ જણાવ્યું હતું. યુક્રેનથી ભરૂચ આવેલ વિદ્યાર્થીઓમાં પટેલ રીયા ચંદ્રકાંત, ચૌહાણ સંજના વિરેન્દ્ર, પારેખ હનિબેન કમલેશભાઈ, પંચાલ શ્વનિ જીગનેશભાઈ, શાહ અંગી દીનેશભાઈ, પટેલ મોનાલી, શાહ અંશી આશિષકુમારનો સમાવેશ થાય છે. પારેખ હનિબેન કમલેશભાઈ અને ચૌહાણ સંજના વિરેન્દ્રએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા તે સ્થિતિની આપવિતી વર્ણવી હતી.