- કોન્ટ્રાકટ કર્મીઓ સવારે કંપની ઉપર આવતા જ ફોન ઉપર નોકરીમાંથી કાઢી મુકાયા
- નવા કોન્ટ્રકટર પાસે કેન્દ્રના સરકારી નિયમ મુજબ પગાર વધારો માંગ્યો તો નોકરીમાંથી પાણીચુ પકડાવી દેવાયું
ભરૂચની ગુજરાત ગેસ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા 43 કર્મચારીઓને કોઈ પણ જાતની કારણદર્શક નોટીસ વિના ફોન ઉપર જ ફરજ મોકૂફ કરતા ગુજરાત ગેસ કંપની બહાર કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચ શહેરના કલેકટર કચેરી રોડ ઉપર ભૃગુરૂષી ભોલાવ બ્રિજ નીચે આવેલી ગુજરાત ગેસ કંપનીમાં રાજદીપ ઇન્ટરપ્રાઈસમાં વર્ષોથી ફરજ બજાવતા 43 જેટલા કર્મચારી કે જેવો સુપરવાઈઝર, ઓફીસ બોય, સફાઈકર્મચારી, માળી તરીકે કામ કરતા હતા. તેવો ને એકી સાથે નવો કોન્ટ્રાકટ આવતા ફરજ પરથી મોકૂફ કરી દેતા કર્મચારીઓ અને તેમના પરિવાર પર આફત આવી પડી છે.
આ 43 કર્મચારીઓની ભૂલ એટલી જ હતી કે તેવો એ તેમનો પગાર વધારો માંગ્યો હતો. જેમાં નવા આવેલ સફલ હોસ્પિલિટી સર્વિસ એન્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરે તેવો ને ફોન પર જ જાણ કરી મંગળવારે ફરજ મોકૂફ કરી દીધા હતા.આ અગાઉ પણ આજ કર્મચારીઓ 4 કોન્ટ્રાકટ માં ફરજ બજાવી ચુક્યા છે.જે કોઈ પણ નવો કોન્ટ્રાકટ આવતો તો તેઓને ફરીથી તેમના કોન્ટ્રાકટમાં ફરજ પર લઈ લેતા પરંતુ હાલ નવો આવેલ કોન્ટ્રાકટ સફલ હોસ્પિલિટી સર્વિસ એન્ડ મેન્ટેનન્સ દ્વારા કોઈ પણ જાતની લેખિત નોટિસ વિના ટેલિફોનિક જાણ કરી ફરજ મોકૂફ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને લઈ ને પ્રાઇવેટ કંપનીઓ તેમજ અન્ય જગ્યાઓ એ પણ કર્મચારીઓ ઓછા કરી કામ કરાવાઇ છે તો બીજે કોણ નોકરી પર લેશે અમારા પરિવાર નું શુ થશે. તેવા ભય સાથે કર્મચારીઓએ દેખાવો કરતા કંપની સત્તાધીશોએ પોલીસ બોલાવી લઈ પ્રદર્શન કરી રહેલા 8 જેટલા કર્મચારીઓની અટકાયત કરાઇ હતી.