અંકલેશ્વરના સેલાડવાડ નજીકથી પસાર થઈ રહેલા રાજ્યના કક્ષાના મંત્રીના કાફલાને એક નશામાં ધૂત બનેલ કાર ચાલકે અટકાવી દેતા તંત્ર પણ દોડતુ થઈ ગયું હતુ.જેમાં સુરતથી ગાંધીનગર જતાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ જતાં હતા. સાયરના વગાડવા છતાં બબી એમ ડબ્લ્યુ કારના હટાવી રસ્તામાં ઊભી કરી દીધી. કોણ છે મંત્રી કહી પોલીસ સ્ટાફ સાથે પણ માથાકૂટ કરી હતી.
સુરતના ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરત થી ગાંધી નગર પોતાની સરકારી ગાડીમાં હાસોટ થઈ અંકલેશ્વર શહેર માથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન અંકલેશ્વર સેલાડ વાડ નજીક બી.એમ.ડબ્લ્યુ કાર લઈ પસાર થઈ રહેલા હેતલ મોદી પાયલોટ કરી રહેલ પોલીસની ગાડીના સાયરના વગાડવા છતાં ગાડી આગળ થી ના ખસાડી અચાનક કાર માર્ગ પરજ ઊભી કરી દીધી હતી. અને કોણ તારો મંત્રી છેનું કહી પાયલોટ કરી રહેલ પોલીસ ગાડી ના જવાનો સાથે માથાકૂટ કરી હતી 5 મિનિટ સુધી ચાલેલ આ માથાકૂટ લઈ ગાડીઓની કતાર લાગી હતી.
આખરે અંકલેશ્વર શહેર પોલીસ દોડી આવી નશા ની હાલતમાં રહેલ હેતલ મોદીની અટક કરી હતી તેમજ ગાડી હટાવી કાફલા ને જવા દીધો હતો. પોલીસે હેતલ મોદી નામના ઇસમ સામે સરકારી ગાડી રોકી સરકારી કામ મા અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પ્રાથમિક પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટક કરી હતી. ત્યારે હેતલ મોદી એ ક્યા કારણ સર આમ કર્યું તે ચર્ચા નો વિષય બનવા પામ્યો હતો.