-
સગીરાના પિતાએ દીકરીના અપહરણની યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
નર્મદા જિલ્લાના દેડીયાપાડા સામુહિક દુષ્કર્મ ના કેસની તપાસ હજુ ચાલુ છે, ત્યાં ગરૂડેશ્વર તાલુકાના એક ગામની વધુ એક સગીરા પર દુષ્કર્મ થયાનો ગુનો નોંધાયો છે. ઝરવાણી ના યુવાને નજીકના એક ગામની એક સગીર વયની કિશોરી પર દુષ્કર્મ કરી પ્રેગનેટ બનાવી સગીરાને તેના વા માંથી અપહરણ કરી લઈ જતા ગરૂડેશ્વર પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે.
ગરૂડેશ્વર તાલુકાના એક ગામની સગીરા સાથે ઝરવાણી ગામમાં ભાંગરા ફળિયામાં રહેતા યુવક દિનેશ ભંગડા વસાવાએ મિત્રતા કરી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી, આ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ કરી આ સગીરાને પ્રેગ્નેટ કરી હતી. જે બાબત ની ઘરના ને જાણ થતાં તેમની પર કોઈ પગલાં ભરે એ પહેલાં સવાર ના 5 વાગ્યાના સુમારે તેના ઘરે થી તેના માતા પિતાના વાલીપણા માંથી પટાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો, જ્યારે સવારે બધા ઉઠ્યા ત્યારે ઘરમાં દીકરી ને જોતા તાપસ કરાવી ઝરવાણી ગામનો યુવક અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ એમ.બી ચૌહાણ, CPI કેવડિયા આર. એ.જાદવના સુપરવિઝનમાં આ યુવાન અને સગીરા ની શોધખોળ ચાલુ છે.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા