
- ભરૂચ જિલ્લાવાસીઓને મહત્તમ રજીસ્ટ્રેશન માટે જિલ્લા પ્રસાશનનો જાહેર અનુરોધ
ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી ધ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષભાઇ સંઘવી તથા અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાવંત ખેલાડીઓ વગેરેની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો રજીસ્ટ્રેશન કર્ટેન રેઇઝર પોર્ટલના કાર્યક્રમનો ગઈકાલે પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતના દરેક જિલ્લા/તાલુકા અને ગ્રામ્યકક્ષાએ આ કાર્યક્રમમાં કરાયેલા જીવંત પ્રસારણ અંતર્ગત ભરૂચ તપોવન સંસ્સ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ખાતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ પંડ્યા, જાગૃતિબેન પંડ્યા, મામલતદાર રોશની પટેલ, રમત-ગમત સેલના પ્રશાંતભાઈ, સિનિયર કોચ રાજનસિંહ, પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભ રાણા તેમજ વિવિધ રમતના પ્રમુખો તેમજ તપોવન સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતાં.ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ખેલ મહાકુંભમાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે અને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ભરૂચ જિલ્લા પ્રસાશન ધ્વારા તપોવન સંસ્કાર કેન્દ્ર ઝાડેશ્વર ખાતે યોજાયેલા ઉક્ત કાર્યક્રમ ઉપરાંત અંકલેશ્વર ખાતે ડી.એ.આનંદપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, આદર્શ નિવાસી શાળા, નેત્રંગ ખાતે પ્રાથમિક શાળા થવા, માધવ વિદ્યાપીઠ કાકડકુઈ, જંબુસર ખાતે પ્રાથમિક શાળા નહાર, કબીરમંદિર હોલ ઉચ્છદ, ઝઘડીયા ખાતે શ્રીમતિ ડી.પી.શાહ વિદ્યામંદિર રાજપારડી, વાગરા ખાતે સુવા ગામ, આમોદ ખાતે શાહ.એન.એન.એમ. ચામડીયા હાઈસ્કુલ, હાંસોટ ખાતે શ્રી પાંડુકેશ્વર વિદ્યામંદિર પંડવાઈ અને વાલીયા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે યોજાયેલા તાલુકાકક્ષાના કાર્યક્રમમાં જે તે તાલુકાના પદાધિકારીઓ/ અધિકારીઓ/ અગ્રણીઓ, ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ તથા ગ્રામ્યકક્ષાએ ગામ આગેવાનો, ગ્રામજનો વગેરે પણ તેમાં જોડાઇને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
DSPખેલ મહાકુંભમાં વિવિધ ૨૯ જેટલી રમતોમાં ભાગ લેવા ઇચ્છતા અલગ-અલગ વયજૂથના ખેલાડીઓ વેબસાઇટ www.khelmahakumbh.gujarat.gov.in ઉપર પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ભરૂચ જિલ્લાવાસીઓને ખેલ મહાકુંભમાં મહત્તમ રજીસ્ટ્રેશન માટે જિલ્લા પ્રસાશન તરફથી જાહેર અનુરોધ કરાયો છે.