- કુંદનબેન કોઠીયાએ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમમાં ભાજપનો ખેસ ધારણ કર્યો.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 27 નેતા જીતીને કોર્પોરેટર બન્યા હતા. સુરતની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્લાન ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરવાનો હતો. આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. પરંતુ સુરતમાં જીતેલા એક બાદ એક કોર્પોરેટરો પાર્ટીમાંથી રાજીનામાં આવી રહ્યાં છે. આજે સુરત આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠીયા ભાજપમાં જોડાયા છે.
સુરત વોર્ડ નંબર-4ના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર કુંદનબેન કોઠીયાને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કુંદનબેને કહ્યું કે, હું ભાજપનો આભાર માનુ છું. ભાજપમાં જોડાયા બાદ હું એક નવી દિશામાં આગળ વધીશ.