- ટોલ મુદ્દે રકઝક થયા બાદ કન્ટેનર ચાલકે લાંબુ કન્ટેન્ટર આડું કરી એક તરફનો રસ્તો બ્લોક કર્યો
ભરૂચ નેશનલ હાઇવે ઉપર સોમવારે રાતે મુલદ ટોલટેક્સ નજીક એક કન્ટેનર ચાલકે ટોલ મુદ્દે થયેલી બબાલમાં કન્ટેનરને આડું કરી એક તરફનો રસ્તો રોકી લેતા વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી.
ભરૂચ મુલદ ટોલટેક્સ ઉપર સોમવારે રાતે 10.30 કલાકે એક લાંબુ કન્ટેનર સુરત તરફથી આવ્યું હતું. ટોલ બાબતે કન્ટેનર ચાલકની ટોલ બુથ ઉપર રકઝક થઈ હતી. જેમાં રોષે ભરાયેલા કન્ટેનર ચાલકે ટોલબુથથી થોડે આગળ તેનું વાહન લઈ ગયા બાદ રસ્તા ઉપર આડું કરી દીધું હતું.
ટોલ ટેક્સથી અંકલેશ્વરથી ભરૂચ આવવાનો માર્ગ બંધ થઈ જતા જોતજોતામાં લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. વાહનોના હોન ઉપર હોન વચ્ચે ટોલબુથ કર્મીઓ અને સિક્યોરિટી કન્ટેનર ચાલક પાસે દોડી જઇ તેને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.અડધો કલાક કન્ટેનર ચાલકે હાઇવે નો અંકલેશ્વરથી ભરૂચ આવવાનો માર્ગ બાધિત કરી બાનમાં લેતા વાહનોની કતારોનો ખડકલો સર્જાઈ ગયો હતો. અંતે કન્ટેનર ચાલક સાથે ટોલ મુદ્દેનો વિવાદ સમતા તેણે પોતાનું વાહન હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.
જોકે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. અને ટોલ કર્મચારીઓએ પણ સેને લઈ વિવાદ સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે કેમ તેનું વાહન આડસ કરી મૂકી દઇ હાઇવેને બાનમાં લીધો હતો તેની વિગતો બહાર આવી શકી નથી.