- પોલીસ મથકે ફરિયાદ બાદ ઘાયલ શ્રમજીવીને સારવાર અર્થે ભરૂચ સિવિલ લવાયો
ભરૂચ શહેર સહિત જિલ્લો ગાંજાનું હબ બની રહ્યો હોય તેમ ઠેર ઠેર ગાંજો ઝડપાવાના કિસ્સા વધવા સાથે ગંજેરીઓને છુટ્ટો દૌર મળી ગયો હોય તેમ મજૂરી કામ પરથી ઘરે પરત જઈ રહેલા એક યુવાન શ્રમજીવી પાસે ગાંજો પીવા રૂપિયા માંગી ના આપત અતેના ઉપર બ્લેડ વડે હૂમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
આ ઘટનામાં આજે મોડી સાંજે મજૂરીએથી પોતાના ઘરે મોટા નાગોરી વાડ જઈ રહેલ શ્રમજીવી કિરણ ખોડા વસાવા(ઉ.વર્ષ ૨૪) સાથે મહંમદપુરા નાળા નીચે સાહીલ દંતી ,રાહૂલ સોલંકી,હરેશ વસાવા, અને આફીફ નાગોરીએ તેને આંતરી તેની પાસે ગાંજો પીવા રૂપિયા લાવની માંગણી કરી હતી.જે શ્રમજીવી કિરણે રૂપિયા આપવા ના પાડતા ચારેવે તેને ઘેરી લઈ તેને ઢીકાપાટુનો મારમારવા સાથે તેના ઉપર તીક્ષ્ણ બ્લેડ વડે હૂમલો કરતા શ્રમજીવી કિરણને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બ્લેડના ઘાથી લોહીલૂહાણ થયેલ કિરણે ઢાલ ઉપરના પોલીસ મથકે આ હૂમલા ખોરો વિરૂધ ફરિયાદ નોંધાવી સારવાર અર્થે ભરૂચ સિવિલ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેની સાથેની વાતચીત દરમિયાન તેણે તેના ઉપર હૂમલો થયાની કથની વર્ણવી હતી. હાલ તો આ ઘટના અંગે બ્લેડ મારી ફરાર હૂમલાખોરોને ઝડપી પાડવા બી ડિવિઝન પોલીસે કવાયત હાથધરી છે.